Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

હવે યુનિવર્સિટીમાંથી એક સાથે બે ફુલ ટાઈમ ડિગ્રી કરી શકાશે, UGC ચેરમેનની મોટી જાહેરાત

12મા ધોરણની પરીક્ષા હાલમાં જ પુરી થઇ છે. ટૂંક સમયમાં તેનું પરિણામ જાહેર થશે અને ત્યારબાદ કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ થશે. પરંતુ આ પહેલા યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (યુજીસી)ના અધ્યક્ષ એમ. જગદીશ કુમારે એક મોટી જાહેરાત કરી છે. UGC દ્વારા હવે ફિજિકલ મોડમાં એક સાથે ફુલ ટાઇમ ડિગ્રી કરવા માટેની અનુમતિ આપવામાં આવી છે.  યુજીસીના અધ્યક્ષ એમ જગદિશ કુમારે મંગળવારે આ જાહેરાત કરી છે.તેમણે કહ્યુà
12:44 PM Apr 12, 2022 IST | Vipul Pandya
12મા ધોરણની પરીક્ષા હાલમાં જ પુરી થઇ છે. ટૂંક સમયમાં તેનું પરિણામ જાહેર થશે અને ત્યારબાદ કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ થશે. પરંતુ આ પહેલા યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (યુજીસી)ના અધ્યક્ષ એમ. જગદીશ કુમારે એક મોટી જાહેરાત કરી છે. UGC દ્વારા હવે ફિજિકલ મોડમાં એક સાથે ફુલ ટાઇમ ડિગ્રી કરવા માટેની અનુમતિ આપવામાં આવી છે.  યુજીસીના અધ્યક્ષ એમ જગદિશ કુમારે મંગળવારે આ જાહેરાત કરી છે.
તેમણે કહ્યું કે વિદ્યાર્થીઓ હવે એક જ યુનિવર્સિટીમાંથી અથવા વિવિધ સંસ્થાઓમાંથી એક સાથે બે ફુલ ટઇમ ડિગ્રી પ્રોગ્રામમાં સીધો અભ્યાસ કરી શકશે. યુજીસીના અધ્યક્ષે કહ્યું કે આયોગ ટૂંક સમયમાં આ અંગે વિગતવાર માર્ગદર્શિકા જાહેર કરશે. તેમણે કહ્યું કે ‘નવી રાષ્ટ્રીય એજ્યુકેશન પોલિસી (NEP)માં જાહેરાત કરવામાં આવી છે તે પ્રમાણે અને વિદ્યાર્થીઓને વૈવિધ્યસભર કૌશલ્ય પ્રદાન કરવા માટે UGC નવી ગાઇડલાઇન સાથે આવી રહી છે. જેમાં ઉમેદવાર એક સાથે ફિજિકલ મોડમાં બે ડિગ્રી પ્રોગ્રામ્સ કરી શકેશે.’
તેમણે આગળ કહ્યું હતું કે ‘વિદ્યાર્થીઓ એક જ યુનિવર્સિટીમાંથી અથવા અલગ-અલગ યુનિવર્સિટીમાંથી ડિગ્રી પ્રોગ્રામ લઈ શકશે. જેની મંજૂરી આપવામાં આવશે.’ તેમણે કહ્યું કે આ નિર્ણય રાષ્ટ્રીય શિક્ષા નીતિ (NEP) 2022ને અનુરૂપ છે. જે શીખવા માટેના બહુવિધ માર્ગોને સરળ બનાવવાની જરૂરિયાત પર ભાર મૂકે છે. જેનાથી વિદ્યાર્થીઓમાં અનેક કૌશલ્યોનો વિકાસ થશે. આ માટે ઓનલાઈન અને ઓફલાઈન મોડનો ઉપયોગ કરવામાં આવશે.
ફરજિયાત હાજરી હશે કે નહીં તેનો નિર્ણય યુનિવર્સિટીઓ દ્વારા લેવામાં આવશે
યુજીસીના અધ્યક્ષે કહ્યું કે આ નિર્ણય વિદ્યાર્થીઓને નવું જ્ઞાન પ્રાપ્ત કરવા સશક્ત બનાવશે. આ માર્ગદર્શિકા બુધવારે UGC વેબસાઇટ પર જાહેરાત બાદ અમલમાં આવશે. તેમણે કહ્યું કે ફરજિયાત હાજરી હશે કે નહીં તે યુનિવર્સિટીઓ નક્કી કરશે. યુજીસી તેમને આદેશ નહીં આપે. આ યુનિવર્સિટીઓ માટે વૈકલ્પિક છે, ફરજિયાત નથી.
Tags :
DegreeCourseDualDegreeFullTimeDegreeGujaratFirstNewEducationPolicyugcUniversityGrantsCommission
Next Article