સુલ્તાનપુરમાં ખજુરભાઈએ જરૂરિયાતમંદ પરિવારને ઘર બનાવી આપ્યું
સોશ્યિલ મીડિયામાં જિગલી ખજૂરની જોડી ફેમ નીતિનભાઈ જાનીના નામથી આપ સૌ વાકેફ છો. સાથે સાથે માનવ સેવાના ભેખધારી અને હાર હંમેશ ગરીબોના મસીહા બની લોકોની જરૂરિયાતને પુરી પડતા નીતિન જાનીએ આજે વધુ એક ઘર સુલતાનપુર ખાતે રહેતા અને રીક્ષા ચલાવી ગુજરાન ચલાવતા બારોટ પરિવારને મકાન બનાવી વધુ એક પરિવારને મુરઝાતા ઉગાર્યો હતો.ગોંડલના સુલતાનપુર ખાતે વસવાટ કરતો બારોટ પરિવારની અત્યંત ખરાબ પરિસ્àª
Advertisement
સોશ્યિલ મીડિયામાં જિગલી ખજૂરની જોડી ફેમ નીતિનભાઈ જાનીના નામથી આપ સૌ વાકેફ છો. સાથે સાથે માનવ સેવાના ભેખધારી અને હાર હંમેશ ગરીબોના મસીહા બની લોકોની જરૂરિયાતને પુરી પડતા નીતિન જાનીએ આજે વધુ એક ઘર સુલતાનપુર ખાતે રહેતા અને રીક્ષા ચલાવી ગુજરાન ચલાવતા બારોટ પરિવારને મકાન બનાવી વધુ એક પરિવારને મુરઝાતા ઉગાર્યો હતો.
ગોંડલના સુલતાનપુર ખાતે વસવાટ કરતો બારોટ પરિવારની અત્યંત ખરાબ પરિસ્થિતિમા જીવન નિર્વાહ કરી રહયો હોય ત્યારે આ પરિવાર આ પરિવાર દ્વારા ખજૂરભાઈ ઉર્ફે નીતિનભાઈ જાની પાસે ઘર બનાવી આપવાની રજુઆત કરવા ગોંડલ પોહચ્યો હતો.
નીતિનભાઈ જાની દ્વારા પરિવારની રજુઆત સાંભળી ઘર બનાવી આપવાની તૈયારી બતાવી હતી. નીતિનભાઈ ઉર્ફે ખજૂરભાઈ દ્વારા ગોંડલ તાલુકામાં જરૂરિયાત મંદ પરિવારને બીજું ઘર બનાવી આપ્યું.
ગોંડલ તાલુકાના સુલતાનપુર ગામમાં જુના બસ સ્ટેન્ડ પાસે રહેતા જીતેન્દ્રભાઈ પ્રેમજીભાઈ અંકલેશ્વરીયા ઉ. વ.60 રીક્ષા ચલાવીને પોતાના પરિવારનું ભરણ પોષણ કરી રહયા છે ત્યારે જીતેન્દ્રભાઈ અસ્થિર મગજના બહેન રસીલાબેન છેલ્લા ઘણાં વર્ષ થી શેરી, ગલી અને સીમમાં એક પણ કપડું પહેર્યા વગર ફરી રહ્યા હતા, હાલ માનસિક અસ્થિર રસીલા બેને એલ.એલ.બી સુધીનો અભ્યાસ કર્યો હતો. પરંતુ હોનારતમાં ઘર તણાઈ જતાં આ પરિવારનું રહેવાનું મકાન પણ પડી ગયું હતું.
જીતેન્દ્ર ભાઈ ઉપર અંધ વૃદ્ધ માસીની જવાબદારી પણ આવી પડી હતી. આ પરિવાર એક ઓરડીમાં રહતો હતો અને ઘરમાં એક માત્ર નાનો લેમ્પ હતો, પીવાના પાણીનું માટલું પણ ન હતું, પ્લાસ્ટિકના તૂટેલા કેરબામાંથી આ પરિવાર પાણી પીતું હતું. ત્યારે નીતિનભાઈ જાની દ્વારા આ પરિવાર ને અંદાજે 5 થી 6 દિવસમાં 3 થી 4 લાખના ખર્ચે દિવસ રાત મહેનત કરી એક ઘર કે જેમાં બે રૂમ, બાથરૂમ, ટોયલેટ બનાવી આપવામાં આવ્યા હતા.
ફળિયામાં પેવર બ્લોક નાખવામાં આવ્યા છે. વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. સાથે ઘર વખરીનો સામાન બેડ, કબાટ, ટી.વી., ફ્રીજ, ઇલેક્ટ્રિકસીટી, ગાદલા, ઘરનું લાઈફ ટાઈમ કરિયાણું, મોબાઈલ ફોન સહિતનું ચીજ વસ્તુઓ આપવામાં આવી હતી.
આજરોજ નીતિનભાઈ ઉર્ફે ખજૂરભાઈ દ્વારા પરિવારના સભ્યો સાથે રીબીન કાપી ગૃહ પ્રવેશ કરવામાં આવ્યો હતો ત્યાર બાદ ગણપતિજીનું પૂજા કરવામાં આવી હતી. ગૃહ પ્રવેશ કરતી વખતે પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. આ તકે મોટી સંખ્યામાં ગ્રામજનો ઉમટી પડ્યા હતા.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.