પાલિતાણાની ઘટના પર ભુજના જૈન સમાજમાં આક્રોશ, આવેદન પત્ર અપાયું
ભુજ શહેરના જૈન વંડાથી ભુજ જૈન સાત સંઘના નેજા હેઠળ વિશાળ રેલી યોજાઈ હતી. જે બાદમાં જ્યુબિલિ સર્કલ થઈ કલેક્ટર કચેરીએ પહોંચી હતી અને સમહર્તા સમક્ષ સમાજની માગ દર્શાવતું આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ.ભુજ જૈન સાત સંઘ દ્વારા તંત્રને અપાયેલા આવેદનપત્રમાં દર્શાવ્યા મુજબ પવિત્ર શ્રી શત્રુંજય ગિરિરાજ સમસ્ત જૈનો માટે સૌથી મહત્વનું તીર્થ છે તેમજ સૌથી વધુ આસ્થાનું કેન્દ્ર છે.આ ગિરિરાજને લà
ભુજ શહેરના જૈન વંડાથી ભુજ જૈન સાત સંઘના નેજા હેઠળ વિશાળ રેલી યોજાઈ હતી. જે બાદમાં જ્યુબિલિ સર્કલ થઈ કલેક્ટર કચેરીએ પહોંચી હતી અને સમહર્તા સમક્ષ સમાજની માગ દર્શાવતું આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ.
ભુજ જૈન સાત સંઘ દ્વારા તંત્રને અપાયેલા આવેદનપત્રમાં દર્શાવ્યા મુજબ પવિત્ર શ્રી શત્રુંજય ગિરિરાજ સમસ્ત જૈનો માટે સૌથી મહત્વનું તીર્થ છે તેમજ સૌથી વધુ આસ્થાનું કેન્દ્ર છે.
આ ગિરિરાજને લઈને છેલ્લા ઘણા સમયથી ઘણી બધી તકલીફો જૈનો તથા સ્થાનિક આસ્થાળુ વર્ગને થતી રહે છે માટે આ બાબતે ગંભીરતાથી કાયદેસરની કાર્યવાહી હેઠળ પગલાં લેવા માગ કરાઈ હતી. આ વેળાએ શિસ્તબંધ રીતે યોજાયેલી રેલીમાં જૈન સમાજના ભાઈઓ બહેનો મોટી સંખ્યમાં જોડાયા હતા.
આ પણ વાંચો - CA કરવા માંગતા વિદ્યાર્થીઓ માટે ધ ઈન્સ્ટીટ્યુટ ઓફ ચાર્ટડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયાએ લીધો સૌથી મોટો નિર્ણય
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement