Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ઠંડીમાં ઠુઠવાયું ઉત્તર ભારત, આગામી કેટલાક દિવસો સુધી નહીં મળે રાહત

શિયાળીની ઋતુમાં ઠંડીની સાથે દેશના ઘણા રાજ્યોમાં વરસાદે પણ એન્ટ્રી કરી. ત્યારે આજે બુધવારે પણ ઉત્તર ભારતમાં ભારે ઠંડી અને ઘણી જગ્યાએ વરસાદ પડવાની સંભાવનાઓ છે. આજે નવા વર્ષ 2023ના જાન્યુઆરી મહિનાનો છેલ્લો દિવસ છે અને આવતીકાલે એટલે કે ગુરુવારથી નવો મહિનો ફેબ્રુઆરી આવવાનો છે. પરંતુ ઉત્તર ભારતમાં નવા વર્ષ 2023ના પ્રથમ દિવસથી વાતાવરણ ખૂબ જ ઠંડું રહ્યું છે અને આગામી કેટલાક દિવસો સુધી તેનà
ઠંડીમાં ઠુઠવાયું ઉત્તર ભારત  આગામી કેટલાક દિવસો સુધી નહીં મળે રાહત
Advertisement
શિયાળીની ઋતુમાં ઠંડીની સાથે દેશના ઘણા રાજ્યોમાં વરસાદે પણ એન્ટ્રી કરી. ત્યારે આજે બુધવારે પણ ઉત્તર ભારતમાં ભારે ઠંડી અને ઘણી જગ્યાએ વરસાદ પડવાની સંભાવનાઓ છે. આજે નવા વર્ષ 2023ના જાન્યુઆરી મહિનાનો છેલ્લો દિવસ છે અને આવતીકાલે એટલે કે ગુરુવારથી નવો મહિનો ફેબ્રુઆરી આવવાનો છે. પરંતુ ઉત્તર ભારતમાં નવા વર્ષ 2023ના પ્રથમ દિવસથી વાતાવરણ ખૂબ જ ઠંડું રહ્યું છે અને આગામી કેટલાક દિવસો સુધી તેનાથી રાહત મળવાની શક્યતા ઓછી છે. દિલ્હી-NCR સહિત દેશના એક ડઝનથી વધુ રાજ્યોમાં હવામાન બગડ્યું છે. ક્યાંક બરફ પડી રહ્યો છે, ક્યાંક વરસાદ પડી રહ્યો છે તો ક્યાંક તીવ્ર ઠંડીનું મોજું છે.

દિલ્હીમાં વહેલી સવારે ધુમ્મસના કારણે વિઝિબિલિટી થઇ ઓછી
દેશમાં ઠંડીનો જોર વધી રહ્યું છે. ત્યારે આગામી બે દિવસમાં ઠંડીનું જોર વધવાની આગાહી કરવામાં આવી છે. મળી રહેલી માહિતી અનુસાર, 2થી 3 ડિગ્રી તાપમાન ઘટી શકે છે. આ ઉપરાંત 15થી 20 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. દેશની રાજધાની પણ ઠંડીની ચાદરમાં લપટાયેલી જોવા મળી રહી છે. અહીં વહેલી સવારે ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું. સવારે વિઝિબિલિટી એટલી ઓછી હતી કે લોકોએ વાહનોની લાઈટ્સ ચાલુ રાખવી પડતી હતી. દરમિયાન, હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે પણ (વેધર ટુડે) દેશના ઘણા ભાગોમાં વરસાદ અને હિમવર્ષા ચાલુ રહી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બુધવારે પણ ઘણા વિસ્તારોમાં હવામાનની સ્થિતિ ગંભીર રહી શકે છે. મહત્વનું છે કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છેલ્લા ત્રણ-ચાર દિવસથી સક્રિય છે, જેના કારણે ઉત્તર ભારતમાં હવામાનની પેટર્ન બગડી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી એક-બે દિવસ સુધી તેની અસર ઘણા વિસ્તારોમાં ચાલુ રહેશે.
Advertisement

જમ્મુ-કાશ્મીરના ડોડામાં ભારે હિમવર્ષા
ગઈકાલે જમ્મુ-કાશ્મીરના ડોડામાં ભારે હિમવર્ષા થઈ હતી. હિમવર્ષાના કારણે સમગ્ર વિસ્તાર સફેદ ચાદર નીચે ઢંકાયેલો જણાતો હતો. ખીણમાં ભારે હિમવર્ષા અને ખરાબ હવામાનને કારણે ગઈકાલે શ્રીનગર એરપોર્ટથી તમામ ફ્લાઈટ્સ રદ કરવામાં આવી હતી. અધિકારીઓએ જણાવ્યું કે વિમાન ન તો ત્યાં લેન્ડ કરી શકશે અને ન તો ત્યાંથી ટેક ઓફ કરી શકશે. સતત હિમવર્ષાને કારણે વિઝિબિલિટી ઘટીને 500 મીટરથી નીચે આવી ગઈ છે અને તેના કારણે શ્રીનગર એરપોર્ટથી તમામ 68 નિર્ધારિત ફ્લાઈટ્સ રદ કરવી પડી છે. મહત્વનું છે કે, ગઈકાલે જમ્મુ-કાશ્મીરના ડોડામાં ભારે હિમવર્ષા થઈ હતી. હિમવર્ષાના કારણે સમગ્ર વિસ્તાર સફેદ ચાદર નીચે ઢંકાયેલો જણાતો હતો. લોકોએ અહીં બરફવર્ષાનો ભરપૂર આનંદ લીધો હતો.
Advertisement

રાજસ્થાનમાં વરસાદ
બીજી તરફ, છેલ્લા 24 કલાકમાં રાજસ્થાનના પૂર્વ ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ થયો હતો. અતિવૃષ્ટિના કારણે પાકને નુકસાન થયાના સમાચાર છે. છેલ્લા 24 કલાકમાં રાજસ્થાનના પૂર્વ ભાગોમાં હળવોથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ થયો છે. રાજસ્થાનના ઘણા ભાગોમાં અતિવૃષ્ટિની ગતિવિધિઓ પણ નોંધવામાં આવી હતી.
5 ફેબ્રુઆરી સુધી કોલ્ડવેવ રહી શકે છે
આજે પણ પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ઉત્તર ભારતના ઘણા મેદાની વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, તાજા વરસાદને કારણે દિલ્હી-એનસીઆરમાં ફરી એકવાર ઠંડીમાં વધારો થશે. ત્યારબાદ, દેશના ઉત્તર પશ્ચિમ, મધ્ય અને પૂર્વીય ભાગોમાં લઘુત્તમ તાપમાનમાં ધીમે ધીમે વધારો થવાની ધારણા છે. જો કે 5 ફેબ્રુઆરી સુધી કોલ્ડવેવ ચાલુ રહી શકે છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Tags :
Advertisement

.

×