Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ઇમરાન સરકાર સામે હવે 28મી માર્ચે 'અવિશ્વાસની દરખાસ્ત'

પાકિસ્તાનમાં ઇમરાન ખાન સરકાર સામે લવાયેલી અવિશ્વાસની દરખાસ્ત હવે ત્રણ દિવસ ટાળી દેવાઇ છે. હવે અવિશ્વાસની દરખાસ્ત 28 માર્ચે સોમવારે રજૂ થશે.અગાઉ પીએમ ઇમરાન ખાન સરકાર સામે 25મી માર્ચે અવિશ્વાસની દરખાસ્ત રજૂ થવાની હતી પરંતું હવે જાણવા મળ્યા મુજબ એક સાંસદના મૃત્યુના કારણે હવે ત્રણ દિવસ અવિશ્વાસની  દરખાસ્તને ટાળી દેવાઇ છે. ઇમરાન સરકારની સામેની અવિશ્વાસની દરખાસ્ત પર વોટીંગ આગળના સàª
ઇમરાન સરકાર સામે હવે 28મી માર્ચે  અવિશ્વાસની દરખાસ્ત
પાકિસ્તાનમાં ઇમરાન ખાન સરકાર સામે લવાયેલી અવિશ્વાસની દરખાસ્ત હવે ત્રણ દિવસ ટાળી દેવાઇ છે. હવે અવિશ્વાસની દરખાસ્ત 28 માર્ચે સોમવારે રજૂ થશે.
અગાઉ પીએમ ઇમરાન ખાન સરકાર સામે 25મી માર્ચે અવિશ્વાસની દરખાસ્ત રજૂ થવાની હતી પરંતું હવે જાણવા મળ્યા મુજબ એક સાંસદના મૃત્યુના કારણે હવે ત્રણ દિવસ અવિશ્વાસની  દરખાસ્તને ટાળી દેવાઇ છે. ઇમરાન સરકારની સામેની અવિશ્વાસની દરખાસ્ત પર વોટીંગ આગળના સપ્તાહે થઇ શકે છે.  દરમિયાન, બહુમત સાબિત કરવા માટે ઇમરાન સરકારે સાથી પક્ષોને મનાવાની કોશિશ કરી હતી પણ તેમને નિષ્ફળતા મળી છે. હવે નેશનલ એસેમ્બલીમાં પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફની સહયોગી પાર્ટી મુત્તાહિદા કોમી મૂવમેન્ટ પાકિસ્તાને પણ વિપક્ષનો સાથ દેવાનું નક્કી કર્યું છે. પક્ષે કહ્યું હતું કે તે ઇમરાન ખાનને પીએમ પદ પરથી હટાવવા વિપક્ષી દળોના ગઠબંધનને સહયોગ કરશે. 
બીજી તરફ આસિફ અલી જરદારીની પાર્ટી પાકિસ્તાન પિપલ્સ પાર્ટીએ પોતાની સહયોગી પક્ષ પાકિસ્તાન ડેમોક્રેટિક
મૂવમેન્ટને 28 માર્ચે ઇરમાન ખાન સરકાર સામે બોલાવાયેલી રેલીને સ્થગિત કરવાનું કહ્યું છે. પીપીપીએ કહ્યું હતું કે સુપ્રીમ  કોર્ટના આદેશનું સન્માન થવું જોઇએ અને આ રેલીને રોકી દેવી જોઇએ. પીપીપીનું માનવું છે કે જો સુપ્રીમ કોર્ટે પીએમ ઇમરાનખાનની પાર્ટીને સાર્વજનિક સભા બોલાવા પર રોક  લગાવી દીધી છે તો આપણે પણ રેલી ના યોજવી જોઇએ. પીપીપીના નેતાઓએ કહ્યું કે જો તેઓ 28મીએ રેલી કરશે તો પીએમ ઇમરાનખાન કોઇ પણ નિર્ણય લઇ શકે છે અને રેલીના કારણે સુપ્રીમ કોર્ટની અવમાનના પણ માની શકાય છે. 
Advertisement
Tags :
Advertisement

.