ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

હવે ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના મળશે આ 16 દવાઓ, જાણો આ દવાઓની યાદી

ઘણીવાર આપણે દવાની દુકાને કોઇ દવા લેવા જઇએ છીએ અને જો ડૉક્ટરનું પ્રિસ્ક્રિપ્શન ન હોય તો દવા તમને આપવામાં આવતી નથી. પરંતુ હવે કેટલીક એવી દવાઓ છે કે જેના માટે તમારે ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શનની પણ જરૂર પડશે નહીં. જો તમને સામાન્ય તાવ- સરદી ઉદરસ જેવી બીમારી હોય તો તમે ખાસ કરીને પેરાસિટામોલ દવા લેતા હોવ છો. હવે આ દવા જેવી સામાન્ય રીતે વપરાતી 16 દવાઓને કાઉન્ટર પર વેચવાની મંજૂરી આપવા માટે સરà
07:50 AM Jun 07, 2022 IST | Vipul Pandya
ઘણીવાર આપણે દવાની દુકાને કોઇ દવા લેવા જઇએ છીએ અને જો ડૉક્ટરનું પ્રિસ્ક્રિપ્શન ન હોય તો દવા તમને આપવામાં આવતી નથી. પરંતુ હવે કેટલીક એવી દવાઓ છે કે જેના માટે તમારે ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શનની પણ જરૂર પડશે નહીં. 
જો તમને સામાન્ય તાવ- સરદી ઉદરસ જેવી બીમારી હોય તો તમે ખાસ કરીને પેરાસિટામોલ દવા લેતા હોવ છો. હવે આ દવા જેવી સામાન્ય રીતે વપરાતી 16 દવાઓને કાઉન્ટર પર વેચવાની મંજૂરી આપવા માટે સરકાર કાયદામાં સુધારો કરવાની યોજના ધરાવે છે. જીહા, ભારત સરકારે દવા અને સૌંદર્ય પ્રસાધનો નિયમોમાં સુધારા દ્વારા ભારતમાં ઓવર-ધ-કાઉન્ટર (OTC) દવાઓ દાખલ કરવાની અને પ્રિસ્ક્રિપ્શન વિના બજારમાં તેમના વેચાણને મંજૂરી આપવાનો પ્રથમ વખત પ્રસ્તાવ મૂક્યો છે. સરકાર પ્રિસ્ક્રિપ્શન વિના સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતી 16 દવાઓના વેચાણને મંજૂરી આપવા તૈયાર થઇ છે. 
પેરાસિટામોલ, ડાઇક્લોફેનેક, નેજલ ડિકોન્ગેસ્ટેંટ અને એન્ટિ-એલર્જિક દવાઓ જેવી રોજિંદા જીવનમાં સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતી દવાઓની સુલભતા વધારવાના ઉદ્દેશ્ય સાથે, સરકારે પ્રિસ્ક્રિપ્શન હેઠળ ઓવર-ધ-કાઉન્ટર (OTC) ઉત્પાદનો તરીકે આવી 16 દવાઓ ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના જ વેચવાની પરવાનગી આપી શકે છે. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે આ હેતુ માટે અમુક શરતોની સાથે ડ્રગ્સ રેગ્યુલેશન એક્ટ, 1945માં ફેરફારોની દરખાસ્ત કરી છે, જેમા તે દવાની સાથે સારવાર પાંચ દિવસોથી વધુ ચાલુ રાખવી જોઇએ નહીં. અને જો લક્ષણ ઠીક ન હોય તે સમયે ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે. 
આ દવાઓ પ્રિસ્ક્રિપ્શન વિના ઉપલબ્ધ થશે... જો રિપોર્ટ્સનું માનીએ તો, paracetamol, diclofenac, nasal decongestants, anti-allergic drugs, antiseptic અને disinfectant agents, જીન્ગિવાઇટિસની સારવાર માટે ઉપયોગમાં લેવાતા માઉથવોશ Chlorohexidine સિવાય, તમે Dextromethorphan Hydrobromide Lozenges લઈ શકો છો જેનો ઉપયોગ ઉધરસની સારવાર માટે થાય છે. વળી anti-bacterial acne formulations, anti-fungal creams, anti-coughs, analgesic cream formulations અને anti-allergic capsulesને તમે ડૉક્ટરની પ્રિસ્ક્રિપ્શન વિના લઇ શકો છો. 
આ પણ વાંચો - આજે છે વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ, જાણો શું છે તેનો ઈતિહાસ અને મહત્વ
Tags :
16Drugs16MedicinesdoctorDoctorPrescriptionGujaratFirstMedicalStoreMedicineOTCDRUGSParacetamolprescription
Next Article