Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

'અગ્નિપથ' યોજનાનો બિહાર સહિત દેશના 6 રાજ્યોમાં વિરોધ

સેનામાં ભરતી માટે કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલી 'અગ્નિપથ' યોજના વિરુદ્ધ દેશભરમાં ઉગ્ર પ્રદર્શન થઈ રહ્યું છે. બિહારમાં પથ્થરમારો અને ટ્રેનમાં આગચંપી થઈ છે, તો દેશના બાકીના રાજ્યોમાં પણ  તેનો જોરદાર વિરોધ થઈ રહ્યો છે. દિલ્હીથી લઈને ઉત્તર પ્રદેશ, હરિયાણા, રાજસ્થાન અને ઉત્તરાખંડ સુધી લોકો વિરોધમાં રસ્તા પર ઉતરી આવ્યા છે. 'અગ્નિપથ' યોજનાનો સૌથી મોટો વિરોધ બિહારમાં જ જોવા મળી ર
 અગ્નિપથ  યોજનાનો બિહાર સહિત દેશના 6 રાજ્યોમાં વિરોધ
સેનામાં ભરતી માટે કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલી 'અગ્નિપથ' યોજના વિરુદ્ધ દેશભરમાં ઉગ્ર પ્રદર્શન થઈ રહ્યું છે. બિહારમાં પથ્થરમારો અને ટ્રેનમાં આગચંપી થઈ છે, તો દેશના બાકીના રાજ્યોમાં પણ  તેનો જોરદાર વિરોધ થઈ રહ્યો છે. દિલ્હીથી લઈને ઉત્તર પ્રદેશ, હરિયાણા, રાજસ્થાન અને ઉત્તરાખંડ સુધી લોકો વિરોધમાં રસ્તા પર ઉતરી આવ્યા છે.
 'અગ્નિપથ' યોજનાનો સૌથી મોટો વિરોધ બિહારમાં જ જોવા મળી રહ્યો છે. બુધવારે અહીંના મુઝફ્ફરપુર અને બક્સરમાં જોરદાર પ્રદર્શન થયું હતું. વિરોધને પગલે ટ્રેનોની અવરજવર અટકાવવી પડી હતી તો બીજી તરફ નેશનલ હાઈવે પણ બ્લોક કરી દેવામાં આવ્યો હતો.
બિહારમાં સેનામાં જોડાવા તૈયારી કરી રહેલા યુવકોએ ઇન્ટરસિટી એક્સપ્રેસને આગ ચાંપી દીધી. સ્ટેશનના પ્લેટફોર્મ પર તોડફોડ કરાઇ હતી અને રેલવે ટ્રેક પર આગચંપી કરી હતી. આરા સ્ટેશન પર પથ્થરમારો કરાયો હતો. જ્યારે બક્સરમાં રોષે ભરાયેલા વિદ્યાર્થીઓએ ડુમરાવ રેલવે સ્ટેશનને આગ ચાંપી, સુવિધા એક્સપ્રેસની એસી બોગીના કાચ તોડી નાખ્યા હતા. નવાદામાં પણ યુવકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. 
બિહારના જહાનાબાદમાં અગ્નિપથ યોજનાને લઈને જોરદાર વિરોધ થઈ રહ્યો છે. જહાનાબાદમાં, વિદ્યાર્થીઓએ ટ્રેન રોકી અને ટાયરો સળગાવ્યા હતા. આ વિદ્યાર્થીઓએ બિહાર સરકાર અને કેન્દ્ર સરકાર પાસે માંગ કરી છે કે 16 વર્ષની સેવા પુનઃસ્થાપિત કરવામાં આવે. વિદ્યાર્થીઓ કહે છે કે અમે આટલી મહેનત કરીને તૈયારી કરી રહ્યા છીએ અને સરકાર કઈ નીતિ હેઠળ અમને ચાર વર્ષની નોકરી આપી રહી છે. બાકીના સમય માટે શું કરીશું? 
અગાઉ મુઝફ્ફરપુરમાં રોડ પર આગચંપી અને બક્સરમાં રેલ્વે ટ્રેક પર પ્રદર્શન થયું હતું. બક્સરમાં યુવકોએ ટ્રેન પર પથ્થરમારો કર્યો હતો 
'અગ્નિપથ' યોજનાનો રાજસ્થાનમાં પણ વિરોધ થઈ રહ્યો છે. જયપુરમાં યુવાનો એકઠા થયા હતા અને નારેબાજી કરી હતી. યુવાનોએ જયપુર-દિલ્હી હાઈવે (NH-8) બ્લોક કરી દીધો હતો. યુવાનોના વિરોધને કારણે દિલ્હી-અજમેર હાઈવે પણ જામ થઈ ગયો હતો. દેખાવકારો એક કલાકથી વધુ સમય સુધી હાઇવે પર અટવાયા હતા. 
Advertisement
Tags :
Advertisement

.