નિતીન ગડકરીએ કર્યા છે મોદી સરકારના 90 ટકા વિકાસના કામ, સંજય રાઉતે કર્યા વખાણ
શિવસેના સાંસદ સંજય રાઉતે કેન્દ્રીય મંત્રી નિતીન ગડકરીના જન્મદિવસે શુભકામના આપી વખાણ કર્યા હતા કે મોદી સરકારના 8 વર્ષના કાર્યકાળમાં 90 ટકા વિકાસના કામ નિતીન ગડકરીએ કર્યા છે. પત્રકારો સાથે વાત કરતાં સંજય રાઉતે નિતીન ગડકરીના વખાણ કર્યા હતા. તેમણે કહ્યું કે નિતીન ગડકરીનો દ્રષ્ટીકોણ અલગ છે અને તે ક્યારેય વિકાસના કામોમાં રાજકારણ કરતા નથી. તેમણે કહ્યું કે આજે આપણે દેશમાં જે પણ વિકાસàª
02:44 PM May 27, 2022 IST
|
Vipul Pandya
શિવસેના સાંસદ સંજય રાઉતે કેન્દ્રીય મંત્રી નિતીન ગડકરીના જન્મદિવસે શુભકામના આપી વખાણ કર્યા હતા કે મોદી સરકારના 8 વર્ષના કાર્યકાળમાં 90 ટકા વિકાસના કામ નિતીન ગડકરીએ કર્યા છે.
પત્રકારો સાથે વાત કરતાં સંજય રાઉતે નિતીન ગડકરીના વખાણ કર્યા હતા. તેમણે કહ્યું કે નિતીન ગડકરીનો દ્રષ્ટીકોણ અલગ છે અને તે ક્યારેય વિકાસના કામોમાં રાજકારણ કરતા નથી.
તેમણે કહ્યું કે આજે આપણે દેશમાં જે પણ વિકાસના કામો જોઇએ છીએ તેમાં લગભર 90 ટકા નિતીન ગડકરીના કારણે છે. તેમણે સારી ગુણવત્તા વાળા રસ્તા આપ્યા છે અને દેશના સરહદી વિસ્તારોમાં રસ્તા પણ બનાવ્યા છે. દેશમાં સતત જે ફ્લાય ઓવર બની રહ્યા છે તેનો શ્રેય નિતીન ગડકરીને જાય છે.
સંજય રાઉતે કહ્યું કે શરદ પવાર બાદ નિતીન ગડકરી બીજા એવા નેતા છે જે વિકાસના કામોમાં રાજકારણ લાવતા નથી. ઉલ્લેખનિય છે કે ભાજપ અને શિવસેના વચ્ચે મતભેદો હોવા છતાં નિતિન ગડકરીને સંજય રાઉદ અને ઉધ્ધવ ઠાકરે સાથે સારા સંબંધ છે. નિતીન ગડકરીના 65માં વર્ષના જન્મદિને તેમને અભિનંદન આપતાં તેમણે કહ્યું કે તેમને નિતીન ગડકરી પર ગર્વ છે. કારણ કે તે મહારાષ્ટ્રમાંથી આવે છે. તેમણે કહ્યું કે ભાજપથી જોડાયેલા હોવા છતાં તેમના દરેક પક્ષના નેતા સાથે સારા સંબંધ છે. આલોચના તો દરેક જગ્યાએ થતી હોય છે પણ તે આલોચના ઝેરીલી ના હોવી જોઇએ.
ઉલ્લેખનિય છે કે શિવસેના અને ભાજપ વચ્ચે ઉતાર ચઢાવભર્યા સંબંધ રહ્યા છે. 1989માં પહેલી વાર બંને પક્ષ વચ્ચે ગઠબંધન થયું હતું. ત્યારબાદ 1995માં પહેલીવાર ભાજપ શિવસેનાની સરકાર બની હતી. વાજપેયી સરકારમાં પણ શિવસેના હિસ્સો હતી. 2019ની ચૂંટણી પણ બંનેએ સાથે મળીને લડી હતી પણ મોદી સરકારમાં શિવસેનાના કોટામાંથી એક જ મંત્રી બનાવાતા બંને વચ્ચે તિરાડ઼ પડી ગઇ હતી.
Next Article