ઈંગ્લેન્ડ સામે હાર બાદ ટીમ ઈન્ડિયાને વધુ એક ફટકો, સ્ટાર ખેલાડી ઈજાગ્રસ્ત
મહિલા ક્રિકેટ ટીમ વર્લ્ડ કપ મેચ રમી રહી છે. ગઇ કાલે એટલે કે બુધવારના રોજ ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડમાં ભારત સામેની મેચ હારી ગઈ હતી. આ હારથી ટીમ ઈન્ડિયાને વધુ એક આંચકો લાગ્યો છે. ટીમ ઈન્ડિયાની સ્ટાર મહિલા ક્રિકેટર ઈજાગ્રસ્ત થઈ ગઇ છે.આ મેચમાં ટીમની વાઈસ કેપ્ટન હરમનપ્રીત કૌરે શાનદાર કેચ પકડ્યો હતો. પરંતુ આ દરમિયાન તે કેચ લેતી વખતે ઈજાગ્રસ્ત થઈ ગઈ હતી. જેથી હવે ટીમ ઈન્ડિયામાં ચિંતાનું વાતàª
મહિલા ક્રિકેટ ટીમ વર્લ્ડ કપ મેચ રમી રહી છે. ગઇ કાલે એટલે કે બુધવારના રોજ ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડમાં ભારત સામેની મેચ હારી ગઈ હતી. આ હારથી ટીમ ઈન્ડિયાને વધુ એક આંચકો લાગ્યો છે. ટીમ ઈન્ડિયાની સ્ટાર મહિલા ક્રિકેટર ઈજાગ્રસ્ત થઈ ગઇ છે.
આ મેચમાં ટીમની વાઈસ કેપ્ટન હરમનપ્રીત કૌરે શાનદાર કેચ પકડ્યો હતો. પરંતુ આ દરમિયાન તે કેચ લેતી વખતે ઈજાગ્રસ્ત થઈ ગઈ હતી. જેથી હવે ટીમ ઈન્ડિયામાં ચિંતાનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ઈંગ્લેન્ડ જ્યારે બેટિંગ કરી રહ્યું હતું ત્યારે રાજેશ્વરી ગાયકવાડ 25મી ઓવરમાં બોલિંગ કરી રહી હતી. હરમનપ્રીત કૌર પોતાની તરફ આવી રહેલા બોલને પકડવા માટે હવામાં કૂદી રહી હતી. પરંતુ આ દરમિયાન કેચ લેતી વખતે તેની ગરદન અને પીઠમાં સમસ્યા થઈ ગઈ હતી. તેના કેચનો વિડીયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. થોડી જ વારમાં, તે ફિલ્ડિંગ કરતી વખતે લપસી ગઇ અને પડી ગઇ. ડૉક્ટરોએ મેદાનમાં આવીને તેની તપાસ કરી. ઈજાના કારણે તેને મેચ દરમિયાન મેદાન છોડવાનો વારો આવ્યો હતો.
મહિલા ક્રિકેટ ટીમે ઈંગ્લેન્ડ સામે 134 રન બનાવ્યા હતા. સ્મૃતિ મંધાનાએ 35 જ્યારે રિચા ઘોષે 33 રન બનાવ્યા છે. તમામની નજર મહિલા ટીમના પ્રદર્શન પર ટકેલી છે. હરમનપ્રીત કૌર ક્યારે મેદાનમાં પરત ફરે છે તે જોવું રહ્યું. તેની ઈજાના કારણે મહિલા ટીમ ઈન્ડિયાની ચિંતા વધી ગઇ છે.
Advertisement