સુરત બાદ રાજકોટમાં બાળક પર જીવલેણ હુમલાની ઘટના, કોણ મચાવી રહ્યું છે કહેર, તંત્ર કેમ લાચાર ?
રાજકોટ શહેર અને જિલ્લામાં રખડતા ઢોરની સાથે જ રખડતા શ્વાનનો આતંક પણ યથાવત જોવા મળી રહ્યો છે અને અવારનવાર રખડતા શ્વાન દ્વારા હુમલો થવાની ઘટના સામે આવી રહી છે.ત્યારે આવી જ વધુ એક ઘટના સામે આવી છે. જેમાં શાપર વેરાવળમાં ઘર નજીક રમતા એક અઢી વર્ષનાં બાળક ઉપર રખડતા શ્વાને જીવલેણ હુમલો કર્યો હતો. અને તેને આડેધડ બચકાઓ ભરતા સ્થાનિકો દોડી ગયા હતા. સ્થાનિકો દ્વારા મહામહેનતે આ બાળકને શ્વાન પાસ
રાજકોટ શહેર અને જિલ્લામાં રખડતા ઢોરની સાથે જ રખડતા શ્વાનનો આતંક પણ યથાવત જોવા મળી રહ્યો છે અને અવારનવાર રખડતા શ્વાન દ્વારા હુમલો થવાની ઘટના સામે આવી રહી છે.ત્યારે આવી જ વધુ એક ઘટના સામે આવી છે. જેમાં શાપર વેરાવળમાં ઘર નજીક રમતા એક અઢી વર્ષનાં બાળક ઉપર રખડતા શ્વાને જીવલેણ હુમલો કર્યો હતો. અને તેને આડેધડ બચકાઓ ભરતા સ્થાનિકો દોડી ગયા હતા. સ્થાનિકો દ્વારા મહામહેનતે આ બાળકને શ્વાન પાસેથી છોડાવી સારવારમાં ખસેડવામાં આવ્યો છે.
શ્વાને અચાનક બાળક પર હુમલો કર્યો
જાણવા મળતી વિગત અનુસાર, શહેરની ભાગોળે આવેલ શાપર વેરાવળમાં રહેતો અઢી વર્ષીય અરશદ અન્સારી નામનો બાળક પોતાના ઘર નજીક રમતો હતો. દરમિયાન રખડતા શ્વાને અચાનક આ બાળક પર જીવલેણ હુમલો કર્યો હતો. અને તેને નીચે પછાડી આડેધડ બચકા ભરવા લાગ્યા હતા. બનાવને પગલે બાળક જોરજોરથી રડવા લાગતા સ્થાનિકો દોડી ગયા હતા. અને તરત જ શ્વાનને ત્યાંથી દૂર ખસેડી અરશદને બચાવી લીધો હતો. બાદમાં બાળકનાં પરિવારને જાણ કરવામાં આવતા તેને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે. જ્યાં માસૂમની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.
સ્થાનિકોએ બાળકને શ્વાન પાસેથી છોડાવ્યો
આ અંગે સિવિલ હોસ્પિટલ ખાતેથી શ્વાનનાં હુમલાનો ભોગ બનેલા અરશદની માતાએ વિગતો જણાવી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે, પોતે ઉપરનાં રૂમમાં રસોઈ કરી રહ્યા હતા. અને અરશદ ઘર નજીક રમતો હતો. ત્યારે જ આ ઘટના બની હતી. જોકે પોતે ઉપર હોવાથી આ અંગે કોઈ ખ્યાલ આવ્યો નહોતો. પરંતુ સ્થાનિકોએ અરશદને શ્વાન પાસેથી છોડાવીને મને જાણ કરતા હું દોડી આવી હતી. અને શ્વાને અરશદને આખા શરીરે બચકાઓ ભર્યા હોવાથી તેને તાત્કાલિક સારવાર માટે અહીં લાવવામાં આવ્યો છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement