ભરૂચ જિલ્લાને ક્રાઈમ મુક્ત કરવા નવનિયુક્ત S.P. ડૉ.લીના પાટીલે કર્યું એવું કે ગુનેગારો પણ ધ્રૂજી ઉઠશે
ભરૂચ જિલ્લાના ઈતિહાસમાં ઘણા એસ.પી અને આઈ.એ.એસ અધિકારીઓ ફરજ નીભાવી ગયા હશે પરંતુ ભરૂચ જિલ્લાને ક્રાઈમ મુક્ત કેવી રીતે કરવો તે અંગે કોઈ અધિકારીએ વિચાર્યું નહીં હોય. પરંતુ ભરૂચ જિલ્લામાં નવનિયુક્ત એસ.પી ડૉ.લીના પાટીલે ભરૂચ જિલ્લાના પોલીસ મથકોમાં કેટલાય જવાનોની બદલી કરવા સાથે જિલ્લાને ક્રાઈમ મુક્ત કરવા માટે ત્યાગ મેળવી ભરૂચ સુરતને જોડતી ચાર બોર્ડરો ઉપર તાત્કાલિક ચેક પોસ્ટ ઉભી કરà
Advertisement
ભરૂચ જિલ્લાના ઈતિહાસમાં ઘણા એસ.પી અને આઈ.એ.એસ અધિકારીઓ ફરજ નીભાવી ગયા હશે પરંતુ ભરૂચ જિલ્લાને ક્રાઈમ મુક્ત કેવી રીતે કરવો તે અંગે કોઈ અધિકારીએ વિચાર્યું નહીં હોય. પરંતુ ભરૂચ જિલ્લામાં નવનિયુક્ત એસ.પી ડૉ.લીના પાટીલે ભરૂચ જિલ્લાના પોલીસ મથકોમાં કેટલાય જવાનોની બદલી કરવા સાથે જિલ્લાને ક્રાઈમ મુક્ત કરવા માટે ત્યાગ મેળવી ભરૂચ સુરતને જોડતી ચાર બોર્ડરો ઉપર તાત્કાલિક ચેક પોસ્ટ ઉભી કરી છે. ભરૂચ જિલ્લાને ક્રાઈમ મુક્ત કરવાના પ્રયાસો જિલ્લા પોલીસવડા કરી રહ્યા છે.
ભરૂચ જિલ્લામાં દારૂ ક્યાંથી આવે છે તે દિશામાં તપાસ કરતા દમણ અને ગોવા તથા મહારાષ્ટ્ર તરફથી દારૂનો જથ્થો બુટલેગરો ભરૂચમાં ઘુસાડી રહ્યા હોય જેના કારણે ભરૂચ જિલ્લાને દારૂ મુક્ત સાથે ક્રાઈમ મુક્ત કરવા જિલ્લાના નવનિયુક્ત એસ.પી ડૉ.લીના પાટીલે સુરત પોલીસ સાથે સંકલનમાં રહી ભરૂચ જિલ્લા અને સુરતને જોડતી બોર્ડરો જેવી કે હાંસોટ અને કીમ પોલીસ સ્ટેશન વચ્ચે આવેલા સાહોલ અને વડોલી વચ્ચે તેમજ અંકલેશ્વર રૂરલ અને માંગરોળને જોડતી પાનોલી અને હથુરન વચ્ચે તથા વાલિયા અને માંગરોળ પાતાલથી વાંકલ અને વાલિયાથી ઉમરપાડા વચ્ચે કવચીયા અને વાવડી વચ્ચે ચાર ચેક પોસ્ટ વચ્ચે તાત્કાલિક કાર્યરત કરી છે. અને આ ચેક પોસ્ટ ઉપર બંને જિલ્લાના પોલીસ જવાનો તૈનાત કરી દેવાયા છે.
ભરૂચ જિલ્લાના નવનિયુક્ત એસ.પી ડૉ.લીના પાટીલે ભરૂચ જિલ્લાને ક્રાઈમ મુક્ત કરવા માટે ચાર ચેક પોસ્ટ ઉભી કરી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેવા પ્રયાસો કર્યા છે. અને કોઈપણ ગુનેગાર ભરૂચ જિલ્લામાં ગુનાને અંજામ આપતા ચેતશે અને ગુનાહિત સામગ્રીઓ લઈને ભરૂચ જિલ્લામાં ઘુસતા પહેલા ગુનેગારો પણ ધ્રૂજી ઉઠશે તે નક્કી છે.