Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પાકિસ્તાનમાં સસ્તા લોટ માટે લોકોની ભાગદોડ, એક શખ્સનું મોત

ભારતના પડોશી દેશોની આર્થિક સ્થિતિ સૌથી ખરાબ જોવા મળી રહી છે, પછી તે શ્રીલંકા હોય કે પાકિસ્તાન. થોડા દિવસો પહેલા દુનિયાએ જોયુ કે, શ્રીલંકા કેટલી ખરાબ પરિસ્થિતિમાં આવ્યું હતું હવે આવું જ કઇંક પાકિસ્તાનમાં જોવા મળી રહ્યું છે. અહીં લોકો આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે. જીવન જરૂરિયાત લગભગ તમામ ચીજ-વસ્તુઓના ભાવ અહીં આસમાને પહોંચી ચુક્યા છે. લોટની વાત કરીએ તો તે ખરીદવા માટે લોકોની લાંà
પાકિસ્તાનમાં સસ્તા લોટ માટે લોકોની ભાગદોડ  એક શખ્સનું મોત
ભારતના પડોશી દેશોની આર્થિક સ્થિતિ સૌથી ખરાબ જોવા મળી રહી છે, પછી તે શ્રીલંકા હોય કે પાકિસ્તાન. થોડા દિવસો પહેલા દુનિયાએ જોયુ કે, શ્રીલંકા કેટલી ખરાબ પરિસ્થિતિમાં આવ્યું હતું હવે આવું જ કઇંક પાકિસ્તાનમાં જોવા મળી રહ્યું છે. અહીં લોકો આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે. જીવન જરૂરિયાત લગભગ તમામ ચીજ-વસ્તુઓના ભાવ અહીં આસમાને પહોંચી ચુક્યા છે. લોટની વાત કરીએ તો તે ખરીદવા માટે લોકોની લાંબી લાઈનો જોવા મળી રહી છે. લાહોરથી એક વીડિયો સામે આવ્યો છે જેમા લોકો લોટ માટે એકબીજા સાથે ઝઘડતા જોવા મળી રહ્યા છે. 
પાયાની સુવિધાઓ પૂરી પાડવામાં નિષ્ફળ પાક. સરકાર
પાકિસ્તાનમાં લોટ માટે સંઘર્ષ કરતા લોકો ઈંધણ અને વીજળીની પણ તંગીનો સામનો કરી રહ્યા છે. અહીં સરકાર લોકોને જીવન જરૂરિયાત ચીજ-વસ્તુઓ આપવામાં પૂરી રીતે નિષ્ફળ સાબિત થઇ રહી છે. હવે અહીં સરકારે ફ્યૂલ અને વીજળીને બચાવવા માટે ઘણા વિસ્તારોમાં દુકાનો અને મેરેજ હોલને બંધ કરી દીધા છે. લાહોરના બજારમાં સબસિડીવાળા લોટનો સ્ટોક ઓછો થઇ ગયો છે, આ સંકટ પાછળનું કારણ ખાદ્ય વિભાગ અને લોટ મિલોની વચ્ચે ગેરવહીવટને જવાબદાર ગણવામાં આવે છે. અહીં છેલ્લા બે સપ્તાહમાં લોટના ભાવમાં પ્રતિ પેકેટ 300 રૂપિયાનો વધારો થયો છે. લાહોરમાં હવે 15 કિલો લોટની થેલી 2,050 રૂપિયામાં વેચાઈ રહી છે. આવી મોંઘવારીમાં ઘણા લોકોને ખાવા માટે રોટલી પણ મળતી નથી. લોટના ભાવમાં થયેલો વધારો છેલ્લા કેટલાક દિવસોથી સરકાર દ્વારા જે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે તેમાં નવીનતમ છે. તૂટતી અર્થવ્યવસ્થા વચ્ચે પાકિસ્તાન સરકાર પણ પોતાના લોકોને પાયાની સુવિધાઓ આપવામાં નિષ્ફળ રહી છે.
ભાગદોડમાં એક શખ્સનું મોત
રિપોર્ટ અનુસાર, પાકિસ્તાનમાં લોકો મોંઘવારીથી એટલા પરેશાન છે કે તેઓ સબસિડીવાળા લોટનો શિકાર બની રહ્યા છે. સિંધ પ્રાંતના મીરપુર ખાસ જિલ્લામાંથી પણ સસ્તો લોટ મેળવવા માટે નાસભાગ મચી જવા પામી છે. આ દરમિયાન કેટલાક લોકો ગંભીર રીતે ઘાયલ પણ થયા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે લોકોને સમાચાર મળ્યા હતા કે સબસિડીવાળો લોટ મળવાનો છે, જેના પછી મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. જ્યારે બધાને લોટ ન મળી શક્યો ત્યારે લોકોએ હંગામો મચાવ્યો અને થોડી જ વારમાં નાસભાગ મચી ગઈ. જેમાં સાત બાળકોના પિતાનું મોત થયું હતું. સિંધના તમામ ભાગોમાં લોટ ખરીદવા માટે સમાન ધસારો જોવા મળી રહ્યો છે. આ ઘટના મીરપુરખાસ જિલ્લામાં કમિશનરની ઓફિસ પાસે બની હતી. ગુલિસ્તાન-એ-બલદિયા પાર્કની બહાર લોટ વેચતી બે મિની ટ્રક હતી. આ મીની ટ્રકો 10 કિલો લોટની થેલીઓ 65 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચી રહી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે લોટથી ભરેલી મીની ટ્રકને જોતા જ લોકોની ભારે ભીડ એકઠી થઈ ગઈ હતી. લોકો સ્ટોક પૂરો થઈ જશે તેવા ડરથી સૌ પ્રથમ ખરીદી કરવા માટે એકબીજાને ધક્કો મારવા લાગ્યા. પોલીસના જણાવ્યા અનુસાર, અચાનક થયેલી ભાગદોડમાં 40 વર્ષીય મજૂર હર સિંહ કોલ્હી રોડ પર પડી ગયો અને તેની ઉપરથી પસાર થતા લોકો આગળ વધી ગયા.
પાક. વિદેશી મુદ્રા એકત્ર કરવા માટે વિદેશી સંપત્તિઓ વેચી રહ્યું છે
પાકિસ્તાનમાં રાશન, વીજળી અને ગેસ, પેટ્રોલ અને ડીઝલની ભારે અછત સર્જાતી જોવા મળી રહી છે. જનતા મોંઘવારીની ફરિયાદ કરી રહી છે. પાકિસ્તાનમાં આર્થિક સંકટ સતત વધી રહ્યું છે. ત્યારે સરકાર દ્વારા શું પગલા લેવાઇ રહ્યા છે તે સ્થાનિક જનતાનો સવાલ છે. પરંતુ જનતાનું નેતાઓ કેટલું સાંભળે છે તે કહેવાની જરૂર નથી. મળી રહેલી માહિતી અનુસાર, વિદેશી મુદ્રા સંકટનો સામનો કરી રહેલું પાકિસ્તાન એક વર્ષમાં બીજી વખત સાઉદી અરેબિયા પાસેથી લોન લેશે. પાકિસ્તાન વિદેશી મુદ્રા એકત્ર કરવા માટે વિદેશી સંપત્તિઓ વેચી રહ્યું છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી ઈશાક ડારે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું કે સરકારની સ્થિતિ એવી છે કે સરકાર યુરો બોન્ડ પણ જારી કરી શકતી નથી.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Advertisement
Tags :
Advertisement

.