Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ડભોઈમાં ખાણ ખનીજ વિભાગના અધિકારીઓએ બોલાવ્યો સપાટો

ડભોઈ તાલુકામાંથી પસાર થતી ઓરસંગ નદીનાં કિનારાના કાંઠે આવેલા ગામોનાં પટમાંથી ભૂમાફિયાઓ દ્રારા બિન અધિકૃત રીતે મોટાપાયે રેતીનું ખનન કરવાની પ્રવૃત્તિઓ જોરશોરથી બેફામ રીતે ચાલી રહી હોવાની ફરિયાદો સ્થાનિક કક્ષાએ થઈ હતી. જેથી છેલ્લા બે દિવસથી આ ભૂમાફિયા સામે ખાણ અને ખનીજ વિભાગના અધિકારીઓ દ્રારા ઉંડાણપૂર્વક તપાસ અને કડક કાર્યવાહીનો આરંભી દીધી હતી. જેને પગલે આ ભૂમાફિયાઓમાં ભારે à
02:09 PM Jan 06, 2023 IST | Vipul Pandya
ડભોઈ તાલુકામાંથી પસાર થતી ઓરસંગ નદીનાં કિનારાના કાંઠે આવેલા ગામોનાં પટમાંથી ભૂમાફિયાઓ દ્રારા બિન અધિકૃત રીતે મોટાપાયે રેતીનું ખનન કરવાની પ્રવૃત્તિઓ જોરશોરથી બેફામ રીતે ચાલી રહી હોવાની ફરિયાદો સ્થાનિક કક્ષાએ થઈ હતી. જેથી છેલ્લા બે દિવસથી આ ભૂમાફિયા સામે ખાણ અને ખનીજ વિભાગના અધિકારીઓ દ્રારા ઉંડાણપૂર્વક તપાસ અને કડક કાર્યવાહીનો આરંભી દીધી હતી. જેને પગલે આ ભૂમાફિયાઓમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો.

શીતપુર પાસે ખાણ ખનીજ વિભાગના દરોડા
આજરોજ ડભોઇ તાલુકાનાં શીતપુર પાસેથી પસાર થતી અઓરસંગ નદીના પટ્ટમાં ખાણખનીજ વિભાગ વડોદરા અને છોટાઉદેપુર જિલ્લાનાં ઉચ્ચ અધિકારીઓએ સંયુક્ત રીતે ઓપરેશન હાથ ધર્યુ હતું. જેમાં ભારે સપાટો બોલાવી શીતપુર પાસેના નદીના પટમાંથી બિનઅધિકૃત રીતે રેતી ઉલેચી રહેલાં લાખો રૂપિયાનાં સાધનોને સીઝ કરી કડક કાર્યવાહી કરી હતી. જેથી ભૂમાફિયાઓમાં ભારે ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો. 
અગાઉ ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ મુલાકાત લઈ જતા રહેતા
દિવસે ને દિવસે નદીના પટમાંથી રેતીનું ગેરકાયદે ખનન થતું હોવાને કારણે નદીના પટમાં પાણીનાં સ્તર ઉંડા જતા રહેતા હોવાની ગ્રામજનોની વ્યાપક ફરિયાદ ઉભી થવા પામી હતી. આ રીતે ખનનના કારણે ખૂબ જ મોટું નુકસાન પણ થઈ રહ્યું હતું. પહેલા અધિકારીઓ વારંવાર આવીને મુલાકાત લઇ પરત જતા રહેતા હતા પરંતુ કોઈ કડક કાર્યવાહી કરવામાં આવતી ન હતી. આ રીતે ખનનની કાર્યવાહીમાં ઉપયોગમાં લેવાતી ટ્રકો પણ આરટીઓ પાર્કિંગની નંબર પ્લેટ વગરની જોવા મળતી હતી. આ રીતનું ગેરકાયદેસરનો વહિવટ કોણા ઇશારે કામ કરી રહ્યું છે તે બાબત ચર્ચાના એરણે ચઢવા પામી છે. આજરોજ કરાયેલી કાર્યવાહીમાં પકડાયેલી ટ્રકમાં કોઈપણ ઠેકાણે આરટીઓ પાર્સીગંની નંબર પ્લેટ જોવા મળી ન હતી. આ બાબતે પણ એક મોટો ચર્ચાનો વિષય સર્જાયો છે.

વડોદરાના ભૂસ્તરશાસ્ત્રીની સીધી સૂચનાથી પગલાં ભરાયાં
આજરોજ વડોદરા જિલ્લા ભૂસ્તર શાસ્ત્રી સુનીતાબેન અરોરાની સૂચના અને માર્ગદર્શન હેઠળ શીતપુર પાસેથી નદીના પટમાં ગેરકાયદેસર રીતે ઉલેચવાની ચાલતી ખનન પ્રવૃત્તિ અટકાવવાનું ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. શીતપુર ગામ પાસેથી રેતી ખનન કરતી એક ટ્રક અને મશીન (હિટાચી ) ઝડપી પાડવામાં આવ્યું હતું. ખાણ ખનીજ ખાતા દ્વારા આજે આકસ્મિત રેડ પાડી આ કાર્યવાહી કરવામાં આવી હતી. આમ, લીઝ વિસ્તારની બહાર ચાલી રહેલાં રેતી ખનન કૌભાંડને ઝડપી પાડવામાં આવ્યું હતું. ખાણ ખનીજ વિભાગના વડોદરા - છોટાઉદેપુર સંયુક્ત ટીમના કર્મચારીઓએ દ્રારા ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. આ કાર્યવાહીમાં એક રેતી ભરવાનું હિટાચી મશીન અને એક ટ્રક જેની કિંમત આશરે 50 લાખ ઉપરાંતની રકમ નોંધવામાં આવી હતી તેને સીઝ કરી ફરતીકૂઈ ખાતે ખાણખનીજ વિભાગના નિયંત્રણ હેઠળ મૂકી દેવામાં આવ્યાં હતાં અને વાહન માલિકો સામે પણ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ખાણખનીજ વિભાગની આ કડક કાયદેસરની કાર્યવાહીની સ્થાનિક ગ્રામજનોએ પ્રશંસા કરી હતી.
આપણ  વાંચો- હનીટ્રેપ કેસના મુખ્ય આરોપી સહિત 2 અમદાવાદથી પકડાયા
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
BhumafiaDabhoiGujaratFirstMineMineralsDepartmentraidsOrsangRiverVadodara
Next Article