Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આ મેળામાં છે માત્ર સ્ત્રીઓને આવવાની મંજૂરી, જો કોઇ પુરુષ આવી ચઢે તો ભાગી જવું પડે છે!

અહીં માત્ર 'સહેલિયોં' જ મળે છે એન્ટ્રી, મેળામાં  સાથે જોડાયેલી છે નાની, દાદી, કાકી અને મામીની યાદો. હરિયાળી અમાવસ નિમિત્તે શુક્રવારે ઉદયપુરના ફતેહસાગર તળાવ અને સહેલિયોં કી બારીમાં મહિલાઓનો ખાસ મેળો ચાલી રહ્યો છે. શહેરની તમામ મહિલાઓ પોતાની દીકરીઓ, વહુઓ, અને પોતાની સહેલિયો સાથે સાથે મેળાની મજા માણી રહી છે.રાજસ્થાનમાં મહિલા સશક્તીકરણનું શ્રેષ્ઠ ઉદાહરણહરિયાળી અમાવસ નિમિત્તે શુક્àª
આ મેળામાં છે માત્ર સ્ત્રીઓને આવવાની મંજૂરી  જો કોઇ પુરુષ આવી ચઢે તો ભાગી જવું પડે છે
અહીં માત્ર 'સહેલિયોં' જ મળે છે એન્ટ્રી, મેળામાં  સાથે જોડાયેલી છે નાની, દાદી, કાકી અને મામીની યાદો. હરિયાળી અમાવસ નિમિત્તે શુક્રવારે ઉદયપુરના ફતેહસાગર તળાવ અને સહેલિયોં કી બારીમાં મહિલાઓનો ખાસ મેળો ચાલી રહ્યો છે. શહેરની તમામ મહિલાઓ પોતાની દીકરીઓ, વહુઓ, અને પોતાની સહેલિયો સાથે સાથે મેળાની મજા માણી રહી છે.

રાજસ્થાનમાં મહિલા સશક્તીકરણનું શ્રેષ્ઠ ઉદાહરણ
હરિયાળી અમાવસ નિમિત્તે શુક્રવારે રાજસ્થાનના ઉદયપુરમાં ઐતિહાસિક ફતેહ સાગર તળાવ અને સહેલિયોં કી બારીમાં મહિલાઓનો મેળો ચાલી રહ્યો છે. શહેરની તમામ મહિલાઓ પોતાની દીકરીઓ, વહુઓ, મિત્રો સાથે મેળાની મજા માણી રહી છે. આમાં માત્ર મહિલાઓ એટલે કે સહેંલિયોને જ એન્ટ્રી છે. પુરૂષો પર સંપૂર્ણ પ્રતિબંધ છે. આ મેળો રાજસ્થાનમાં મહિલા સશક્તિકરણનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. 
 

ભૂલેચૂકે કોઇ પુરુષ આવી ચઢો તો આવી જ બને
ફતેહસાગર તળાવ અને સહેલિયોં કી બારી માર્ગ પર આવેલી મીઠાઈની દુકાનોમાં મહિલાઓ રાબડી અને માલપુયાનો સ્વાદ માણી રહી છે તો પાણીપુરી, કચોરી, સમોસા, ચાટ વગેરેની પણ મજા માણી રહી છે. તેમની સહેલિયો સાથે આવેલી મહિલાઓને ઝુલા, ચકડોળ, ચકરીમાં રાઇડની ખૂબ જ મજા આવે છે. રંગબેરંગી વેશભૂષામાં મહિલાઓની વાતોથી  મેળો રળિયામણો લાગે છે. ગામડા અને શહેરની મહિલાઓ આ દિવસે ઘરેથી ભોજન બનાવે છે અને  સહેલિયોના બગીચામાં તેમના મિત્રો સાથે સમૂહ ભોજન કરે છે. જો આ મેળામાં ભૂલેચૂકે કોઇ પુરુષ આવી ચઢો તો આવી જ બને તમામ મહિલાઓ તેની પૂછપરછ કરવાનું શરૂ કરે છે અને તેને બહાર ઘકેલી દે છે.  માત્ર આ વિસ્તારના  દુકાનદારો અને પોલીસ અધિકારીઓને વિશેષ છૂટ છે,  જો કે મહિલાઓ જ આ સમગ્ર મેળાનું આયોજન કરે છે.

124 વર્ષથી ચાલતા મેળાની અનેક  યાદો
શહેરમાં એવી કોઈ વ્યક્તિ નહીં હોય જેણે પોતાની દાદી,મા, કાકી કે ફોઇ સાથે આ મેળો ન માણ્યો હોય. આજે પણ જે મહિલાઓ અહીં આવે છે, તેઓ તેમના ઘરની મહિલાઓને ચોક્કસ યાદ કરે છે, તેઓ ચોક્કસપણે તે જગ્યાએ જાય છે જ્યાં તેઓ તેમના દાદી અને નાની સાથે આવ્યા હતા. જ્યાં તેણે તેની કાકી અને મામી સાથે પહેલીવાર ચકડોળમાં ઝૂલવાની મજા માણી હતી. મહિલાઓ આખા વર્ષ સુધી આ મેળાની રાહ જોતી હોય છે. સાવનનો મહિનો શરૂ થતાં જ તેઓ મેળાની તૈયારીઓ શરૂ કરી દે છે.


અહીં આ મેળાનો વર્ષો જૂનો ઇતિહાસ છે
લગભગ 124 વર્ષ પહેલાથી દર શ્રાવણ મહિનામાં મેવાડમાં આયોજિત આ મેળો ઉદયપુરના મહારાણા ફતેહ સિંહની મહારાણી બખ્તાવર કંવરની ભેટ છે. આ પરંપરા સદીઓથી ચાલુ છે. ઉદયપુર મેળાની શરૂઆત વર્ષ 1898માં તત્કાલિન મહારાણા ફતેહ સિંહના કાર્યકાળ દરમિયાન કરવામાં આવી હતી. વિશ્વમાં પ્રથમ વખત મહારાણા ફતહ સિંહે એકલી મહિલાઓને મેળો માણવાનો અધિકાર આપ્યો હતો. આ માટે, રાજાએ ફતેહસાગર તળાવ પર એક નૌકા વિહાર બનાવ્યું, જે પહેલા દેવલી તાલાબ તરીકે ઓળખાતું હતું, અને ત્યાં માત્ર મહિલાઓ માટે મેળાનું આયોજન કરાતું  હતું. ત્યારથી આજ સુધી આ પરંપરા ચાલુ છે.


બે દિવસનો મેળો શરૂ કર્યો
દેવલી તળાવનું નામ મહારાણા ફતહ સિંહના નામ પરથી ફતેહસાગર રાખવામાં આવ્યું હતું, જે ઉદેપુરના પ્રખ્યાત તળાવોમાંનું એક છે. પ્રથમ વખત મહારાણા ફતેહ સિંહે રાણી સાથે  ફતહ સાગરને જોવા આવ્યા હતા. તે સમયે રાણીએ મહારાણા ફતાહ સિંહ પાસે મહિલાઓ માટે મેળાનું આયોજન કરવાની માંગણી કરી હતી, જે તેમણે સ્વીકારી હતી. રાણીની અપીલ પછી રાજાએ આખું શહેર અહીં વસાવ્યું અને બે દિવસનો મેળો શરૂ કર્યો. મેળાના બીજા દિવસે માત્ર મહિલાઓ માટે જ  મેળામાં જવાની જાહેરાત કરવામાં આવી હતી.

મહારાણા સંગ્રામ સિંહે તેમના મિત્રો માટે આ સ્થળ બનાવ્યું હતું
મેવાડમાં મહિલાઓને વિશેષ દરજ્જો આપવામાં આવ્યો છે. 18મી સદીમાં જ રાજવી મહિલાઓ માટે સહેલિયોં કી બારી તત્કાલીન મહારાણા સંગ્રામ સિંહ દ્વારા બનાવવામાં આવી હતી. આ બારીમાં દરરોજ તેમની રાણીના લગ્ન સમયે આવેલી 48 સખીઓ સાથે કુદરતી વાતાવરણમાં ફરવા આવતા હતા. ત્યાર બાદ અહીં આ પ્રથા ચાલી આવે છે. 
 
Advertisement
Tags :
Advertisement

.