Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અદાણી મુદ્દે સંસદમાં વિપક્ષનો હોબાળો, રાજ્યસભા-લોકસભા 2 વાગ્યા સુધી સ્થગિત

ગૌતમ અદાણી (Gautam Adani) મુદ્દે ચર્ચાની માગ સાથે વિપક્ષે સંસદ (Parliament)માં આજે પણ ભારે હોબાળો કર્યો છે. રાજ્યસભા અને લોકસભામાં ભારે હંગામો થતાં બંને ગૃહોની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરી દેવાઇ છે. સંસદમાં હોબાળોબજેટ રજૂ થયા બાદ સંસદમાં એક પણ દિવસ ચર્ચા થઈ નથી. ગૌતમ અદાણી કેસને લઈને વિપક્ષી દળો સંસદના બંને ગૃહોમાં સતત હોબાળો મચાવી રહ્યા છે અને આ મુદ્દે સંસદીય સમિતિની રચના કરવાની મા
અદાણી મુદ્દે સંસદમાં વિપક્ષનો હોબાળો  રાજ્યસભા લોકસભા 2 વાગ્યા સુધી સ્થગિત
ગૌતમ અદાણી (Gautam Adani) મુદ્દે ચર્ચાની માગ સાથે વિપક્ષે સંસદ (Parliament)માં આજે પણ ભારે હોબાળો કર્યો છે. રાજ્યસભા અને લોકસભામાં ભારે હંગામો થતાં બંને ગૃહોની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરી દેવાઇ છે. 
સંસદમાં હોબાળો
બજેટ રજૂ થયા બાદ સંસદમાં એક પણ દિવસ ચર્ચા થઈ નથી. ગૌતમ અદાણી કેસને લઈને વિપક્ષી દળો સંસદના બંને ગૃહોમાં સતત હોબાળો મચાવી રહ્યા છે અને આ મુદ્દે સંસદીય સમિતિની રચના કરવાની માંગ કરી રહ્યા છે, જ્યારે શાસક પક્ષ રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચાની માંગ કરી રહ્યો છે. આજે પણ હોબાળો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી હતી. બીજી તરફ કોંગ્રેસે આજે દેશભરમાં એલઆઈસી ઓફિસની બહાર વિરોધ પ્રદર્શનની જાહેરાત કરી છે.
કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત
વિપક્ષી સાંસદોના હોબાળા વચ્ચે રાજ્યસભા અને લોકસભાની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી છે.
Advertisement

અદાણી-હિંડનબર્ગ કેસને લઈને કોંગ્રેસ આજે દેશભરમાં વિરોધ પ્રદર્શન કરી રહી છે. કામદારોએ દેશભરમાં એલઆઈસી અને એસબીઆઈની ઓફિસો સામે એક થઈને સરકાર સામે વિરોધ નોંધાવ્યો છે. તે જ સમયે, વિપક્ષી સાંસદો સંસદ સંકુલમાં ગાંધી પ્રતિમાની સામે એકઠા થયા છે. અગાઉ સંસદમાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેની ચેમ્બરમાં, વિરોધ પક્ષો અદાણી-હિંડનબર્ગ અને અન્ય મુદ્દાઓ પર વ્યૂહરચના બનાવવા માટે તેમને મળ્યા હતા. જ્યાં કોંગ્રેસ, DMK, NCP, BRS, JD(U), SP, CPM, CPI, કેરળ કોંગ્રેસ (જોસ મણિ), JMM, RLD, RSP, AAP, IUML, RJD અને શિવસેના સામેલ હતા.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.