Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

છાંયા-ખોડીયાર વિસ્તારમાં પ્રાથમિક સુવિધા ન મળતા મહિલાઓનો આક્રોશ

પોરબંદર શહેરમાં નગરપાલિકા દ્વારા વિવિધ વેરાની વસૂલાત કરવામાં આવે છે. પરંતુ છાંયા ખોડીયાર-૧ વિસ્તારમાં પ્રાથમિક સુવિધાનો જ અભાવ હોવાથી મહિલાઓએ પાલિકા વિરૂદ્ધ આક્રોશ વ્યક્ત કર્યો હતો. રજુઆત કર્યાના ૮ માસ વિતી ગયા છતાં પાલિકાએ આ વિસ્તારની સમસ્યાના નિરાકરણ માટે કોઈ કાર્યવાહીન કરતા મહિલાઓમાં પાલિકા વિરૂદ્ધ આક્રોશ જોવા મળ્યો હતો. અસુવિધાના  અભાવના  કારણે  લોકોમાં  રોષપોરબંદર-છ
છાંયા ખોડીયાર વિસ્તારમાં પ્રાથમિક સુવિધા ન મળતા મહિલાઓનો આક્રોશ
પોરબંદર શહેરમાં નગરપાલિકા દ્વારા વિવિધ વેરાની વસૂલાત કરવામાં આવે છે. પરંતુ છાંયા ખોડીયાર-૧ વિસ્તારમાં પ્રાથમિક સુવિધાનો જ અભાવ હોવાથી મહિલાઓએ પાલિકા વિરૂદ્ધ આક્રોશ વ્યક્ત કર્યો હતો. રજુઆત કર્યાના ૮ માસ વિતી ગયા છતાં પાલિકાએ આ વિસ્તારની સમસ્યાના નિરાકરણ માટે કોઈ કાર્યવાહીન કરતા મહિલાઓમાં પાલિકા વિરૂદ્ધ આક્રોશ જોવા મળ્યો હતો. 
અસુવિધાના  અભાવના  કારણે  લોકોમાં  રોષ
પોરબંદર-છાંયા નગરપાલિકા એક થયાના ઘણો લાંબો સમય વિતી ગયો છે, પરંતુ ઘણા વિસ્તારો એવા છે કે જ્યાં હજુ પાયાની સુવિધાનો અભાવ જોવા મળે છે. પાલિકા દ્વારા લાઈટ, સફાઈ, સહિતના વેરાની વસૂલાત કરવામાં આવે છે. પરંતુ કેટલાક વિસ્તારો એવા છે કે જ્યાં ગટર, રોડ અને સફાઈ જેવી પ્રાથમિક સુવિધાનો જ અભાવ જોવા મળે છે. છાંયા શહેરમાં આવેલ ખોડીયાર-૧ ના સ્થાનિકોએ તારીખ ર૯-૬-ર૦રર ના રોજ ચીફ ઓફિસરને લેખિતમાં રજુઆત કરી હતી. આ રજુઆતને ૮ માસ જેવો સમય વિતી ગયો, છતાં આ વિસ્તારન સમસ્યાઓનું નિરાકરણ આવ્યું નથી. આ વિસ્તારના સ્થાનિકોએ જણાવ્યું હતું કે ગટરની વ્યવસ્થા ન હોવાથી પાણીનો યોગ્ય નિકાલ થતો નથી, તથા ગંદકીનો ફેલાવો થાય છે. રસ્તાના ખોદકામને લીધે રોડની પણ દયનીય હાલત જોવા મળે છે. આ વિસ્તારમાં વારંવાર અકસ્માત થવાનો ભય રહે છે તેવી રજુઆત પાલિકામાં લેખિતમાં કરવામાં આવી હતી. પરંતુ પાલિકાના તંત્રએ આ વિસતારની સમસ્યાના નિરાકરણ માટે કોઈ તસ્દી જ લીધી નથી તેવું સ્થાનિકો કહી રહ્યા છે. 
ગટરના પાણી બોરના પાણી સાથે ભળ્યા
છાંયા શહેરમાં આવેલ ખોડીયાર-૧ સોસાયટીના સ્થાનિકોએ પાલિકા વિરૂદ્ધ આક્રોશ વ્યક્ત કર્યો હતો. ગટર, સફાઈ, રોડ જેવી સુવિધા ન મળતા સ્થાનિક મહિલા નયનાબેન મોરબીયાએ જણાવ્યું હતું કે છેલ્લા પાંચ વર્ષથી ભૂગર્ભ ગટરનો અભાવ છે. પાલિકાને તેમજ સ્થાનિક કાઉન્સીલરને રજુઆતો પણ કરવામાં આવી છે. આ વિસ્તારમાં પાલિકાનું તંત્ર કોઈ કામગીરી કરતું નથી. ડોર ટુ ડોર કચરા વેન પણ કચરો લેવા આવતા નથી. આ વિસ્તારના લોકો વેરો પણ ભરે છે, છતાં કોઈ કામગીરી થતી નથી.

ગટરોના ગંદા પાણીનો નિકાલન થતા રોગચાળાનો ભય
ગટરોના ગંદા પાણીનો નિકાલ ન થતા ખોડીયાર-૧ સોસાયટીમાં રસ્તાઓ પર વહી રહ્યા છે. હાલ શરદી, ઉધરસ અને તાવ જેવી બિમારીનું પ્રમાણ વધુ જોવા મળે છે. ખોડીયાર-૧ માં રહેતા પ્રમિલાબેને જણાવ્યું હતું કે આ વિસ્તારમાં રોડ પાસ થયો હોવાની વાતો થાય છે, પરંતુ પહેલા અમારે ભૂગર્ભ ગટરની માંગ છે ત્યારબાદ રસ્તાની કામગીરી થવી જોઈએ અને આ વિસ્તારમાં નિયમિત સાફસફાઈ કરવામાં આવે. આ વિસ્તારના લોકો નગરપાલિકામાં નિયમિત વેરો ભરે છે, છતાં પાલિકા દ્વારા સુવિધા આપવામાં આવતી નથી. સ્થાનિક કાઉન્સીલર પણ પોતાની જવાબદારીમાંથી હાથ ખંખેરે છે તેવો પણ સૂર મહિલાઓએ વ્યક્ત કર્યો હતો.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First- જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Advertisement
Tags :
Advertisement

.