ન્યૂઝિલેન્ડે ટોસ જીતી પ્રથમ બેટિંગનો કર્યો નિર્ણય
ઓસ્ટ્રેલિયામાં રમાઈ રહેલા T20 વર્લ્ડ કપ 2022 (T20 World Cup 2022) માં આજે પ્રથમ સેમીફાઈનલ મેચ ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાન વચ્ચે રમાવાની છે. આ મેચ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર થોડી જ ક્ષણોમાં શરૂ થવાની છે. આ મેચમાં ટોસ ન્યૂઝિલેન્ડના પક્ષમાં રહ્યો છે. ટોસ જીતીને ન્યૂઝિલેન્ડની ટીમે પાકિસ્તાનને પ્રથમ બોલિંગ માટેનું આમંત્રણ આપ્યું છે. T20 વર્લ્ડ કપની પ્રથમ સેમીફાઇનલ મેચ પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચà«
ઓસ્ટ્રેલિયામાં રમાઈ રહેલા T20 વર્લ્ડ કપ 2022 (T20 World Cup 2022) માં આજે પ્રથમ સેમીફાઈનલ મેચ ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાન વચ્ચે રમાવાની છે. આ મેચ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર થોડી જ ક્ષણોમાં શરૂ થવાની છે. આ મેચમાં ટોસ ન્યૂઝિલેન્ડના પક્ષમાં રહ્યો છે. ટોસ જીતીને ન્યૂઝિલેન્ડની ટીમે પાકિસ્તાનને પ્રથમ બોલિંગ માટેનું આમંત્રણ આપ્યું છે.
T20 વર્લ્ડ કપની પ્રથમ સેમીફાઇનલ મેચ પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાઈ રહી છે. કિવી કેપ્ટન કેન વિલિયમસને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. આ મેચ માટે બંને ટીમોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
Advertisement
હવામાન પર રહેશે નજર
સિડની અને એડિલેડમાં યોજાનારી બંને મેચમાં હાર અને જીત સાથે વિશ્વને T20 વર્લ્ડ કપની આઠમી સિઝનના બે ફાઇનલિસ્ટના નામ પણ જાણવા મળશે. જ્યારે 13 નવેમ્બરે મેલબોર્નમાં યોજાનારી ટાઈટલ મેચ સાથે એક નવો ચેમ્પિયન પણ મળી જશે. જોકે, મેચના પરિણામ પર હવામાનની દયા પણ જરૂરી છે. આ જ કારણ છે કે ICCએ પણ આ માટે ખાસ પ્લાન બનાવ્યો છે.
પિચ રિપોર્ટ
શોન પોલોકે જણાવ્યું કે, આ એ જ પિચ છે જેનો ઉપયોગ ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની મેચ માટે કરવામાં આવ્યો હતો. આ પિચ પર બે પ્રકારની સ્પીડ જોઈ શકાય છે. પાકિસ્તાન આ પ્રકારની પિચ પર ન્યૂઝીલેન્ડ કરતાં વધુ મેચ રમ્યું છે. પહેલા બેટિંગ કરવી ફાયદાકારક રહેશે. પાકિસ્તાનના બોલરોને રિવર્સ સ્વિંગ મળી શકે છે, જે ન્યૂઝીલેન્ડ માટે મુશ્કેલી ઊભી કરી શકે છે.
10 ઓવરનો નિયમ લાગુ પડશે
cricket.com.au ના એક અહેવાલ મુજબ, ICC એ વરસાદ અથવા કોઈપણ અવરોધનો સામનો કરવા માટે રિઝર્વ ડેના વિકલ્પ સાથે નવો નિયમ બનાવ્યો છે, જે નોકઆઉટ મેચો (સેમીફાઈનલ અને ફાઈનલ) માં સંપૂર્ણ રીતે લાગુ થશે. મહત્વનું છે કે, જો કોઈપણ મેચમાં ખરાબ હવામાનને કારણે કોઈ સમસ્યા થાય છે, તો બીજી ઈનિંગમાં બેટિંગ કરનાર ટીમને તેનું પરિણામ મેળવવા માટે ઓછામાં ઓછી 10 ઓવરની બેટિંગ કરવી પડશે. નહિંતર, મેચ બીજા દિવસે એટલે કે રિઝર્વ ડે પર રમાશે. જ્યારે અગાઉ ગ્રુપ સ્ટેજની મેચોમાં 5-5 ઓવરની સિસ્ટમ લાગુ કરવામાં આવી હતી.
પાકિસ્તાન (પ્લેઇંગ ઇલેવન):
મોહમ્મદ રિઝવાન (wk), બાબર આઝમ (c), મોહમ્મદ નવાઝ, મોહમ્મદ હેરિસ, શાન મસૂદ, ઇફ્તિખાર અહેમદ, શાદાબ ખાન, મોહમ્મદ વસીમ જુનિયર, નસીમ શાહ, હરિસ રૌફ, શાહીન શાહ આફ્રિદી.
Advertisement
ન્યૂઝીલેન્ડ (પ્લેઇંગ ઇલેવન):
ફિન એલન, ડેવોન કોનવે (wk), કેન વિલિયમસન (c), ગ્લેન ફિલિપ્સ, ડેરીલ મિશેલ, જેમ્સ નીશમ, મિશેલ સેન્ટનર, ટિમ સાઉથી, ઇશ સોઢી, લોકી ફર્ગ્યુસન, ટ્રેન્ટ બોલ્ટ.
ગુજરાતની નંબર ૧ ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ - જે ગુજરાતીઓ ને દરેક સમાચાર માં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિત ના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.