એકવાર ફરી વિરાટ કોહલી બન્યો કિંગ, T20I મા આવું કરનાર પ્રથમ બેટ્સમેન બન્યો
T20 વર્લ્ડ કપ 2022 (T20 World Cup 2022) ની મેચમાં આજે ભારતનો સામનો ઈંગ્લેન્ડની સામે છે. એડીલેડમાં રમાઈ રહેલી સેમીફાઈનલ (Semi Final) મેચમાં ઈંગ્લેન્ડે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે અને ભારતને પ્રથમ બેટિંગનું આમંત્રણ આપ્યું. આ મેચમાં આજે વિરાટ કોહલી (Virat Kohli) એ એક ખાસ રેકોર્ડ બનાવ્યો છે. તેણે T20 ટૂર્નામેન્ટમાં 4,000 રન પૂરા કર્યા છે. આવું કરનાર તે વિશ્વનો પ્રથમ ખેલાડી બન્યો છે.વિરાટ કોહલીએ આ રેકોર્ડ બનàª
T20 વર્લ્ડ કપ 2022 (T20 World Cup 2022) ની મેચમાં આજે ભારતનો સામનો ઈંગ્લેન્ડની સામે છે. એડીલેડમાં રમાઈ રહેલી સેમીફાઈનલ (Semi Final) મેચમાં ઈંગ્લેન્ડે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે અને ભારતને પ્રથમ બેટિંગનું આમંત્રણ આપ્યું. આ મેચમાં આજે વિરાટ કોહલી (Virat Kohli) એ એક ખાસ રેકોર્ડ બનાવ્યો છે. તેણે T20 ટૂર્નામેન્ટમાં 4,000 રન પૂરા કર્યા છે. આવું કરનાર તે વિશ્વનો પ્રથમ ખેલાડી બન્યો છે.
વિરાટ કોહલીએ આ રેકોર્ડ બનાવ્યો
ઇંગ્લેન્ડ સામે રમાયેલી T20 વર્લ્ડ કપ 2022ની બીજી સેમીફાઇનલમાં વિરાટ કોહલીએ પોતાની ઝડપી અને સ્ટાઇલિશ બેટિંગથી દર્શકોને દંગ કરી દીધા હતા. આ સાથે તેણે ઘણા રેકોર્ડ પોતાના નામે કર્યા છે. કોહલીએ 42 રન બનાવતાની સાથે જ T20 ઈન્ટરનેશનલમાં ઈતિહાસ રચી દીધો છે. વિરાટ કોહલી T20 ઈન્ટરનેશનલમાં 4000 રન બનાવનાર વિશ્વનો પ્રથમ ખેલાડી બની ગયો છે. કિંગ કોહલીએ 115મી મેચની 107મી ઇનિંગમાં આ કારનામો કર્યો છે. આ સાથે તેમણે વધુ એક મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. કિંગ કોહલી T20 વર્લ્ડ કપમાં 1100 રન બનાવનાર પ્રથમ ખેલાડી પણ છે.
Advertisement
VIRAT KOHLI 👑
He becomes the first player to cross 4⃣0⃣0⃣0⃣ T20I runs!#T20WorldCup | #INDvENG | 📝: https://t.co/PgKzpNaatB pic.twitter.com/F4v9ppWfVo
— ICC (@ICC) November 10, 2022
વર્લ્ડ કપમાં અત્યાર સુધીમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
મહત્વનું છે કે, કોહલીએ આજે આ ટૂર્નામેન્ટમાં ચોથી સદી ફટકારી છે. જેમાં 4 ફોર અને 1 સિક્સ સામેલ હતી, પરંતુ અડધી સદી ફટકાર્યા બાદ જ તે ક્રિસ જોર્ડન દ્વારા આઉટ થયો હતો. તે જાણીતું છે કે કોહલીને ચાર હજારીનો રેકોર્ડ બનાવવા માટે માત્ર 42 રનની જરૂર હતી. જે તેણે શાનદાર રમત બતાવીને સરળતાથી હાંસલ કરી દીધો હતો. કોહલી આજે જ્યારે મેદાન પર બેટિંગ કરવા આવ્યો ત્યારે તેણે ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટમાં અત્યાર સુધીમાં 3,958 રન બનાવ્યા હતા. તે જાણીતું છે કે કોહલી આ વર્લ્ડ કપમાં અત્યાર સુધીમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન પણ છે. કિંગ કોહલીએ હવે 115 T20 મેચોની 107 ઇનિંગ્સમાં 53.34ની એવરેજથી 4001 રન બનાવ્યા છે. 122 રનની સદી ઉપરાંત 36 અડધી સદી પણ તેના નામે છે.
T20 આંતરરાષ્ટ્રીયમાં સૌથી વધુ રન
વિરાટ કોહલી T20 ઈન્ટરનેશનલમાં 4000 રન પૂરા કરનાર વિશ્વનો એકમાત્ર બેટ્સમેન બની ગયો છે. આ યાદીમાં ભારતીય ટીમનો કેપ્ટન રોહિત શર્મા 148 મેચમાં 3853 રન સાથે બીજા સ્થાને છે. 3531 રન બનાવનાર ન્યૂઝીલેન્ડના માર્ટિન ગુપ્ટિલ ત્રીજા સ્થાને છે. પાકિસ્તાનનો કેપ્ટન બાબર આઝમ 3323 રન સાથે ચોથા અને પોલ સ્ટર્લિંગ 3181 રન સાથે પાંચમા સ્થાને છે.
- વિરાટ કોહલી - 4001 રન
- રોહિત શર્મા - 3853 રન
- માર્ટિન ગુપ્ટિલ - 3531
- બાબર આઝમ- 3323
- પોલ સ્ટર્લિંગ - 3181
વિરાટ કોહલી શાનદાર ફોર્મમાં
આ વર્લ્ડકપમાં વિરાટ કોહલીના બેટથી ખૂબ જ રન આવી રહ્યા છે. 6 મેચમાં 289 રન સાથે તે T20 વર્લ્ડ કપ 2022માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે. તેણે 6 ઇનિંગ્સમાં 3 અડધી સદી ફટકારી છે. પાકિસ્તાન સામે તેની 82 રનની ઈનિંગ આ ટૂર્નામેન્ટમાં તેની સૌથી મોટી ઈનિંગ છે.
Virat Kohli brings up a magnificent fifty but departs immediately!#INDvENG | 📝: https://t.co/PgKzpNaatB
Head to our app and website to follow the #T20WorldCup action 👉 https://t.co/76r3b7lACy pic.twitter.com/V7uvU0WEX6
— ICC (@ICC) November 10, 2022
ઈંગ્લેન્ડ સામેની સેમીફાઈનલ મેચની વાત કરીએ તો કોહલી 35 બોલમાં 3 ચોક્કા અને એક છક્કાની મદદથી 43 રન રમી રહ્યો છે. જ્યારે રોહિત શર્મા 27, સૂર્યકુમાર યાદવ 14 અને કેએલ રાહુલ 5 રન બનાવીને આઉટ થયા હતા. અત્યાર સુધી ટીમ ઈન્ડિયાએ 15 ઓવરમાં 3 વિકેટે 100 રન બનાવ્યા છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Advertisement