સ્વસ્થ, સ્વચ્છ નહીં પણ ગાંધીધામ બન્યું ગંદકીધામ, આ છે કચ્છનું આર્થિક પાટનગર
કચ્છના આર્થિક પાટનગર ગાંધીધામ નથી સ્વચ્છ નથી સ્વસ્થ. હાલ, ગાંધીધામ ગંદકીધામ બની ગયું છે. જેનું કારણ છે, ડોર ટુ ડોર કચરા કલેક્શન બંધ થઈ ગયું છે. અને જાહેર ઉકરડાની સફાઈ માટે પાલિકાનું તંત્ર સજજ નથી. આ સ્થિતીમાં શહેરીજનોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં થઈ રહ્યા છે. જોકે, ફરિયાદોનો ઢગલો થઈ ગયો છે. ત્યારે પાલિકાના સત્તાધીશોએ એક મહિનાનો સમય માગ્યો છે. અને ત્યાં સુધી નવું ટેન્ડર કરીને તમામ à
કચ્છના આર્થિક પાટનગર ગાંધીધામ નથી સ્વચ્છ નથી સ્વસ્થ. હાલ, ગાંધીધામ ગંદકીધામ બની ગયું છે. જેનું કારણ છે, ડોર ટુ ડોર કચરા કલેક્શન બંધ થઈ ગયું છે. અને જાહેર ઉકરડાની સફાઈ માટે પાલિકાનું તંત્ર સજજ નથી. આ સ્થિતીમાં શહેરીજનોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં થઈ રહ્યા છે. જોકે, ફરિયાદોનો ઢગલો થઈ ગયો છે. ત્યારે પાલિકાના સત્તાધીશોએ એક મહિનાનો સમય માગ્યો છે. અને ત્યાં સુધી નવું ટેન્ડર કરીને તમામ સમસ્યાઓ ઉકેલાઈ જવાનો દાવો કરાયો છે.
Advertisement
ગાંધીધામ અને આદિપુર જોડિયા શહેરમાં કુલ પાંચ લાખની વસ્તી છે. અને દૈનિક 120 મેટ્રીક ટન કચરો ઉત્પાદિત થાય છે. ગાંધીધામમાં દર મહિને રૂ.20થી 25 લાખના ખર્ચે ડોર ટુ ડોર કચરાનું કલેક્શન કરવામાં આવે છે. અને ગાંધીધામના મુખ્ય બજાર અને આદિપુરના સિટી વોર્ડ વિસ્તારને સંપૂર્ણ સફાઈ કરવામાં આવે છે. પાલિકા પાસે કુલ 100 થી વધુ સફાઈ કામદારો, બે સેનેટરી ઈન્સ્પેકટર, ટ્રેક્ટર સહિત સરસામાન છે. આ છે પાલિકાના દસ્તાવેજ મુજબનું ચિત્ર હવે જોઈએ શહેરનું સાચું ચિત્ર.
મળતી વિગતો મુજબ શહેરમાં ડોર ટુ ડોર કચરા કલેકકશનનું ખાનગી ઠેકો ગત 31મી ડિસેમ્બરથી પૂર્ણ થઈ ગયો છે. એનો સીધો મતબલ એ થયો કે શહેરમાં એક માસથી ઘરે ઘરેથી કચરા કલેક્શન બંધ છે. જેને પગલે દૈનિક 120 મેટ્રીક ટન કચરો લોકો રસ્તા પર નાંખી રહ્યા છે. 325 કિલોમીટરનો વિસ્તાર ધરાવતા આ સંકુલમાં જાહેરમાં ઉકરડા સાફ કરવામાં હંમેશા પાલિકા ઉણી ઉતરતી હોવાની ફરિયાદ છે. ત્યારે એવું વિચારો કે દૈનિક 120 ટન કચરો સતત એક માસ સુધી રસ્તા પર આવી જાય તો શહેર ગાંધીધામમાંથી ગંદકીધામ બની ગયું હોય કે નહીં. આ માત્ર ડોર ટુ ડોર દૈનિક કચરા ઉત્પાદનનું ચિત્ર છે. શહેરમાં દૈનિક જાહેર ઉકરડા પણ આવતો કચરો, ડિવાઈડર, શેરી સફાઈ, બાવળ કટિંગનું ચિત્ર આનાથી પણ વધુ ગંભીર હાલતમાં છે.
શહેરીજનો ફરિયાદ કરી રહ્યા છે કે, આ સ્થિતીમાં કચરા ઉત્પાદન બાદ તેના નિકાલની કામગીરી આ રીતે થઈ રહી છે. જેને પગલે શહેરીજનો સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં થઈ રહ્યા છે. ત્યારે માળખાગત સુવિધાઓના મામલે હંમેશાથી પ્રજાની નારાજગીના મુખ્ય કેન્દ્રમાં રહેતા પાલિકાના સત્તાધીશોએ માત્ર વિકાસના દાવો કરતા સચ્ચાઈનો સ્વીકાર કરીને તેના ઉકેલ માટે પણ કામ કરવું જોઈએ. લોકો તો એટલે સુધી કહી રહ્યા છે. કચરા ઉત્પાદનમાં આ હાલત છે. વિચારો ગટર લાઈનની સમસ્યા કેટલી વિકરાળ હશે.
ગુજરાત ફસ્ટે નગરપાલિકાના બે સેનેટરી ઈન્સ્પેકટર ગાયત્રી પ્રસાદ જોશી અને કરણ ધુવાનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યુ હતું કે શહેરના અલગ અલગ વિસ્તારોમાં સફાઈનું કામ થઈ રહ્યું છે. હાલે હાજર મહેકમ વડે કામ થઈ રહ્યું છે. ખાસ કરીને કુશળ કામદારો ની ટીમની જરૂરિયાત છે. નવા ટેન્ડર સાથે આ સમસ્યાઓ ઉકેલાઈ જશે. નપાના મુખ્ય અધિકારી દર્શનસિંહ ચાવડાએ ગુજરાત ફસ્ટના સવાલના જવાબમાં સ્વીકાર્યું છે. શહેરમાં સફાઈ નો પ્રશ્ન છે. ખાસ કરીને જુના ટેન્ડરમાં જે ખામીઓ છે તે નવામાં ઉકેલી દેવાશે. હાલે જુના ઠેકેદારને લેખિતમાં જાણ કરીને નવું ટેન્ડર ન આવે ત્યાં સુધી કામગીરી ચાલુ રાખવા જણાવી દેવાયું છે. એક જ મહિનામાં આ કામગીરી આટોપી લેવાશે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.