Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

15મી ઓગસ્ટે સન્માન થયું તે જ અધિકારી 50 હજારની લાંચ લેતા ઝડપાયા

રાજસ્થાનમાં ચોંકાવનારો બનાવ બહાર આવ્યો છે. હજું 10 દિવસ પહેલા એટલે કે 15 ઓગસ્ટના રોજ જે જિલ્લા શિક્ષણાધિકારીનું કેબિનેટ મંત્રી, કલેક્ટર, એસપી દ્વારા પ્રશંસનીય કામગીરી માટે સન્માન કરવામાં આવ્યું હતું, તે જ અધિકારી 50 હજારની લાંચ લેતા એસીબીના હાથે રંગેહાથ ઝડપાયા છે. નવાઈની વાત એ છે કે જિલ્લા શિક્ષણાધિકારી  5 દિવસ બાદ  નિવૃત્ત થવાના હતા, પરંતુ તે પહેલા જ તેઓ લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયàª
08:10 AM Aug 26, 2022 IST | Vipul Pandya
રાજસ્થાનમાં ચોંકાવનારો બનાવ બહાર આવ્યો છે. હજું 10 દિવસ પહેલા એટલે કે 15 ઓગસ્ટના રોજ જે જિલ્લા શિક્ષણાધિકારીનું કેબિનેટ મંત્રી, કલેક્ટર, એસપી દ્વારા પ્રશંસનીય કામગીરી માટે સન્માન કરવામાં આવ્યું હતું, તે જ અધિકારી 50 હજારની લાંચ લેતા એસીબીના હાથે રંગેહાથ ઝડપાયા છે. 
નવાઈની વાત એ છે કે જિલ્લા શિક્ષણાધિકારી  5 દિવસ બાદ  નિવૃત્ત થવાના હતા, પરંતુ તે પહેલા જ તેઓ લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયા હતા.
સસ્પેન્ડેડ શાળાના શિક્ષક બાબુલાલે એસીબી જેસલમેરને ફરિયાદ કરી હતી કે મારા સસ્પેન્ડ સમયગાળા દરમિયાન, પગાર અને વિભાગીય તપાસમાં મદદ કરવાના નામે, શિક્ષણ અધિકારી કેસર દાન રત્નુ 2 લાખની લાંચ માંગી રહ્યા છે. ફરિયાદની ચકાસણી 24 ઓગસ્ટના રોજ થઈ હતી અને આજે કેસર દાન રત્નુને  50 હજારની લાંચ લેતા ઝડપી લીધા હતા. 
એસીબીએ કહ્યું કે કેસર દાન રત્નુને બાડમેર જિલ્લાના ચૌહતાન શહેરમાં એક સ્ટેશનરીની દુકાનમાં દલાલ જીવનદાન આશુ સિંહ મારફત 50 હજારની લાંચ લેતી વખતે ધરપકડ કરવામાં આવી છે,જ્યારે એક દિવસ પછી  એક લાખ રૂપિયાની લાંચ આપવા પણ જણાવ્યું હતું. 
15 ઓગસ્ટના રોજ, કેબિનેટ મંત્રી હેમારામ ચૌધરી અને કલેક્ટર-એસપીએ પ્રાથમિક શિક્ષણ દ્વારા ચલાવવામાં આવતી વિવિધ યોજનાઓમાં શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ DEO કેસર દાન રત્નુનું સન્માન કરાયુ હતું. 36 વર્ષની સરકારી સેવા બાદ કેસર દાન રત્નુ આ મહિનાની 31મી તારીખે એટલે કે 5 દિવસ બાદ નિવૃત્ત થવાના હતા.
ઘરે નિવૃત્તિના કાર્યક્રમની તૈયારીઓ ચાલી રહી હતી, પરંતુ આ દરમિયાન તે લાંચ લેતા રંગે હાથે ઝડપાઈ ગયા છે. હવે એસીબીની ટીમ વિવિધ સ્થળોએ કાર્યવાહી કરી રહી છે.
Tags :
ACBbribeDEOGujaratFirstRajasthan
Next Article