Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

શિન્ઝો આબે પર હુમલો કરનાર કોઇ સોપારી કિલર નહીં પણ મેડિકલ કોલેજનો પ્રોફેસર

જાપાનના લોકપ્રિય નેતાઓમાંના એક અને પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબે જ્યારે ચૂંટણી પ્રચાર દરમિયાન ભાષણ આપી રહ્યા હતા ત્યારે તેમના પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. આબે પર પાછળથી ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને ગોળી વાગ્યા બાદ તેઓ જમીન પર પડ્યા હતા. તેમની પર હુમલો કરનાર શખ્સ મેડિકલ કોલેજનો પ્રોફેસર હોવાનું બહાર આવ્યું છે.સ્થાનિક મીડિયામાં આવી રહેલા અહેવાલ મુજબ જ્યારે ભૂતપૂર્વ વડા પ
શિન્ઝો આબે પર હુમલો કરનાર કોઇ સોપારી કિલર નહીં પણ મેડિકલ કોલેજનો પ્રોફેસર
જાપાનના લોકપ્રિય નેતાઓમાંના એક અને પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબે જ્યારે ચૂંટણી પ્રચાર દરમિયાન ભાષણ આપી રહ્યા હતા ત્યારે તેમના પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. આબે પર પાછળથી ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને ગોળી વાગ્યા બાદ તેઓ જમીન પર પડ્યા હતા. તેમની પર હુમલો કરનાર શખ્સ મેડિકલ કોલેજનો પ્રોફેસર હોવાનું બહાર આવ્યું છે.
સ્થાનિક મીડિયામાં આવી રહેલા અહેવાલ મુજબ જ્યારે ભૂતપૂર્વ વડા પ્રધાન આબે જમીન પર પડ્યા ત્યારે તેમને ખૂબ લોહી વહી રહ્યું હતું અને તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હુમલાખોરની ધરપકડ કરવામાં આવી છે. શરૂઆતમાં હુમલાખોર વિશે વધુ માહિતી મળી શકી નથી, પરંતુ તેની ઉંમર 40ની આસપાસ જણાવવામાં આવી રહી છે અને જાણવા મળ્યા મુજબ તે મેડિકલ કોલેજમાં પ્રોફેસર છે.
હુમલાખોર વિશે કહેવામાં આવી રહ્યું છે કે હુમલાખોર સેલ્ફ ડિફેન્સ ફોર્સ (SDF)માં કામ કરે છે. તેનું નામ તેત્સુયા યામાગામી જણાવવામાં આવી રહ્યું છે. હુમલાખોર મેડિકલ કોલેજમાં એસોસિયેટ પ્રોફેસર છે.
સ્થાનિક મીડિયામાં કહેવામાં આવી રહ્યું છે કે હુમલાખોર યામાગામીએ ઘરે જ બંદૂક તૈયાર કરી હતી. તેણે પૂર્વ પીએમ શિન્ઝો આબે પર હોમ મેડ બંદૂકથી ફાયરિંગ કર્યું છે.
જાપાનની સરકારે શુક્રવારે નારા શહેરના પશ્ચિમ વિસ્તારમાં પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબેને ગોળી મારવાની પુષ્ટિ કરી છે. મુખ્ય કેબિનેટ સચિવ હિરોકાઝુ માત્સુનોએ આ ઘટના વિશે જણાવ્યું હતું કે, "પૂર્વ વડા પ્રધાન આબેને સવારે લગભગ 11:30 વાગ્યે નારા શહેરમાં પાછળથી ગોળી મારી દેવામાં આવી હતી. ગોળીબાર કરનાર વ્યક્તિને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે."
રાષ્ટ્રીય પ્રસારણકર્તા NHK એ હુમલાખોર વિશે જણાવ્યું હતું કે 40 વર્ષીય વ્યક્તિની હત્યાના પ્રયાસના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. NHKએ પોલીસ સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે તેની પાસેથી એક બંદૂક જપ્ત કરવામાં આવી છે.
સ્થાનિક મીડિયાનું કહેવું છે કે પૂર્વ નેતા રવિવારની ઉચ્ચ ગૃહની ચૂંટણી પહેલા એક કાર્યક્રમમાં સ્પીચ આપી રહ્યા હતા, ત્યારે ગોળીબારનો અવાજ સંભળાયો હતો. સ્થળ પર હાજર એક યુવતીએ NHKને કહ્યું, “તે ભાષણ આપી રહ્યો હતો અને પાછળથી એક વ્યક્તિ આવ્યો. પ્રથમ ગોળીબાર રમકડાના અવાજ જેવો સંભળાતો હતો, પરંતુ તે પડ્યો ન હતો અને પછી બીજા ગોળીમાંથી જોરદાર અવાજ સંભળાયો હતો. ફાયરિંગ દરમિયાન તણખા અને ધુમાડાના ગોટેગોટા હતા.
67 વર્ષીય નેતા શિન્ઝો આબે ગોળી વાગ્યા બાદ જમીન પર પડી ગયા અને તેમની ગરદનમાંથી લોહી નીકળવા લાગ્યું. સરકાર તરફથી કહેવામાં આવ્યું હતું કે આ ઘટનાના પગલે એક ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે અને સરકારના ટોચના પ્રવક્તા આ અંગે માહિતી આપી શકે છે.
Advertisement
Tags :
Advertisement

.