નવા વર્ષથી આ રૂટ પર દોડશે દેશની વધુ એક વંદે ભારત ટ્રેન, ઓગસ્ટ 2023 સુધીમાં 75 શહેરોને જોડવાની છે યોજના
સિકંદરાબાદથી વિજયવાડા વચ્ચે દોડશે વંદેભારત ટ્રેન ભારતીય રેલ્વે દ્વારા મુસાફરોની સુવિધાઓ પર સતત કામ કરવામાં આવી રહ્યું છે. પીએમ મોદીએ ઓગસ્ટ 2023 સુધીમાં સેમી-હાઈ સ્પીડ ટ્રેન વંદે ભારત એક્સપ્રેસ દ્વારા દેશના 75 શહેરોને જોડવાની જાહેરાત કરી હતી. અત્યાર સુધી દેશમાં પાંચ રૂટ પર વંદે ભારત ટ્રેન શરૂ કરવામાં આવી છે. હવે રેલવે નવા રૂટ પર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન શરૂ કરવાની તૈયારી કરી રહ્àª
07:26 AM Dec 06, 2022 IST
|
Vipul Pandya
સિકંદરાબાદથી વિજયવાડા વચ્ચે દોડશે વંદેભારત ટ્રેન
ભારતીય રેલ્વે દ્વારા મુસાફરોની સુવિધાઓ પર સતત કામ કરવામાં આવી રહ્યું છે. પીએમ મોદીએ ઓગસ્ટ 2023 સુધીમાં સેમી-હાઈ સ્પીડ ટ્રેન વંદે ભારત એક્સપ્રેસ દ્વારા દેશના 75 શહેરોને જોડવાની જાહેરાત કરી હતી. અત્યાર સુધી દેશમાં પાંચ રૂટ પર વંદે ભારત ટ્રેન શરૂ કરવામાં આવી છે. હવે રેલવે નવા રૂટ પર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન શરૂ કરવાની તૈયારી કરી રહ્યું છે. આ દેશની છઠ્ઠી વંદે ભારત ટ્રેન હશે અને તે સિકંદરાબાદ (તેલંગાણા) થી વિજયવાડા (આંધ્રપ્રદેશ) વચ્ચે દોડશે.
ટ્રેન ક્યારથી શરૂ થશે તેની તારીખની જાહેરાત હજુ બાકી
રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે અગાઉ પણ આ રૂટ પર વંદે ભારત ટ્રેન ચલાવવાનું કહ્યું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર સિકંદરાબાદ અને વિજયવાડા વચ્ચે ચાલનારી વંદે ભારત નવા વર્ષે શરૂ થશે. જો કે તેની તારીખ અંગે હજુ કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. રેલવે અધિકારીઓ દ્વારા ટ્રેકનું અપગ્રેડેશન પૂર્ણ થયા બાદ તારીખ જાહેર કરવામાં આવશે.
આ ટ્રેન બાદ દક્ષિણ ભારતની વધુ એક વંદેભારત ટ્રેન શરૂ થશે
એવી પણ અપેક્ષા રાખવામાં આવે છે કે સિકંદરાબાદથી વિજયવાડા જતી વંદે ભારત ટ્રેન કાઝીપેટ જંક્શન થઈને ગંતવ્ય સ્થાને પહોંચશે. આ ટ્રેન શરૂ થતાં જ દક્ષિણ ભારતમાં અન્ય રૂટ પર વંદે ભારત શરૂ થશે. દક્ષિણ ભારતમાં પ્રથમ વંદે ભારત ટ્રેન ચેન્નાઈથી મૈસુર સુધી નવેમ્બરમાં ચલાવવામાં આવી હતી.
પી.એમ મોદી લીલીઝંડી બતાવે તેવી કેન્દ્રિય મંત્રીની ઇચ્છા
ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય મંત્રી જી કૃષ્ણન રેડ્ડી ઈચ્છે છે કે પીએમ મોદી સિકંદરાબાદ-વિજયવાડા ટ્રેનને લીલી ઝંડી બતાવે.રેડ્ડી હાલમાં સિકંદરાબાદથી લોકસભા સાંસદ છે. સૂત્રોએ એવો પણ દાવો કર્યો છે કે રેલવે સિકંદરાબાદ-વિજયવાડા રૂટને વિશાખાપટ્ટનમ સુધી લંબાવવાની યોજના બનાવી રહી છે અને તે ફેબ્રુઆરી 2023 સુધીમાં પૂર્ણ થઈ શકે છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Next Article