Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સુશાસન દિવસ, ચૂંટાયેલી પાંખે કર્યુ વહીવટી પાંખનુ સન્માન

સ્વ. અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ નિમિત્તે 25મી ડિસેમ્બરનો દિવસ દેશભરમાં સુશાસન દિવસ તરીકે ઉજવાય છે ત્યારે વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકરે (Amit Thackeray)સુશાસન દિવસની અનોખી ઉજવણી કરી હતી. વેજલપુર (Vejalpur)વિધાનસભામાં આવતા કોર્પોરેશન સહિતના 60થી વધુ અધિકારીઓ અને કર્મચારીઓનું સુશાસન દિવસે ખાસ સન્માન કરવામાં આવ્યુ હતુ. વેજલપુર વિધાનસભાના ( Assembly)ભાજપના ધારાસભ્ય અમિત ઠાકરે સુશાસન દિવસની ઉજવણà
સુશાસન દિવસ  ચૂંટાયેલી પાંખે કર્યુ વહીવટી પાંખનુ સન્માન
સ્વ. અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ નિમિત્તે 25મી ડિસેમ્બરનો દિવસ દેશભરમાં સુશાસન દિવસ તરીકે ઉજવાય છે ત્યારે વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકરે (Amit Thackeray)સુશાસન દિવસની અનોખી ઉજવણી કરી હતી. વેજલપુર (Vejalpur)વિધાનસભામાં આવતા કોર્પોરેશન સહિતના 60થી વધુ અધિકારીઓ અને કર્મચારીઓનું સુશાસન દિવસે ખાસ સન્માન કરવામાં આવ્યુ હતુ. 
વેજલપુર વિધાનસભાના ( Assembly)ભાજપના ધારાસભ્ય અમિત ઠાકરે સુશાસન દિવસની ઉજવણીના ભાગરુપે અટલજીની તસ્વીરને માત્ર પુષ્પાંજલી કરીને સંતોષ માની લેવાના બદલે સુશાસન દિવસની અનોખી ઉજવણી કરી હતી. કોર્પોરેશન, મહેસુલ અને પોલીસ વિભાગના મળીને 60થી વધુ અધિકારીઓ અને કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યુ હતુ. વેજલપુર વિધાનસભાના તમામ કોર્પોરેટરો પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા અને તેમના હસ્તે પણ આ સન્માન કરવામાં આવ્યા હતા. કોર્પોરેશનના સફાઈ કામદારોનું પણ આ કાર્યક્રમમાં સન્માન કરવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે ગુજરાત ફર્સ્ટ સાથેની ખાસ વાતચીતમાં અમિત ઠાકરે જણાવ્યુ કે, વહીવટી પાંખનુ ચૂંટાયેલી પાંખે સન્માન કરી સુશાસન દિવસની અનોખી ઉજવણી કરી છે. વહીવટ પારદર્શક અને એકાઉન્ટેબલ બને તે દિશામાં પ્રયાસના ભાગરુપે આ સન્માન કાર્યક્રમ યોજાયો હતો. લોકોપ્રશ્નો સાથે સીધા જ સંપર્કમાં આવનારા લોકોના સન્માન કરી વેજલપુર વિધાનસભામાં અમે અને તમે નહી પણ આપણે સૌ વિકાસને લોકો સુધી પહોંચાડવા સહિયારા પ્રયાસ કરીએ તે માટે સન્માન સમારોહ યોજાયો હતો. 
વેજલપુરને લવેબલ અને લિવેબલ બનાવવાની દિશામાં પ્રયાસો અંગે વાત કરતા અમિત ઠાકરે જણાવ્યુ કે, વેજલપુર વિધાનસભાના પ્રશ્નો લગભગ આઈડેન્ટીફાય થયેલા છે અને તેના ઉકેલ માટે સાચી દિશામાં પ્રયાસો અને કામગીરી શરુ કરી દેવામાં આવી છે. શિક્ષણ, આરોગ્ય, વરસાદી પાણીનો ભરાવો, ટ્રાફીકજામ, પાર્કીંગ કે પછી સ્વચ્છતાના પ્રશ્નો હોય તમામ પર કામગીરી શરુ કરી દેવાઈ છે. કેટલાક પ્રશ્નોમાં માળખાની જરુરિયાત જણાઈ છે જે  ઊભુ કરી દેવાશે અને કેટલાક પ્રશ્નોમાં માત્ર વ્યવસ્થા જ આપવાની છે જે આપવાનું શરુ કરી દેવાયુ હોવાનું અમિત ઠાકરે જણાવ્યુ હતુ. 
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.