Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

જુની પેન્શન યોજના લાગુ કરવાને લઈને RBIએ આપ્યું એલર્ટ, કહી આ મહત્વની વાત

RBI On Old Pension Scheme : ભારતીય રિઝર્વ બેંકે (RBI) કેટલાક રાજ્યોમાં જૂની પેન્શન સિસ્ટમ લાગુ કરવા અંગે ચેતવણી આપી છે. RBIએ કહ્યું છે કે, આના કારણે રાજ્ય સ્તરે નાણાકીય દૃષ્ટિકોણને લઈને મોટું જોખમ છે અને આગામી વર્ષોમાં તેમના માટે આવી જવાબદારી વધશે, જેના માટે નાણાંની કોઈ જોગવાઈ નથી. RBIએ સ્ટેટ ફાઇનાન્સ: અ સ્ટડી ઓફ ધ બજેટ 2022-23 શિર્ષકથી પોતાના અહેવાલમાં આ વાત કરી છે.હાલમાં જ હિમાચલ પ્રદેશે મોંઘવારી ભથ્થા સાàª
જુની પેન્શન યોજના લાગુ કરવાને લઈને rbiએ આપ્યું એલર્ટ  કહી આ મહત્વની વાત
RBI On Old Pension Scheme : ભારતીય રિઝર્વ બેંકે (RBI) કેટલાક રાજ્યોમાં જૂની પેન્શન સિસ્ટમ લાગુ કરવા અંગે ચેતવણી આપી છે. RBIએ કહ્યું છે કે, આના કારણે રાજ્ય સ્તરે નાણાકીય દૃષ્ટિકોણને લઈને મોટું જોખમ છે અને આગામી વર્ષોમાં તેમના માટે આવી જવાબદારી વધશે, જેના માટે નાણાંની કોઈ જોગવાઈ નથી. RBIએ સ્ટેટ ફાઇનાન્સ: અ સ્ટડી ઓફ ધ બજેટ 2022-23 શિર્ષકથી પોતાના અહેવાલમાં આ વાત કરી છે.
હાલમાં જ હિમાચલ પ્રદેશે મોંઘવારી ભથ્થા સાથે જોડાયેલી જુની પેન્શન યોજના ફરીથી લાગૂ કરવાની જાહેરાત કરી છે ત્યારે RBIનો આ રિપોર્ટ વિચારતા કરી મુકે તેવો છે. આ પહેલા રાજસ્થાન, છત્તીસગઢ અને ઝારખંડે કેન્દ્ર સરકાર અને પેન્શન કોષ નિયામક અને વિકાસ પ્રાધિકરણને જુની પેન્શન યોજના અમલી કરવાના પોતાના નિર્ણય વિશે જાણકારી આપી હતી. પંજાબ સરકારે પણ રાજ્યના કર્મચારીઓ માટે જુની પેન્શન યોજના લાગૂ કરવા સંદર્ભમાં 18 નવેમ્બર 2022ના રોજ નોટિફિકેશન જાહેર કર્યું હતું. આ કર્મચારી હાલ નવી પેન્શન યોજના સાથે જોડાયેલા છે.
નવી પેન્શન યોજના શું છે?
1લી જાન્યુઆરી 2004થી લાગૂ થયેલી નવી પેન્શન યોજના (NPS) યોગદાન આધારિત પેન્શન યોજના છે. જેમાં કર્મચારીની સાથે-સાથે સરકાર પણ યોગદાન આપે છે. જ્યારે જુની પેન્શન યોજનામાં કર્મચારીઓની પેન્શન સેવાનિવૃત્તિથી પહેલા ચુકવવામાં આવેલા વેતનના 50% હોય છે અને આ સંપૂર્ણ રકમ સરકાર તરફથી આપવામાં આવે છે.
જોખમો
RBIના રિપોર્ટ પ્રમાણે કેટલાંક રાજ્યો જુની પેન્શન વ્યવસ્થા લાગૂ કરવાની વાત કરી રહ્યાં છે. તેનાથી રાજ્ય સ્તરે રાજકોષના દ્રષ્ટિકોણને લઈને એક મોટું જોખમ તોળાઈ રહ્યું છે. જે અનુસાર વર્તમાન ખર્ચાને ભવિષ્ય માટે સ્થગિત કરી રાજ્યમાં આવનારા વર્ષોમાં પેન્શનમાં એવું દેવું ઊભું થશે જેના માટે કોઈ નાણાંકિય વ્યવસ્થા નથી. જે ભવિષ્યમાં રાજ્યમાં આર્થિક સંકટને આમંત્રણ આપી શકે છે.
ભવિષ્યમાં મુશ્કેલીને નિમંત્રણ
જૂની સિસ્ટમમાં પાછા ફરતા રાજ્યો કહી રહ્યા છે કે તેઓ સામાજિક સુરક્ષા અને તેમના કર્મચારીઓના કલ્યાણ માટે આવું કરી રહ્યા છે. જો કે, કેટલાક અર્થશાસ્ત્રીઓએ તેના પર ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે રાજ્યો તેના માટે કોઈ નિયમ (Corpus) બનાવતા નથી અને બિનફંડેડ જવાબદારી સમયની સાથે વધતી રહે છે જે ભવિષ્યમાં મુશ્કેલીઓને જ આમંત્રણ આપશે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.