Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Chandigarh કોર્ટમાં ખૂની ખેલ! સ્પેન્ડેડ AIGએ જમાઈની કરી હત્યા

ચંડીગઢ કોર્ટમાં હત્યાનો બનાવ પૂર્વ પોલીસ અધિકારીએ જમાઈને મારી ગોળી ચંદીગઢમાં હત્યાકાંડ Chandigarh : ચંડીગઢ કોર્ટમાં એક મોટું કૌભાંડ સામે આવ્યું છે. અહીં પંજાબ પોલીસના પૂર્વ AIGએ પોતાના જમાઈની ગોળી મારીને હત્યા કરી દીધી છે. કોર્ટરૂમમાં ચલાવવામાં આવેલી ગોળીઓથી...
chandigarh કોર્ટમાં ખૂની ખેલ  સ્પેન્ડેડ aigએ જમાઈની કરી હત્યા
  • ચંડીગઢ કોર્ટમાં હત્યાનો બનાવ
  • પૂર્વ પોલીસ અધિકારીએ જમાઈને મારી ગોળી
  • ચંદીગઢમાં હત્યાકાંડ

Chandigarh : ચંડીગઢ કોર્ટમાં એક મોટું કૌભાંડ સામે આવ્યું છે. અહીં પંજાબ પોલીસના પૂર્વ AIGએ પોતાના જમાઈની ગોળી મારીને હત્યા કરી દીધી છે. કોર્ટરૂમમાં ચલાવવામાં આવેલી ગોળીઓથી હાજર લોકો ડરી ગયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, બંને પરિવારો વચ્ચે ઘરેલુ વિવાદ ચાલી રહ્યો હતો.

Advertisement

ચંડીગઢ કોર્ટમાં જજની સામે ફાયરિંગ

ચંડીગઢથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ચંડીગઢ કોર્ટમાં જજની સામે ફાયરિંગ થયું હતું. પંજાબના ભૂતપૂર્વ AIG માલવિંદર સિંહ સિદ્ધુએ તેમના IRS જમાઈ પર ગોળીબાર કર્યો હતો, જેના પરિણામે તેમનું મૃત્યુ થયું હતું. આ ઘટનાથી કોર્ટમાં ખળભળાટ મચી ગયો હતો. માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. છેલ્લા ઘણા સમયથી કૃષિ વિભાગના IRS હરપ્રીત સિંહનો તેની પત્ની સાથે વિવાદ ચાલી રહ્યો હતો. છૂટાછેડા પહેલા બંને વચ્ચે સમાધાનનો મામલો ચંડીગઢ ફેમિલી કોર્ટના મધ્યસ્થતા કેન્દ્રમાં ચાલી રહ્યો હતો. હરપ્રીત સિંહની પત્ની વિદેશમાં છે તેથી તેના પિતા માલવિંદર સિંહ સિદ્ધુ કોર્ટમાં પહોંચ્યા હતા. આ દરમિયાન સસરા અને જમાઈ વચ્ચે ઝઘડો થયો હતો.

Advertisement

જાણો ચંડીગઢના SSPએ શું કહ્યું?

ચંડીગઢ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ફાયરિંગની ઘટના પર ચંડીગઢના SSP કંવરદીપ કૌરે જણાવ્યું કે, બપોરે લગભગ 2 વાગ્યે ડિસ્ટ્રિક્ટ કોર્ટના મધ્યસ્થતા કેન્દ્રમાં ફાયરિંગની માહિતી મળી હતી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને જાણવા મળ્યું કે પીડિતાનું નામ હરપ્રીત સિંહ છે અને તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, પરંતુ ત્યાં તેનું મોત થઈ ગયું હતું. કથિત આરોપીને સ્થળ પર જ પકડીને પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો અને તેની પાસેથી એક હથિયાર મળી આવ્યું હતું. કથિત આરોપી પંજાબ પોલીસના રિટાયર્ડ AIG માલવિંદર સિંહ છે. FSLની ટીમને બોલાવી ઘટના સ્થળની તપાસ કરવામાં આવી રહી છે. પ્રત્યક્ષદર્શીઓ સાથે પણ વાત કરવામાં આવી રહી છે. કથિત આરોપી કયા ગેટથી કોર્ટમાં પ્રવેશ્યા તેની તપાસ કરવામાં આવી રહી છે.

શું છે સમગ્ર મામલો?

આજે ચંડીગઢની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ગોળીઓ ચલાવવામાં આવી હતી અને એક સસરાએ તેમના જમાઈને ગોળી મારી દીધી હતી. આરોપી સસરાની ઓળખ પૂર્વ AIG માલવિંદર સિંહ સિદ્ધુ તરીકે થઈ છે. મૃતક જમાઈ IRS અધિકારી હતા. બંને પક્ષના લોકો ચંડીગઢ ફેમિલી કોર્ટ પહોંચ્યા હતા. બંને પક્ષો વચ્ચે વાતચીત ચાલી રહી હતી. આ દરમિયાન આરોપીએ બાથરૂમ જવાનું કહ્યું. તેના પર તેમના જમાઈએ કહ્યું કે હું રસ્તો બતાવીશ. બંને રૂમની બહાર નીકળી ગયા. આ દરમિયાન આરોપીએ તેની બંદૂકમાંથી પાંચ ગોળી ચલાવી હતી. જેમાંથી બે ગોળી જમાઈને અને એક ગોળી અંદરના રૂમના દરવાજાને વાગી હતી. બે ફાયરિંગ ખાલી ગયા હતા. ગોળીનો અવાજ આવતા જ કોર્ટમાં હંગામો મચી ગયો હતો. ઘટનાસ્થળે પહોંચેલા વકીલોએ આરોપીને પકડીને રૂમમાં બંધ કરી દીધો અને પોલીસને જાણ કરી. આ પછી ઘાયલને સેક્ટર 16ની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો પરંતુ રસ્તામાં જ તેનું મોત થઈ ગયું. માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને રૂમમાં બંધ આરોપીની અટકાયત કરી પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. અકસ્માત બાદ અનેક જજ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે

Advertisement

આ પણ વાંચો:  wayanad landslide માં દટાયા,જંગલી હાથીઓએ બચાવ્યો જીવ, ચમત્કાર જોઇને અધિકારીઓ પણ આશ્ચર્યચકિત

Tags :
Advertisement

.