Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ખજૂર તરીકે પ્રસિદ્ધ નીતિન જાનીએ ગોંડલમાં મનો દિવ્યાંગ બાળકો માટે 3 ઘર બનાવી આપ્યા

મનો દિવ્યાંગ બાળકો માટે બનાવ્યા ઘર માનવ સેવા એજ પ્રભુ સેવા અને આ સેવાનો પર્યાય એટલે ખજૂરભાઈ ઉર્ફે નીતિન જાની ગોંડલ જેતપુર રોડ સંઢીયા પુલ પાસે રહેતા 9 દિવ્યાંગ બાળકો સાથે રહેતા સરાણીયા પરિવાર છેલ્લા 30 વર્ષથી અહીં ઝૂંપડામાં રહેતા હતા. ત્રણ પરિવારમાં 9 મનો દિવ્યાંગ બાળકો છે. જેને ક્યાંય જતા ન રહે તે માટે માતા પિતા દ્વારા તેમને બાંધીને રાખવામાં આવતા હતા. ત્યારે નીતિનભાઈ જાની ઉર્ફે ખà
ખજૂર તરીકે પ્રસિદ્ધ નીતિન જાનીએ ગોંડલમાં મનો દિવ્યાંગ બાળકો માટે 3 ઘર બનાવી આપ્યા
Advertisement
મનો દિવ્યાંગ બાળકો માટે બનાવ્યા ઘર 
માનવ સેવા એજ પ્રભુ સેવા અને આ સેવાનો પર્યાય એટલે ખજૂરભાઈ ઉર્ફે નીતિન જાની ગોંડલ જેતપુર રોડ સંઢીયા પુલ પાસે રહેતા 9 દિવ્યાંગ બાળકો સાથે રહેતા સરાણીયા પરિવાર છેલ્લા 30 વર્ષથી અહીં ઝૂંપડામાં રહેતા હતા. ત્રણ પરિવારમાં 9 મનો દિવ્યાંગ બાળકો છે. જેને ક્યાંય જતા ન રહે તે માટે માતા પિતા દ્વારા તેમને બાંધીને રાખવામાં આવતા હતા. ત્યારે નીતિનભાઈ જાની ઉર્ફે ખજૂરભાઈના સંપર્કમાં આ પરિવાર આવ્યો હતો અને મકાન બનાવી આપવાની મદદ માંગી હતી.
સાત દિવસની રાત-દિવસની મહેનતથી બનાવ્યા ઘર 
નીતિનભાઈ જાની એ માજીની રજુઆત સાંભળી અને સ્થળ પર મુલાકાત લીધી હતી. ત્યારબાદ નીતિનભાઈ જાની દ્વારા મનો દિવ્યાંગ બાળકોને ત્રણ ઘર બનાવી આપવાની શરૂઆત કરી હતી છેલ્લા 7 દિવસથી દિવસ રાત મહેનત કરી ગોંડલ તેમજ રાજકોટના યુવાનો દ્વારા સાત દિવસમાં ત્રણ ઘર બનાવી આપવામાં આવ્યા અંદાજે 6 થી 7 લાખના ખર્ચે પરિવારને ત્રણ ઘર બનાવી આપવામાં આવ્યા છે. 
ગણપતિની પૂજા સાથે ગૃહ પ્રવેશ 
આજરોજ મનો દિવ્યાંગ બાળકો તેમજ પરિવાર સાથે રીબીન કાપી ગૃહ પ્રવેશ કરવામાં આવ્યો હતો ત્યાર બાદ નિતીન જાની દ્વારા ગણપતિજી ની પૂજા કરવામાં આવી હતી અને મનો દિવ્યાંગ બાળકો સાથે ગૃહ પ્રવેશ કરવામાં આવ્યો હતો. ઘરની બાળકો અંદર છૂટ થી રમી શકે તે માટે ફરતે લોખંડની જાળી ફિટ કરવામાં આવી છે તેમજ મકાન માં ફરતે હવા ઉજાસ નું પૂરતું ધ્યાન રાખવામાં આવ્યું છે.તેમજ ઘરમાં ઇલેક્ટ્રિક સિટી લાઈટ, પંખા થી માંડી તમામ સુવિધા પૂરી પાડવામાં આવી છે. ઘરમાં કબાટ, શેટી, ગાદલા, ઘરની દીવાલ પર ભગવાન અને પ્રાકૃતિક સૌંદર્ય ની છબી રાખવામાં આવી છે. 


મનો દિવ્યાંગ બાળકોના હેર કટ કરાવી નવા કપડા પહેરવા આપ્યા 
નીતિનભાઈ જાની જણાવ્યું હતું કે આજે બાળકો સાથે ગૃહ પ્રવેશ કરી ખૂબ ખુશ છું બાળકો પણ ખૂબ ખુશ છે બાળકો સાથે ગૃહ પ્રવેશ કરતા પહેલા તેમના હર કટ કરવામાં આવ્યા હતા તેમજ બાળકોને નવા કપડા પણ પહેરવામાં આવ્યા હતા. વધુમાં નીતિન જાની એ જણાવ્યું હતું કે  મારી સાથે સાત દિવસમાં ખૂબ સારા સારા અનુભવ થયા હતા જેમનો એક અનુભવ 6 વર્ષની નાની બાળકી દુર્વા નામની દીકરી મારી પાસે આવી હતી. અને મારા વિડિઓ જોઈ અને સેવાનું કામ કરૂં છું તેના થી પ્રેરાયને મને મળવા આવી હતી અને  પોતાનો પૈસા ભેગા કરેલો ગલ્લો મને આપી સેવામાં વાપરવા માટે તૈયારી બતાવી હતી. આ બાળકી વિશે ખજૂરભાઈએ જણાવ્યું હતું કે એક બાજુ નાના બાળકો પોતાના મોજ શોખ માટે રૂપિયા વાપરતા હોય છે ત્યારે આ નાની દીકરીએ પોતાના ગલ્લા ના રૂપિયા આપી સમાજને એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.તેમજ નાની બાળકી દુર્વાને મોટા થઈ ને ખજૂરભાઈ જેવું બનવું છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.

×