સાબરમતી જેલમાં કેદીઓ અને જેલ કર્મચારીઓ વચ્ચે વોલિબોલ ટુર્નામેન્ટનું આયોજન
પોલીસ મહાનિર્દેશક, જેલ સુધારાત્મક વહીવટ અંતર્ગત અમદાવાદ સાબરમતી મધ્યસ્થ જેલમા કેદીઓ અને જેલ કર્મચારીઓ વચ્ચે વોલિબોલ ટુર્નામેન્ટનુ આયોજન કરાયુ. જેનો પોલીસ મહાનિર્દેશન કે.એલ .એન. રાવ દ્વારા શુભારંભ કરાવામા આવ્યો. આ ટુર્નામેન્ટનો હેતુ કેદીઓમાં રમત-ગમત અને રચનાત્મક પ્રવૃતિ વિકસાવવા તેમજ તેમને શારીરિક અને માનસિક રીતે સુદ્ઢ બનાવવાનાનો હતો. ટુર્નામેન્ટમાં કેદીઓ અને જેલ કર્મચારà
Advertisement
પોલીસ મહાનિર્દેશક, જેલ સુધારાત્મક વહીવટ અંતર્ગત અમદાવાદ સાબરમતી મધ્યસ્થ જેલમા કેદીઓ અને જેલ કર્મચારીઓ વચ્ચે વોલિબોલ ટુર્નામેન્ટનુ આયોજન કરાયુ. જેનો પોલીસ મહાનિર્દેશન કે.એલ .એન. રાવ દ્વારા શુભારંભ કરાવામા આવ્યો. આ ટુર્નામેન્ટનો હેતુ કેદીઓમાં રમત-ગમત અને રચનાત્મક પ્રવૃતિ વિકસાવવા તેમજ તેમને શારીરિક અને માનસિક રીતે સુદ્ઢ બનાવવાનાનો હતો.
ટુર્નામેન્ટમાં કેદીઓ અને જેલ કર્મચારીઓએ ઉમળકાભેર ભાગ લીધો હતો. આ ટુર્નામેન્ટમાં કુલ ૮ જેટલી ટીમોએ ભાગ લીધો હતો. જેમાં કાચા કામના કેદી, પાકા કામના કેદી અને જેલ કર્મચારીઓની ટીમ બનાવવામા આવી હતી. આ ટુનામાન્ટ અંતર્ગત રોજની બે મેચ રમાશે અને ટુર્નામેન્ટની ફાઈનલ મેચ ૨૬ જાન્યુઆરીના દિવસે રમાશે. વિજેતા ટીમને પુરસ્કાર, ટ્રોફી તેમજ ઇનામ વિતરણ કરવામાં આવશે . અમદાવાદ મધ્યસ્થ જેલમા કુલ ૨૦૦૦ કરતા વધુ કેદીઓ સજા કાપી રહ્યા છે. આ પ્રકારના આયોજનથી કેદીઓમાં સકારાત્મક એનર્જીનો સંચાર કરી શકાય છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement