Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

હવે કેદારનાથ ધામમાં VIP એન્ટ્રી બંધ, સામાન્ય લોકોની જેમ દર્શન કરવા પડશે

આસ્થાના કેન્દ્ર એવા કેદારનાથ ધામ છેલ્લા 2 વર્ષથી બંધ કરવામાં આવ્યું હતું.જેના કારણે લોકો સામાન્ય લોકો તેના  દર્શન કરી શકતા નહોતા . કોરોના કેસ ઘટતા થોડા દિવસ પહેલા જ કેદારનાથ ધામના કપાટ સામાન્ય લોકો માટે પણ  ખોલવામાં  આવ્યા છે. જોકે દર્શનની છૂટ આપતા કેદારનાથ ધામમાં ભક્તોની ભીડ ઉમટવા લાગીછે. વધતી જતી ભીડના કારણે વહીવટીતંત્રએ  VIP પ્રવેશ પર પતિબંધ લગાવી દીધો છે .તેમજ  દર્શન  કરવા માટà«
હવે કેદારનાથ ધામમાં vip એન્ટ્રી બંધ  સામાન્ય લોકોની જેમ દર્શન કરવા પડશે
આસ્થાના કેન્દ્ર એવા કેદારનાથ ધામ છેલ્લા 2 વર્ષથી બંધ કરવામાં આવ્યું હતું.જેના કારણે લોકો સામાન્ય લોકો તેના  દર્શન કરી શકતા નહોતા . કોરોના કેસ ઘટતા થોડા દિવસ પહેલા જ કેદારનાથ ધામના કપાટ સામાન્ય લોકો માટે પણ  ખોલવામાં  આવ્યા છે. 
જોકે દર્શનની છૂટ આપતા કેદારનાથ ધામમાં ભક્તોની ભીડ ઉમટવા લાગીછે. વધતી જતી ભીડના કારણે વહીવટીતંત્રએ  VIP પ્રવેશ પર પતિબંધ લગાવી દીધો છે .તેમજ  દર્શન  કરવા માટે પણ 2 જ કલાક નો સમય  આપવામાં  આવશે .
મહત્વનું છે છે અગાઉ પણ  કેદારનાથ ધામમાં યોગ્ય  વ્યવસ્થાના અભાવને કારણે 28 લોકોના મોત થયા થયા હતા .જે અંતર્ગત ઉત્તરાખંડના સીએમ પુષ્કર ધામીએ લોકોને અપીલ કરી છે કે જેમને સ્વાસ્થ્યને લગતી કોઈ સમસ્યા હોય તો તેઓ થોડા દિવસો પછી પ્રવાસ કરે.
પુષ્કર સિંહે કહ્યું કે આ વર્ષે ભક્તોના આવવાના તમામ રેકોર્ડ તૂટી ગયા છે. કેદારનાથના દરવાજા ખોલવાના એક દિવસ પહેલા 20,000 થી વધુ લોકો ચારધામ યાત્રા પર હતા. પ્રશાસન અને મંત્રીઓ ચાર ધામ યાત્રાની વ્યવસ્થા પર નજર રાખી રહ્યા છે.  તેઓ હોટેલીયર્સ, કેબ ડ્રાઈવરો, ટૂર ગાઈડને મળ્યા.તેઓએ જણાવ્યું કે લોકોએ યાત્રા માટે લગભગ દોઢ મહિના અગાઉથી જ બુકિંગ શરૂ કરી દીધું હતું.
દરરોજ વધતી ભીડને જોતા મંદિરમાં ITBP અને NDRFની ટીમો તૈનાત કરવામાં આવી છે. આ સાથે પોલીસ કર્મચારીઓ પણ રસ્તા પર લોકોને મદદ કરી રહ્યા છે. ભૂતકાળમાં બેદરકારીના કેટલાક કિસ્સાઓ સામે આવ્યા છે. આ કારણોસર, કડક પગલાં લેવામાં આવી રહ્યા છે.
Advertisement
Tags :
Advertisement

.