Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

લાઉડસ્પીકર મુદ્દે નીતિશ કુમારનું મોટું નિવેદન, કહ્યું – આ બધી બકવાસ વાતો

લાઉડસ્પીકર અંગે દેશભરમાં વિવાદ ચાલુ છે. બિહારમાં પણ ભાજપની મદદથી સરકાર ચાલી રહી છે. આવી સ્થિતિમાં અહીં પણ લાઉડસ્પીકર હટાવવાની માંગ ઉઠવા પામી છે. પરંતુ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારનું આ મામલે અલગ વલણ છે. નીતિશ કુમારે તેને ફાલતુનો મુદ્દો ગણાવ્યો છે. જ્યારે નીતિશ કુમારને લાઉડસ્પીકર પર ચાલી રહેલી રાજનીતિ પર સવાલ કરવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે, આ એક વ્યર્થ વાત છે, જે ગમે ત
લાઉડસ્પીકર મુદ્દે નીતિશ કુમારનું મોટું  નિવેદન  કહ્યું  ndash  આ બધી બકવાસ વાતો

લાઉડસ્પીકર અંગે દેશભરમાં વિવાદ ચાલુ છે. બિહારમાં પણ ભાજપની મદદથી
સરકાર ચાલી રહી છે. આવી સ્થિતિમાં અહીં પણ લાઉડસ્પીકર હટાવવાની માંગ ઉઠવા પામી છે.
પરંતુ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારનું આ મામલે અલગ વલણ છે. નીતિશ કુમારે તેને
ફાલતુનો મુદ્દો ગણાવ્યો છે. જ્યારે નીતિશ કુમારને લાઉડસ્પીકર પર ચાલી રહેલી
રાજનીતિ પર સવાલ કરવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે
,
આ એક વ્યર્થ વાત છે, જે ગમે તેમ ચાલે છે.
દરેકની પોતાની ઈચ્છા હોય છે. આ બધી બાબતોમાં કોઈ જોખમ નથી.

Advertisement


નીતિશનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે તેમની જ સરકારમાં
હાજર કેટલાક મંત્રીઓ અને ભાજપના નેતાઓ સતત લાઉડસ્પીકર હટાવવાની વાત કરી રહ્યા છે. આ
પહેલા બિહારમાં લાઉડસ્પીકર અંગે ચર્ચા ત્યારે શરૂ થઈ જ્યારે નીતિશ કુમારના મંત્રી
જનક રામે નિવેદન આપ્યું હતું. જેમાં તેમણે કહ્યું કે દેશના કાયદાથી મોટો કોઈ ધર્મ
નથી. રાજ્યોમાં પણ કાયદાનું પાલન થાય છે. જો આ કાયદો યુપીમાં આવ્યો તો તેની અસર
બિહાર પર પણ પડશે. તેમણે કહ્યું હતું કે
, તેને લાગુ
કરવા માટે કેન્દ્ર અને બિહારના નેતાઓ ચર્ચા કરશે.

Advertisement


તેમના સિવાય ભાજપના કેટલાક નાના નેતાઓ દ્વારા પણ લાઉડસ્પીકર બાબતે
આવી બયાનબાજી સામે આવી હતી. આપને જણાવી દઈએ કે યુપીમાં લાઉડસ્પીકર અંગે કાર્યવાહી
શરૂ થઈ ગઈ છે. અહીં હજારો લાઉડસ્પીકર હટાવી દેવામાં આવ્યા છે. ભાજપ શાસિત અન્ય
રાજ્યોમાં પણ તૈયારીઓ ચાલી રહી છે. બિહારમાં પણ આવો જ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે
,
પરંતુ નીતિશના સ્ટેન્ડે તેને ઊંધા વાળવાનું કામ કર્યું છે. નીતિશ
કુમાર પણ છેલ્લા કેટલાક દિવસોથી ઘણી ઈફ્તાર પાર્ટીઓમાં જોવા મળી રહ્યા છે. જેની
સાથે તેણે પોતાનું સ્ટેન્ડ સ્પષ્ટ કર્યું છે.

Advertisement

 

Tags :
Advertisement

.