હવે ડ્રાઇવીંગ લાયસન્સ માટે નહીં જવુ પડે RTO, જાણો નવા નિયમો
કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રાલયે ડ્રાઇવિંગ લાયસન્સ બનાવવાના નિયમોમાં કેટલાક ફેરફાર કર્યા છે. ટુ-વ્હીલર અથવા ફોર વ્હીલર ચાલકોએ હવે તેમનું ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવવા માટે રિજનલ ટ્રાન્સપોર્ટેશન ઓફિસ (RTO)ની મુલાકાત લેવાની જરૂર રહેશે નહીં.સામાન્ય માણસને મોટી રાહત આપતા કેન્દ્ર સરકારે ડ્રાઇવિંગ લાયસન્સ બનાવવા માટે નવા નિયમો બનાવ્યા છે. નવા નિયમો અનુસાર હવે ડ્રાઇવિંગ ટેસ્ટ ફરજàª
કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રાલયે ડ્રાઇવિંગ લાયસન્સ બનાવવાના નિયમોમાં કેટલાક ફેરફાર કર્યા છે. ટુ-વ્હીલર અથવા ફોર વ્હીલર ચાલકોએ હવે તેમનું ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવવા માટે રિજનલ ટ્રાન્સપોર્ટેશન ઓફિસ (RTO)ની મુલાકાત લેવાની જરૂર રહેશે નહીં.
સામાન્ય માણસને મોટી રાહત આપતા કેન્દ્ર સરકારે ડ્રાઇવિંગ લાયસન્સ બનાવવા માટે નવા નિયમો બનાવ્યા છે. નવા નિયમો અનુસાર હવે ડ્રાઇવિંગ ટેસ્ટ ફરજિયાત રહેશે નહીં.
હવે લોકોને RTOની મુલાકાત લેવા અને તેમનું DL બનાવવા માટે લાંબી લાઈનોમાં રાહ જોવાની જરૂર નહીં પડે. હવે આ કામગીરી સ્ટેટ ટ્રાન્સપોર્ટ ઓથોરિટી અથવા કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત ડ્રાઈવર ટ્રેનિંગ સેન્ટર દ્વારા કરવામાં આવશે. સરકારે હવે માન્યતા પ્રાપ્ત ડ્રાઇવર તાલીમ કેન્દ્રોને ડ્રાઇવિંગ લાયસન્સ માટેની કસોટી લેવાની સત્તા આપી છે.
DL માટે અરજી કરનારાઓએ આમાંના કોઈપણ ડ્રાઇવર તાલીમ કેન્દ્રોમાં પોતાની નોંધણી કરાવવી પડશે અને તેમના દ્વારા લેવામાં આવતી પરીક્ષા પાસ કરવી પડશે. જો પરીક્ષા પાસ થશે તો કેન્દ્ર પ્રમાણપત્ર આપશે. પ્રમાણપત્ર મેળવ્યા પછી, ઉમેદવારો ડ્રાઇવિંગ લાયસન્સ માટે અરજી કરી શકે છે જે RTO ખાતે કોઈપણ પરીક્ષણ વિના તાલીમ પ્રમાણપત્રના આધારે જારી કરવામાં આવશે.
સમર્પિત તાલીમ કેન્દ્રો સિમ્યુલેટરથી સજ્જ હશે અને તેમાં ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક હશે. આ કેન્દ્રો હળવા મોટર વાહનો (LMV) અને મધ્યમ અને ભારે વાહનો (HMV) માટે તાલીમ આપી શકે છે. LMV માટે તાલીમનો કુલ સમયગાળો 29 કલાકનો હશે, જે ચાર અઠવાડિયામાં પૂર્ણ થશે.
ડ્રાઇવિંગ લાયસન્સ (DL)માં સરનામું બદલવા માટે, પહેલા પ્રાદેશિક પરિવહન કાર્યાલય (RTO)માં અરજી કરવી પડતી હતી. હવે આટલી લાંબી પ્રક્રિયામાંથી પસાર થવાની જરૂર નથી. આ માટે તમે ભારત સરકારની mParivahan એપનો ઉપયોગ કરી શકો છો. આ સાથે, ઘરે બેસીને ડ્રાઇવિંગ લાયસન્સ પર ઘરનું સરનામું બદલી શકાશે.
Advertisement