આ સ્થળે સરકારી શાળામાં ધ્વજવંદન બાદ અફીણ પીરસાયું
રાજસ્થાનના બાડમેર જિલ્લાના ગુડામાલાની બ્લોકની રાવલીનાડી સરકારી શાળામાં સ્વતંત્રતા દિવસના (Independence Day) કાર્યક્રમ બાદ અફીણ (Opium) પીરસાયાનો બનાવ સામે આવ્યો છે. જોકે શિક્ષણ વિભાગના અધિકારીઓનું કહેવું છે કે, કાર્યક્રમ પૂર્ણ થયાં બાદ ગામના લોકોએ પોતાની રીતે અફીણ મંગાવીને તેનું સેવન કર્યું હતું પરંતુ વિભાગે આ મામલે તપાસ શરૂ કરી દીધી છે.શાળામાં અફીણની (Opium) પાર્ટી ચાલતી હોય તે ઘટનાનો વીડિયà«
12:55 PM Aug 16, 2022 IST
|
Vipul Pandya
રાજસ્થાનના બાડમેર જિલ્લાના ગુડામાલાની બ્લોકની રાવલીનાડી સરકારી શાળામાં સ્વતંત્રતા દિવસના (Independence Day) કાર્યક્રમ બાદ અફીણ (Opium) પીરસાયાનો બનાવ સામે આવ્યો છે. જોકે શિક્ષણ વિભાગના અધિકારીઓનું કહેવું છે કે, કાર્યક્રમ પૂર્ણ થયાં બાદ ગામના લોકોએ પોતાની રીતે અફીણ મંગાવીને તેનું સેવન કર્યું હતું પરંતુ વિભાગે આ મામલે તપાસ શરૂ કરી દીધી છે.
શાળામાં અફીણની (Opium) પાર્ટી ચાલતી હોય તે ઘટનાનો વીડિયો વાયરલ થયો છે. વાયરલ વીડિયોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે શાળા પરિસરમાં અનેક લોકો અફીણ (Opium) અને ડોડાનું સેવન કરી રહ્યાં છે. લગભગ બે થી ત્રણ કલાક સુધી ઘણાં લોકોએ નશીલા પદાર્થોનું સેવન કર્યું.
શાળામાં સવારે 8 વાગ્યે સ્વાધીનતા દિવસનો કાર્યક્રમ શરૂ થયો. કાર્યક્રમમાં શાળાના શિક્ષકો, વાલીઓ અને ગામના લોકો સામેલ થયાં. સાંસ્કૃતિક કાર્યક્રમના આયોજન બાદ કાર્યક્રમ ર્ણ થયો હતો. જે બાદ શાળાના શિક્ષકો અને અન્ય કર્મચારીઓ નિકળી ગયા હતા પરંતુ લોકો ત્યાં જ રોકાયા અને તેમણે અફીણ અને ડોડાનું સેવન કર્યું. જણાવવામાં આવ્યું કે, માદક પદાર્થના સેવનના વાયરલ વીડિયોમાં શાળાના કેટલાક બાળકો પણ જોવા મળ્યા હતા પરંતુ તે સ્પષ્ટ નથી કે, તે બાળકોએ માદક પદાર્થોનું સેવક કર્યું હતું કે નહી.
આ મામલે બ્લોક શિક્ષણ અધિકારી ઓમપ્રકાશ બિશ્નોઈનું કહેવું છે કે, કાર્યક્રમ પૂર્ણ થયાં બાદ ગામના લોકો અહીં રોકાયા હતા અને વાયરલ વીડિયોમાં ત્યાં લોકો અફીણનું સેવન કરતા નજર આવી રહ્યાં છે. તેમાં શાળાના કોઈ પણ વ્યક્તિઓ સામેલ નહોતા અને ના તો શાળા દ્વારા કોઈ માદક પદાર્થ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા હતા. અધિકારીએ કહ્યું કે, શાળા ખુલતાની સાથે જ તપાસ શરૂ કરી દેવામાં આવશે અને જે પણ સત્ય હશે તે સામે આવ્યા બાદ તેના આધારે કાર્યવાહી કરવામાં આવશે.
Next Article