Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

લઠ્ઠાકાંડના જવાબદાર અધિકારીઓની બદલી અને સસ્પેન્ડના આદેશ

દેશભરમાં હાહાકાર મચાવનારા બરવાળા લઠ્ઠાકાંડમાં આખરે જવાબદાર અધિકારીઓની બદલી અને  5 પોલીસ અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ગૃહવિભાગે બરવાળા લઠ્ઠાકાંડ બાદ જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરી છે. ગૃહવિભાગે લાલ આંખ કરીને બોટાદ જીલ્લા પોલીસ વડા ડો.કરજણરાજ વાઘેલાની બદલી કરી દીધી છે તો સાથે સાથે અમદાવાદ ગ્રામ્યના પોલીસ વડા વિરેન્દ્ર યાદવની પણ બદલી કરવામાં આવી છે. ગૃહ વિભાà
લઠ્ઠાકાંડના જવાબદાર અધિકારીઓની બદલી અને સસ્પેન્ડના આદેશ
દેશભરમાં હાહાકાર મચાવનારા બરવાળા લઠ્ઠાકાંડમાં આખરે જવાબદાર અધિકારીઓની બદલી અને  5 પોલીસ અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. 
ગૃહવિભાગે બરવાળા લઠ્ઠાકાંડ બાદ જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરી છે. ગૃહવિભાગે લાલ આંખ કરીને બોટાદ જીલ્લા પોલીસ વડા ડો.કરજણરાજ વાઘેલાની બદલી કરી દીધી છે તો સાથે સાથે અમદાવાદ ગ્રામ્યના પોલીસ વડા વિરેન્દ્ર યાદવની પણ બદલી કરવામાં આવી છે. 
ગૃહ વિભાગે કોરડો વિઝીંને બોટાદ ડીવાયએસપી એસ.કે ત્રિવેદીને સસ્પેન્ડ કરી દીધા છે. સાથે સાથે ધોળકાના ડીવાયએસપી એન.વી પટેલને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. 
અધિકારીઓ સામેની કડક કાર્યવાહીમાં ધંધુકાના પી.આઈ કે.પી જાડેજાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત  બરવાળા પીએસઆઇ અને રણકપુર પીએસઆઇ ને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. 
લઠ્ઠાકાંડ બાદ ફરજમાં બેદરકારી અને નિષ્ફળતા દાખવવાના મુદ્દે અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. આ સાથે હવે બોટાદ જીલ્લા પોલીસ તંત્રમાં ફરજ બજાવતા અન્ય કર્મચારીઓ સામે પણ તવાઇ ઉતરે તેવી ચર્ચા ચાલી રહી છે. 
ઉપરી પોલીસ અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવતાં રાજ્યભરના પોલીસ તંત્રમાં ભારે ઉત્તેજના જોવા મળી હતી. 
Advertisement
Tags :
Advertisement

.