Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કેમિકલમાં ફક્ત પાણી જ મિક્સ કરાયું હતું : DGP

બોટાદ જીલ્લાના બરવાળામાં સર્જાયેલા લઠ્ઠાકાંડ મુદ્દે ડીજીપી આશિષ ભાટીયાએ પત્રકાર પરિષદ સંબોધતા કહ્યું કે દારુના નામે કેમિકલ પાઉચ લોકોને આપવામાં આવ્યા હતા. 460 લીટર કેમિકલ કબજે કરાયું છે અને તપાસમાં મિથેનોલ હોવાનું બહાર આવ્યું છે. જે પ્રવાહી મળ્યું તેને ચેક કરાતા તેમાં 99 ટકા મિથેનોલ મળી આવ્યું છે. કેમિકલમાં ફક્ત પાણી જ મિક્સ કરાયું હતું. તેમણે કહ્યું કે રોજીદ સહિત આસપાસના ગામના à
કેમિકલમાં ફક્ત પાણી જ મિક્સ કરાયું હતું   dgp
બોટાદ જીલ્લાના બરવાળામાં સર્જાયેલા લઠ્ઠાકાંડ મુદ્દે ડીજીપી આશિષ ભાટીયાએ પત્રકાર પરિષદ સંબોધતા કહ્યું કે દારુના નામે કેમિકલ પાઉચ લોકોને આપવામાં આવ્યા હતા. 460 લીટર કેમિકલ કબજે કરાયું છે અને તપાસમાં મિથેનોલ હોવાનું બહાર આવ્યું છે. જે પ્રવાહી મળ્યું તેને ચેક કરાતા તેમાં 99 ટકા મિથેનોલ મળી આવ્યું છે. કેમિકલમાં ફક્ત પાણી જ મિક્સ કરાયું હતું. 
તેમણે કહ્યું કે રોજીદ સહિત આસપાસના ગામના લોકોએ કેમિકલ પદાર્થ પીધો છે. આ કેસના મોટા ભાગના આરોપીને પકડી લેવાયા છે. 24 કલાકમાં મોટા ભાગના આરોપી પકડાઇ ગયા છે. 460 લીટર કેમિકલ કબજે કરાયું છે અને તપાસમાં મિથેનોલ હોવાનું બહાર આવ્યું છે. જે પ્રવાહી મળ્યું તેને ચેક કરાતા તેમાં 99 ટકા મિથેનોલ મળી આવ્યું છે. 
તેમણે કહ્યું કે જયેશે 600 લીટર કેમિકલ તેના પિતરાઇને આપ્યું હતું અને 200 લીટર ચોકડી અને 200 લીટર નાભોઇ ગામમાં આપ્યું હતું. બોટાદ જીલ્લાના 22 અને અમદાવાદ ગ્રામ્યના 6 લોકોના મોત થયા છે. 
તેમણે પત્રકાર પરિષદમાં કહ્યું કે અસરગ્રસ્તોને અમદાવાદ અને ભાવનગર હોસ્પિટલમાં દાખલ કરાયા છે. 2 લોકોના મોત હજી શંકાસ્પદ છે અને તેમના પીએમ બાદ સાચી માહિતી મળી શકે છે. આ મામલે બરવાળા, રાણપુર અને અમદાવાદ ગ્રામ્યમાં ગુના નોંધવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે આરોપી દારુ બનાવનારનો સગો થાય છે. આ કેમિકલ દવા અને અન્ય ઉપયોગ થાય છે. જયેશે સંજયને કેમિકલ આપ્યું હતું. સંજયે પિન્ટુને 200 લીટર કેમિકલ આપ્યું હતું. અત્યાર સુધી 28 લોકોના મોત થયા છે. કેમિકલમાં ફક્ત પાણી જ મિક્સ કરાયુ હતું. 
ડીજીપીએ કહ્યું કે જયેશે પ્રથમ વખત જ ઇન્ડસ્ટ્રીયલ યુઝ કેમિકલ વાપર્યું હતું અને કેમિકલની કંપનીમાંથી ચોરી કરી હતી. જયેશે કેમિકલ માટે 40 હજાર રુપિયા લીધા હતા. તેમણે કહ્યું કે  માર્ચમાં મળેલી અરજી બાદ પોલીસે કામગીરી કરી હતી અને પોલીસે કોમ્બિગ પણ કર્યું હતું તથા બરવાળાના પીએસઆઇની બદલી પણ કરાઇ હતી. 
Advertisement
Tags :
Advertisement

.