Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

વડાપ્રધાન મોદીના શાસનકાળમાં કોઈને લાભ નથી થયો: કેસીઆર

તેલંગણાના મુખ્યમંત્રી (Telangana CM) કે. ચંદ્રશેખર રાવે (KCR) દાવો કર્યો છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનકાળમાં કોઈને લાભ થય નથી. એ સિવાય તેમણે ભાજપ તરફથી મળતી કથિતપણે ધમકીઓનો ઉલ્લેખ કરતા પડકાર આપ્યો છે કે, જેને જે કરવું હોય તે કરી લે.શનિવારે એક જનસભા દરમિયાન તેમણે આ વાત કહી. તેમણે કહ્યું કે, વડાપ્રધાન મોદીના કાળમાં કોઈ પણ વર્ગને લાભ મળ્યો નથી. ભાજપ કહી રહી છે કે તેઓ એકનાથ શિંદેને અહીં લાàª
02:11 PM Aug 20, 2022 IST | Vipul Pandya
તેલંગણાના મુખ્યમંત્રી (Telangana CM) કે. ચંદ્રશેખર રાવે (KCR) દાવો કર્યો છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનકાળમાં કોઈને લાભ થય નથી. એ સિવાય તેમણે ભાજપ તરફથી મળતી કથિતપણે ધમકીઓનો ઉલ્લેખ કરતા પડકાર આપ્યો છે કે, જેને જે કરવું હોય તે કરી લે.
શનિવારે એક જનસભા દરમિયાન તેમણે આ વાત કહી. તેમણે કહ્યું કે, વડાપ્રધાન મોદીના કાળમાં કોઈ પણ વર્ગને લાભ મળ્યો નથી. ભાજપ કહી રહી છે કે તેઓ એકનાથ શિંદેને અહીં લાવશે અને અમારી સરકાર તોડશે. એવું કોણ કરશે? તમે આવું તમારા અહંકારના કારણે કહી રહ્યાં છો. મારા વિરૂદ્ધ EDનો કેસ નોંધાશે. હું કહું છું તમારે જે કરવું હોય તે કરી લો.
ઉલ્લેખનીય છે કે, કેસીઆર (KCR) અગાઉ પણ વડાપ્રધાનને લઈને આક્રમક થઈ ચુક્યાં છે. જુલાઈની શરૂઆતમાં તેમણે પુછ્યું હતું કે, જ્યારે તમે પહેલીવાર ચૂંટાયા હતા, ત્યારે તમે જનતાને કોઈ આશ્વાસન આપ્યું હતું. શું ઓછામાં ઓછું એક વચન પૂર્ણ થયું? આ હું નહી આખો દેશ પુછી રહ્યો છે.

Tags :
BJPGujaratFirstKCRNarenrdaModiTelanganaCM
Next Article