Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

નવરાત્રિના પ્રથમ દિવસે કરો મા શૈલપુત્રીની પૂજા, જાણો દેવીને કઈ કઈ વસ્તુઓ અર્પણ કરવી જોઈએ

ચૈત્ર નવરાત્રિ 2022 શુક્રવાર, 2જી એપ્રિલ એટલે કે આવતી કાલથી શરૂ થવા જઈ રહી છે. નવરાત્રિના નવ દિવસો દરમિયાન મા દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. ભક્તો આ નવ દિવસીય ઉત્સવની શરૂઆત પ્રથમ દિવસે ઘટસ્થાપન અથવા કલશ સ્થાપન સાથે કરે છે. નવરાત્રીનો પ્રથમ દિવસ નવદુર્ગાના રૂપમાં દેવી શૈલપુત્રીને સમર્પિત છે. એવું માનવામાં આવે છે કે માતાજીની પૂજા કરવાથી જીવનમાં સ્વાસ્થ્ય અને સ્થિરતાના આ
નવરાત્રિના પ્રથમ દિવસે કરો મા શૈલપુત્રીની પૂજા  જાણો દેવીને કઈ કઈ વસ્તુઓ અર્પણ કરવી જોઈએ
ચૈત્ર નવરાત્રિ 2022 શુક્રવાર, 2જી એપ્રિલ એટલે કે આવતી કાલથી શરૂ થવા જઈ રહી છે. નવરાત્રિના નવ દિવસો દરમિયાન મા દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. ભક્તો આ નવ દિવસીય ઉત્સવની શરૂઆત પ્રથમ દિવસે ઘટસ્થાપન અથવા કલશ સ્થાપન સાથે કરે છે. નવરાત્રીનો પ્રથમ દિવસ નવદુર્ગાના રૂપમાં દેવી શૈલપુત્રીને સમર્પિત છે. એવું માનવામાં આવે છે કે માતાજીની પૂજા કરવાથી જીવનમાં સ્વાસ્થ્ય અને સ્થિરતાના આશીર્વાદ મળે છે.
દેવી શૈલપુત્રીની જન્મ કથા
દેવી શૈલપુત્રી હિમાલયના પુત્રી છે, તેમનો જન્મ પર્વત રાજા શૈલના ઘરે થયો હતો. પૌરાણિક કથાઓ અનુસાર, માતા સતીના પિતા પ્રજાપતિ દક્ષે પોતાાના ઘરમાં હવન યોજીને તમામ દેવતાઓને આમંત્રણ આપ્યું હતું, પરંતુ તેમણે ભગવાન શિવને આમંત્રણ મોકલ્યું ન હતું. જો કે, માતા સતી આમંત્રણ વિના તેમના પિતાના ઘરે હવન માટે ગયા હતા. ત્યારે રાજા દક્ષે તેમની સામે ભગવાન શિવનું ઘણું અપમાન કર્યું અને માતા સતી પોતાના પતિનું અપમાન સહન ન કરી શક્યા તેથી તેઓ આગમાં બળીને ખાખ થઈ ગયા. આ પછી તેમણે પર્વત રાજા હિમાલયની પુત્રી પાર્વતી તરીકે જન્મ લીધો. પાર્વતીએ ભગવાન શિવને પતિ સ્વરુપે મેળવવા ઘોર તપસ્યા કરી અને પ્રાર્થના કરી. તેમના ઘોર તપથી પ્રસન્ન થઇ ભગવાન બ્રહ્મા તેમના પર પ્રસન્ન થયા અને તેમને આશીર્વાદ આપ્યા કે ભગવાન શિવ સાથે તેમના લગ્ન જરુર થશે.

દેવી શૈલપુત્રીનો પોશાક
મા શૈલપુત્રીના ચિત્રાત્મક રૂપમાં માતાના બે હાથ છે, દેવીના જમણા હાથમાં ત્રિશુલ છે જ્યારે ડાબી ભૂજામાં ગુલાબી કમળ છે અને અર્ધચંદ્રાકાર આકાર તેમના લલાટમાં શોભે છે. તેઓ નંદી પર સવારી કરતા જોવા મળે છે.


માતાને આ વસ્તુઓ અર્પણ કરો
આજના દિવસે પીળા રંગના કપડા પહેરવા શુભ માનવામાં આવે છે, જે પ્રસન્નતાનું ચિન્હ દર્શાવે છે. આ સિવાય દેવી શૈલપુત્રીને માતાને દેશી ઘીમાં બનેલો પીળા રંગનો પ્રસાદ ચઢાવો. માતાને પીળા રંગના ફૂલ અર્પણ કરવા જોઇએ.
દેવી શૈલપુત્રીનું સ્ત્રોત પાઠ 
प्रथम दुर्गा त्वंहि भवसागर: तारणीम्।
धन ऐश्वर्य दायिनी शैलपुत्री प्रणमाभ्यम्॥
त्रिलोजननी त्वंहि परमानंद प्रदीयमान्।
सौभाग्यरोग्य दायनी शैलपुत्री प्रणमाभ्यहम्॥
चराचरेश्वरी त्वंहि महामोह: विनाशिन।
मुक्ति भुक्ति दायनीं शैलपुत्री प्रमनाम्यहम्॥
મંત્ર- 'ओम् शं शैलपुत्री देव्यै: नम:।' 
શ્વોક - टवन्दे वंछितलाभाय चन्द्रार्धकृतशेखराम् | वृषारूढाम् शूलधरां शैलपुत्रीं यशस्विनीम्ट
Advertisement
Tags :
Advertisement

.