ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

નીતિન પટેલે દેશના પ્રથમ રોબોટિક કાફેમાં પાણીપુરીની મજા માાણી

અમદાવાદ શહેરમાં દેશના સૌપ્રથમ રાબોટિક કાફેની શરુઆત થઇ છે. સ્ટાર્ટઅપ ઇન્ડિયા અંતર્ગત શરુ થયેલા આ કાફેનું રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ કાફેની અંદર ભેળપુરી, ટી, ફોફી, સેન્ડવીચ, સમોસા સહિતની તમામ વસ્તુઓ રોબોટ દ્વારા જ પિરસવામાં આવશે. કાફેની અંદર હાલમાં ત્રણ અલગ અલગ પ્રકારના રોબોટ મુકવામાં આવ્યા છે.  જેમાં એક રોબોટ નાસ્તો આપશે, બીજ
02:37 PM Feb 15, 2022 IST | Vipul Pandya
અમદાવાદ શહેરમાં દેશના સૌપ્રથમ રાબોટિક કાફેની શરુઆત થઇ છે. સ્ટાર્ટઅપ ઇન્ડિયા અંતર્ગત શરુ થયેલા આ કાફેનું રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ કાફેની અંદર ભેળપુરી, ટી, ફોફી, સેન્ડવીચ, સમોસા સહિતની તમામ વસ્તુઓ રોબોટ દ્વારા જ પિરસવામાં આવશે. કાફેની અંદર હાલમાં ત્રણ અલગ અલગ પ્રકારના રોબોટ મુકવામાં આવ્યા છે.  જેમાં એક રોબોટ નાસ્તો આપશે, બીજો રોબોટ ચા-કોફી આપશે જ્યારે ત્રીજા રોબોટ સાથે વાત પણ કરી શકાશે.

નીતિન પટેલે વેન્ડિંગ મશીનમાંથી પાણીપુરી ખાધી
આજે આ રોબોટિક કાફેના ઉદ્ગાટન બાદ નીતિન પટેલે ત્યાં પાણીપુરીની મજા પણ માણી હતી. જેનો વીડિયો અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ કાફેની અંદર પાણીપુરી. ભેળ, પફ, સમોસા વગેરે માટે એક અલગ વેન્ડિંગ મશીન પણ છે. ત્યારે નીતિન પટેલે આ પ્રકારના વેન્ડિંગ મશીનમાં જ પાણીપુરી ખાધી હતી. જેનો વિડિયો અત્યારે સોશિયલ મિડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. વિડિયોમાં નીતિનભાઇની આસપાસ અનેક લોકોનું ટોળું પણ દેખાઇ રહ્યું છે, જેઓ તેમને પાણીપુરીની મજા માણતા જોવા માટે એકઠું થયું છે. નીતિન પટેલની હળવાશની પળોનો આ વિડિયો રાજ્યભરમાં અત્યારે ચર્ચાનો વિષય પણ બન્યો છે. સોશિયલ મીડિયા પર ફરતા આ વિડિયો પર લોકો મજેદાર કોમેન્ટસ્ પણ કરી રહ્યા છે.
દેશભરમાં આવા રોબોટિક કાફે ખુલશે
અમદાવાદમાં શરુ થયેલા આ રોબોટિક કાફે પાછળ 100 જેટલા એન્જીનયર્સ મહેનત કરી રહ્યા છે. આ સિવાય આ લોકોનો લક્ષ્યાંક દેશભરમાં 1000 જેટલા આઉટલેટ ખોલવાનો છે. અમદાવાદ અને ગુજરાત માટે ગૌરવની વાત પણ ગણી શકાય કે દેશનું પ્રથમ રોબોટિક કાફે અમદાવાદમાં શરુ થયું છે.
Tags :
AhmedabadGUjarat1stNitinPatelPaniPuriroboticcafe
Next Article