ગુજકેટ આપી નથી? ચિંતા ના કરો, ફાર્મસીમાં હવે પ્રવેશ મળશે
નોન ગુજકેટ વિદ્યાર્થી પણ હવે ફાર્મસીમાં પ્રવેશ લઈ શકશે.ગુજકેટ ન આપી હોય તેવા વિદ્યાર્થી પણ ખાલી સીટ પર ફાર્મસીમાં પ્રવેશ લઈ શકશે.. થોડા સમયમાં પ્રવેશ કાર્યવાહીની જાહેરાત એસીપીસી દ્વારા કરવામાં આવશે.એસીપીસી (ACPC) દ્વારા સરકારી ડિગ્રી ફાર્મસી (Pharmacy), ડિપ્લોમાં ફાર્મસીની ખાલી બેઠકો ઉપર પ્રવેશ માટેના ત્રણ રાઉન્ડ પૂર્ણ થયા બાદ ખાલી પડેલી બેઠકો પર ગુજકેટ (Gujcat) પાસ ન કરી હોય તેવા વિદ્યાર્à
- નોન ગુજકેટ વિદ્યાર્થી પણ હવે ફાર્મસીમાં પ્રવેશ લઈ શકશે.
- ગુજકેટ ન આપી હોય તેવા વિદ્યાર્થી પણ ખાલી સીટ પર ફાર્મસીમાં પ્રવેશ લઈ શકશે..
- થોડા સમયમાં પ્રવેશ કાર્યવાહીની જાહેરાત એસીપીસી દ્વારા કરવામાં આવશે.
એસીપીસી (ACPC) દ્વારા સરકારી ડિગ્રી ફાર્મસી (Pharmacy), ડિપ્લોમાં ફાર્મસીની ખાલી બેઠકો ઉપર પ્રવેશ માટેના ત્રણ રાઉન્ડ પૂર્ણ થયા બાદ ખાલી પડેલી બેઠકો પર ગુજકેટ (Gujcat) પાસ ન કરી હોય તેવા વિદ્યાર્થીઓને પ્રવેશ અપાશે.
ટૂંક સમયમાં પ્રવેશ માટેના સ્પેશિયલ રાઉન્ડની જાહેરાત
પ્રવેશ કમીટી તરફથી ટૂંક સમયમાં પ્રવેશ માટેના સ્પેશિયલ રાઉન્ડની જાહેરાત કરાશે. ડિગ્રી ફાર્મસીની 450 બેઠકોની ત્રીજા રાઉન્ડની પ્રવેશ કાર્યવાહી પૂરી થઈ ગઈ છે. જ્યારે ડિપ્લોમા ફાર્મસીની કુલ 550માંથી 480 બેઠકો ભરાઈ ગઈ હતી.
70 બેઠક ખાલી
હવે 70 બેઠક ખાલી રહી છે.આ ખાલી રહેલી બેઠક પર ધો. 12 પાસ કરેલું હોય પરંતુ ગુજકેટની પરીક્ષા આપી ન હોય તેા નોન ગુજકેટ વિદ્યાર્થીઓને પણ પ્રવેશ મેળવવાનમો માર્ગ મોકળો થશે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
આ પણ વાંચો--કોણ હશે ગુજરાતનો 18મો 'નાથ', આજે થશે પસંદગી
Advertisement