Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

હવે તેલંગાણાના મુખ્યમંત્રી KCR પણ નીતિ આયોગની બેઠકમાં નહીં રહે હાજર

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર બાદ હવે તેલંગાણાના સીએમ કે.ચંદ્રશેખર રાવ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં 7 ઓગસ્ટે યોજાનારી નીતિ આયોગની બેઠકમાં નહીં જોડાય. આ બેઠકમાં હાજરી ન આપવા અંગે માહિતી આપતાં મુખ્ય પ્રધાન રાવે કહ્યું કે તેમને નીતિ આયોગની બેઠકથી કોઈ ફાયદો થતો દેખાતો નથી. રવિવારના રોજ યોજાનારી નીતિ આયોગની બેઠકમાં પાક વૈવિધ્યકરણ અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિના અમલી
12:26 PM Aug 06, 2022 IST | Vipul Pandya
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર બાદ હવે તેલંગાણાના સીએમ કે.ચંદ્રશેખર રાવ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં 7 ઓગસ્ટે યોજાનારી નીતિ આયોગની બેઠકમાં નહીં જોડાય. આ બેઠકમાં હાજરી ન આપવા અંગે માહિતી આપતાં મુખ્ય પ્રધાન રાવે કહ્યું કે તેમને નીતિ આયોગની બેઠકથી કોઈ ફાયદો થતો દેખાતો નથી. રવિવારના રોજ યોજાનારી નીતિ આયોગની બેઠકમાં પાક વૈવિધ્યકરણ અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિના અમલીકરણ સહિતના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા થવા જઈ રહી છે.
કે ચંદ્રશેખર રાવે કહ્યું, હું વિરોધ રૂપે આવતીકાલે દિલ્હીમાં યોજાનારી નીતિ આયોગની 70મી ગવર્નિંગ કાઉન્સિલની બેઠકનો ભાગ નહીં બનીશ. આ સાથે રાવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક પત્ર પણ લખ્યો છે, જેમાં તેમણે રાજ્યોને મહત્તમ લાભ સુનિશ્ચિત કરવા માટે તેમની જરૂરિયાતો અને શરતોના આધારે યોજનાઓને ડિઝાઇન અને તેમાં ફેરફાર કરવાની વ્યવસ્થા ન આપવા બદલ કેન્દ્રની ટીકા કરી છે.  
કેસીઆરએ પીએમ મોદીને લખેલા પત્રમાં કહ્યું છે કે, 'ભારત એક મજબૂત રાષ્ટ્ર તરીકે ત્યારે જ વિકાસ કરી શકશે જ્યારે રાજ્યોનો વિકાસ થશે. તેમણે કહ્યું કે માત્ર મજબૂત અને આર્થિક રીતે ગતિશીલ રાજ્યો જ ભારતને મજબૂત દેશ બનાવી શકે છે. ભારતને એક મજબૂત અને વિકસિત દેશ બનાવવાના અમારા સામૂહિક પ્રયાસમાં રાજ્યો સાથે ભેદભાવ કરવા અને તેમને સમાન ભાગીદાર તરીકે ન માનવાના કેન્દ્ર સરકારના વર્તમાન વલણ સામે હું આ બેઠકથી દૂર રહીશ.
ઉલ્લેખનિય છે કે  બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે પણ શનિવારે નીતિ આયોગની બેઠકમાં ભાગ ન લેવાનો નિર્ણય લીધો છે. નીતીશ કુમાર એક મહિનામાં બીજી વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની બેઠકમાં ભાગ લેશે નહીં.
Tags :
GujaratFirstKCRNITIAayogTelangana
Next Article