Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ભુજના માધાપર હાઈવે પર અજાણ્યા શખ્સોએ યુવક પર ઉપરાછાપરી છરીના ઘા ઝીંકી ઢીમ ઢાળી દીધું

ભૂજના માધાપર શેખપીર ધોરીમાર્ગ પર ગત રાત્રિએ એક યુવકની પેટમાં છરીના ઘા મારી અજાણ્યા ઈસમોએ હત્યા નિપજાવી ફરાર થઇ ગયાની ઘટના પ્રકાશમાં આવતા ચકચાર પ્રસરી જવા પામી છે. અંજાર તાલુકાના બુઢારમોરા ગામનો યુવક તેના પુત્રને લેવા જતી વેળાએ ગત રાત્રીના 9.30થી 10 વાગ્યા દરમ્યાન કોઈ અજાણ્યા ઈસમોએ તેને ધારદાર હથિયાર વડે ગંભીર ઈજાઓ પહોંચાડી મોતને ઘાટ ઉતારી ફરાર થઇ હતા. હતભાગી યુવકને તેંનો ભાઈ જીકà
ભુજના માધાપર હાઈવે પર અજાણ્યા શખ્સોએ યુવક પર ઉપરાછાપરી છરીના ઘા ઝીંકી ઢીમ ઢાળી દીધું
ભૂજના માધાપર શેખપીર ધોરીમાર્ગ પર ગત રાત્રિએ એક યુવકની પેટમાં છરીના ઘા મારી અજાણ્યા ઈસમોએ હત્યા નિપજાવી ફરાર થઇ ગયાની ઘટના પ્રકાશમાં આવતા ચકચાર પ્રસરી જવા પામી છે. અંજાર તાલુકાના બુઢારમોરા ગામનો યુવક તેના પુત્રને લેવા જતી વેળાએ ગત રાત્રીના 9.30થી 10 વાગ્યા દરમ્યાન કોઈ અજાણ્યા ઈસમોએ તેને ધારદાર હથિયાર વડે ગંભીર ઈજાઓ પહોંચાડી મોતને ઘાટ ઉતારી ફરાર થઇ હતા. હતભાગી યુવકને તેંનો ભાઈ જીકે જનરલ હોસ્પિટલમાં લઈ આવતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હોવાની નોંધ જીકે હોસ્પિટલની પોલીસ ચોકીમાં કરવામા આવી છે. હત્યાના બનાવ અંગે માધાપર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
અંજાર તાલુકાના બુઢારમોરા ગામનો 30 વર્ષીય યુવક જીજ્ઞેશ શામજી મિયોત્રા ગત રાત્રિના 9.30થી 10 વાગ્યા દરમ્યાન માધાપર તેના પુત્રને લેવા જતો હતો ત્યારે શેખપીર-માધાપર માર્ગે વિશાલ પેટ્રોલ પમ્પ સામે કોઈ અજાણ્યા ઈસમોએ તેને પેટના ભાગે છરીના ઘા મારી હત્યા નિપજાવી ફરાર થઇ ગયા હતા. હતભાગી યુવકને તેનો ભાઈ સંજય ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં લઈ આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. પોલીસે આ મામલે અજાણ્યા શખ્સો સામે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Advertisement
Tags :
Advertisement

.