ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

આ દેશની સંસદમાં પુરૂષો કરતા મહિલા સાંસદોની સંખ્યા વધારે, જાણો

ન્યૂઝીલેન્ડના (New Zealand) ઈતિહાસમાં પહેલીવાર મહિલા સાંસદોની સંખ્યા પુરૂષ સાંસદો કરતા વધી ગઈ છે. ઉદારવાદી લેબર પાર્ટીના નેતા સોરાયા પેકે મૈસને (Soraya Peke Mason) મંગળવારે સંસદના સભ્ય તરીકે શપથ ગ્રહણ કર્યાં. તેમણે ન્યૂઝીલેન્ડની સંસદમાં પૂર્વ સ્પીકર ટ્રવર મલાર્ડનું સ્થાન લીધુ. મલાર્ડને આયરલેન્ડના રાજદૂત નિયુક્ત કરવામાં આવ્યા છે. અન્ય પુરૂષ સાંસદોના રાજીનામાને લીધે સંસદમાં મહિલાઓની સંખ્યા 60
10:15 AM Oct 26, 2022 IST | Vipul Pandya
ન્યૂઝીલેન્ડના (New Zealand) ઈતિહાસમાં પહેલીવાર મહિલા સાંસદોની સંખ્યા પુરૂષ સાંસદો કરતા વધી ગઈ છે. ઉદારવાદી લેબર પાર્ટીના નેતા સોરાયા પેકે મૈસને (Soraya Peke Mason) મંગળવારે સંસદના સભ્ય તરીકે શપથ ગ્રહણ કર્યાં. તેમણે ન્યૂઝીલેન્ડની સંસદમાં પૂર્વ સ્પીકર ટ્રવર મલાર્ડનું સ્થાન લીધુ. મલાર્ડને આયરલેન્ડના રાજદૂત નિયુક્ત કરવામાં આવ્યા છે. અન્ય પુરૂષ સાંસદોના રાજીનામાને લીધે સંસદમાં મહિલાઓની સંખ્યા 60 અને પુરૂષોની સંખ્યા 59 થઈ ગઈ છે.
પેકે મૈસને કહ્યું કે, આ મારા મારે ખુબ ખાસ દિવસ છે મને લાગે છે કે આ ન્યૂઝીલેન્ડ માટે એક ઐતિહાસિક દિવસ છે. અંતર સંસદીય સંઘ પ્રમાણે આ મહત્વપૂર્ણ ઉપલબ્ધી ન્યૂઝીલેન્ડને દુનિયાના તે દેશોની યાદીમાં સામેલ કરે છે. જે આ વર્ષે પોતાની સંસદમાં ઓછામાં ઓછા 50% પ્રતિનિધિત્વ હાસલ કરવાનો દાવો કરી શકે છે. આ દેશોમાં ક્યૂબા, મેક્સિકો, નિકારાગુઆ, રવાંડા અને UAE સામેલ છે.
નેશનલ પાર્ટીના (National Party) ઉપનેતા નિકોલા વિલિસે કહ્યું કે, હું વાસ્તવમાં એ વાતથી ખુશ છું કે મારી દિકરીઓ દેશમાં મોટી થઈ રહી છે. જ્યાં જાહેર જીવનમાં મહિલાઓને સરખું પ્રતિનિધિત્વ છે. જ્યારે પીએમ ઓર્ડને કહ્યું કે, અનેક દેશોમાં મહિલાઓની સ્થિતિને લઈને અનિશ્ચિતતા છે. આપણે જેમ-જેમ આગળ વધતા રહીએ છીએ એવું લાગે છે કે અનેક મહિલાઓને પ્રગતિના મામલે ઝડપથી પાછળ જઈ રહ્યાં છીએ.
મહિલાઓને મતદાનનો અધિકાર આપનારો પહેલો દેશ
સંઘ પ્રમાણે વૈશ્વિક સ્તરે 26% સાંસદ મહિલાઓ છે. ન્યૂઝીલેન્ડમાં મહિલાઓના મજબૂત પ્રતિનિધિત્વનો ઈતિહાસ રચાયો છે. ન્યૂઝિલેન્ડ 1893માંમ મહિલાઓને મતદાનનો અધિકાર આપનારો પહેલો દેશ બન્યો હતો. હાલના વડાપ્રધાન જેસિંડા અર્ડર્ન દેશની ત્રીજી મહિલા વડાંપ્રધાન છે આ સિવાય મુખ્ય ન્યાયધિશ અને ગવર્નર જનરલ સહિત દેશના અનેક ઉચ્ચ હોદ્દા પર મહિલાઓ બિરાજમાન છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે વર્ષ 1919 સુધી ચૂંટણીઓમાં ઉમેદવારી નોંધાવવાનો મહિલાઓને અધિકાર નહોતો મળ્યો. પહેલીવાર વર્ષ 1933માં એક મહિલા તરીકે એલિઝાબેથ મેકકોમ્બ્સે પેટાચૂંટણી જીતી હતી. જેણે પોતાના પતિનું સ્થાન લીધું હતુ. દેશમાં પહેલીવાર હેલેન ક્લાર્ક વડાપ્રધાન બની હતી. જે માત્ર 17મી મહિલા સાંસદ હતી અને તે વર્ષ 1999 થી 2008 સુધી દેશના વડાંપ્રધાન રહી હતી.
આ પણ વાંચો - તત્કાળ યુક્રેન છોડો, જાણો કેમ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી
Tags :
GujaratFirstHistoryNewZealandNewZealandPMParliamentwomen
Next Article