Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ભગવંત માન માત્ર રબર સ્ટેમ્પ, પંજાબના અધિકારીઓ સાથે કેજરીવાલની બેઠક બાદ વિપક્ષ આક્રમક

પંજાબની ભગવંત માન સરકારને લઇને નવો વિવાદ સાામે આવ્યો છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પંજાબના મુખ્ય સચિવ અને પંજાબના વીજળી વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે દિલ્હીમાં બેઠક યોજી હતી. આ પંજાબના મુખ્યમંત્રી બેઠકમાં ભગવંત માનની ગેરહાજરીના કારણે પંજાબ સરકાર વિપક્ષી પાર્ટીઓના નિશાના પર આવી છે. પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ સિવાય ભાજપ અને કોંગ્રેસે પણ ભગવંત મàª
ભગવંત માન માત્ર રબર સ્ટેમ્પ  પંજાબના અધિકારીઓ સાથે કેજરીવાલની બેઠક બાદ વિપક્ષ આક્રમક
પંજાબની ભગવંત માન સરકારને લઇને નવો વિવાદ સાામે આવ્યો છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પંજાબના મુખ્ય સચિવ અને પંજાબના વીજળી વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે દિલ્હીમાં બેઠક યોજી હતી. આ પંજાબના મુખ્યમંત્રી બેઠકમાં ભગવંત માનની ગેરહાજરીના કારણે પંજાબ સરકાર વિપક્ષી પાર્ટીઓના નિશાના પર આવી છે. પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ સિવાય ભાજપ અને કોંગ્રેસે પણ ભગવંત માન સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. વિપક્ષે ભગવંત માનને ‘રબર સટેમ્પ’ ગણાવ્યયા છે.
Advertisement

પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહે ટ્વીટ કરીને કહ્યું ‘જે વસ્તુનો ડર હતો તે જ થયું. અરવિંદ કેજરીવાલે ઘણા સમય પહેલા પંજાબ પર કબજો જમાવી લીધો હતો. ભગવંત માન માત્ર રબર સ્ટેમ્પ છે, જે પહેલેથી જ ફિક્સ હતું. હવે કેજરીવાલે દિલ્હીમાં પંજાબના અધિકારીઓ સાથે બેઠકની અધ્યક્ષતા કરીને તે સાચું સાબિત કર્યું છે.’

વિરોધ પક્ષોએ કેજરીવાલ પર દિલ્હીથી રિમોટ કંટ્રોલ દ્વારા પંજાબ ચલાવવાનો આરોપ લગાવ્યો છે. પંજાબ પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ અમરિંદર સિંહ રાજા, પૂર્વ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુ, ભાજપના મનજિંદર સિરસા અને અકાલી દળના દલજીત ચીમાએ ટ્વિટ કરીને AAP સરકાર પર નિશાન સાધ્યું છે. પંજાબ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ નવજોત સિદ્ધુએ કહ્યું કે ભગવંત માનની ગેરહાજરીમાં IAS અધિકારીઓને અરવિંદ કેજરીવાલે બોલાવ્યા હતા. જે વાસ્તવિક મુખ્યમંત્રી અને દિલ્હીના રિમોટ કંટ્રોલનો પર્દાફાશ કરે છે. તે સંઘવાદના ઉલ્લંઘન સાથે પંજાબનું પણ અપમાન છે. આ અંગે બંનેએ જવાબ આપવો પડશે.

કેજરીવાલનું પગલું ગેરબંધારણીયઃ બાજવા
પંજાબ કોંગ્રેસના વરિષ્ઠ નેતા પ્રતાપ સિંહ બાજવાએ કહ્યું કે આ (પંજાબ) સરકાર ચંદીગઢથી નહીં પણ દિલ્હીથી ચાલી રહી છે. બે દિવસ પહેલા અરવિંદ કેજરીવાલે પંજાબના મુખ્ય સચિવ, પાવર સેક્રેટરી (દિલ્હીમાં)ને ફોન કર્યો હતો. તે ગેરબંધારણીય છે અને પંજાબ પર પરોક્ષ નિયંત્રણ છે. પ્રતાપ સિંહ બાજવાએ વધુમાં કહ્યું કે, સરકાર ગુનેગારો સામે પગલાં  નથી લઈ રહી. સરકાર કે પોલીસનો કોઈને ડર નથી. કોઈ તમને સરકાર તરીકે ગંભીરતાથી લઈ રહ્યું નથી. તમે લોકોને કેવી રીતે સુરક્ષિત કરશો?
Advertisement

ભગવંત માન અને કેજરીવાલે માફી માંગવી જોઈએઃ સિરસા
બીજેપી નેતા મનજિંદર સિંહ સિરસાએ કહ્યું કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કઇ સત્તા પ્રમણે કોની સાથે બેઠક કરી? મુખ્યમંત્રીની ગેરહાજરીમાં પંજાબ સરકારના અધિકારીઓ કેવી રીતે ગયા? શું સીએમ ભગવંત માનને આ બેઠકની જાણ હતી? જો હા તો તેમણે અને કેજરીવાલે પંજાબના સન્માનને ઠેસ પહોંચાડવા બદલ પંજાબીઓની માફી માંગવી જોઈએ. આ અસ્વીકાર્ય છે.
Tags :
Advertisement

.