Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

મેફેડ્રોન ડ્રગ્સના 6 લાખના જથ્થા સાથે અમદાવાદના CTMથી એક ઝડપાયો

અમદાવાદ શહેરમાં ફરી એક વખત ડ્રગ્સની હેરાફેરી ઝડપાઈ છે. અમદાવાદ શહેર એસઓજી ક્રાઈમ બ્રાન્ચે 60.700 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે એક શખ્સને ઝડપી પાડયો છે.આરોપીની પૂછપરછમાં આ ડ્રગ્સ તે અમદાવાદના જ એક યુવક પાસેથી ખરીદીને લાવ્યો હોવાનું સામે આવ્યું છે.પ્રાપ્ત માહિતી મુજબ અમદાવાદ શહેર એસઓજી ક્રાઈમ બ્રાંચ દ્વારા મોહમ્મદ ફારૂક ઉર્ફે લાલા ગુલાબ મેમણ નામના યુવકને ઝડપી લેવાઇ છે.આ આરોપીનો મૂળ વ્યવ
12:33 PM Apr 13, 2022 IST | Vipul Pandya
અમદાવાદ શહેરમાં ફરી એક વખત ડ્રગ્સની હેરાફેરી ઝડપાઈ છે. અમદાવાદ શહેર એસઓજી ક્રાઈમ બ્રાન્ચે 60.700 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે એક શખ્સને ઝડપી પાડયો છે.આરોપીની પૂછપરછમાં આ ડ્રગ્સ તે અમદાવાદના જ એક યુવક પાસેથી ખરીદીને લાવ્યો હોવાનું સામે આવ્યું છે.
પ્રાપ્ત માહિતી મુજબ અમદાવાદ શહેર એસઓજી ક્રાઈમ બ્રાંચ દ્વારા મોહમ્મદ ફારૂક ઉર્ફે લાલા ગુલાબ મેમણ નામના યુવકને ઝડપી લેવાઇ છે.આ આરોપીનો મૂળ વ્યવસાય તો ડેકોરેશનનો છે, પરંતુ ડેકોરેશનના વ્યવસાયની આડમાં તે  એમડી ડ્રગ્સની હેરાફેરી કરતો હતો. અમદાવાદ શહેર ક્રાઇમબ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી હકીકતના આધારે સીટીએમ ચાર રસ્તા પાસેથી આ શખ્સની ધરપકડ કરી છે.તેની તપાસ કરતા નશીલો પદાર્થ મેફેડ્રોનનો 60.700 ગ્રામ  જથ્થો જેની  અંદાજીત બજાર કિંમત છ લાખથી વધુ છે મળી આવ્યો હતો. 

આરોપીની તપાસ કરતા તેની પાસેથી એક પ્રેસનું આઇકાર્ડ,  મોબાઇલ ફોન અને કાર સહિત કુલ ૧૧ લાખ ૩૦ હજારનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પકડાયેલા આરોપીની પૂછપરછ કરતાં સામે આવ્યું કે તેણે આ એમડી ડ્રગ્સનો જથ્થો પટવા શેરી વિસ્તારનાં જાવેદશા નામનાં શખ્સ પાસેથી ખરીદ્યો હતો.મહત્વનું છે કે જાવેદશા પટવા શેરી વિસ્તારમાં ગુનાહિત પ્રવૃતિ માટે કુખ્યાત છે. એસઓજી ક્રાઈમબ્રાંચે જાવેદશાને પકડવાની તજવીજ તેજ કરી છે..

મહત્વનું છે કે ૬ લાખથી વધુની કિંમતના ડ્રગ્સ સાથે પકડાયેલો આરોપી આ ડ્રગ્સ કોને ડિલિવર કરતો હતો, અને આ રેકેટમાં અન્ય કેટલા ડ્રગ્સ પેડલરો સામેલ છે તે દિશામાં એસઓજી ક્રાઈમ બ્રાન્ચે તપાસ શરૂ કરી છે..
Tags :
ctmdrugsGujaratFirstSOGPolice
Next Article