Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અનોખો વિરોધ, જામનગરમાં ઊંટલારી પાછળ બાંધીને નવી ટ્રકોને શો રુમ ભેગી કરાઈ, જુઓ Video

રણજીત રોડલાઈન્સને ગત રોજ તેના વાહનના કાફલામાં 19 કાર્ગો ટ્રક ખરીદી હતી. કંપનીએ કરોડોનું બીલ પણ ચૂકવ્યું હતું. પરંતુ પાંચ મહિનામાં નવી ટ્રકો પોકળ સાબિત થઈ અને તેના સાઈલેન્સરમાં ખામી સર્જાતાં તે અચાનક બંધ પડવા લાગી કે રસ્તા વચ્ચે ઊભી...
અનોખો વિરોધ  જામનગરમાં ઊંટલારી પાછળ બાંધીને નવી ટ્રકોને શો રુમ ભેગી કરાઈ  જુઓ video

રણજીત રોડલાઈન્સને ગત રોજ તેના વાહનના કાફલામાં 19 કાર્ગો ટ્રક ખરીદી હતી. કંપનીએ કરોડોનું બીલ પણ ચૂકવ્યું હતું. પરંતુ પાંચ મહિનામાં નવી ટ્રકો પોકળ સાબિત થઈ અને તેના સાઈલેન્સરમાં ખામી સર્જાતાં તે અચાનક બંધ પડવા લાગી કે રસ્તા વચ્ચે ઊભી રહી જતી હતી. સૂત્રોના જણાવ્યાનુસાર રણજીત કંપનીએ ટાટા મોટર્સનું ધ્યાન પણ દોર્યું હતું છતાંય તેને કોઈ સંતોષકારક જવાબ ન મળતાં આખરે કંપનીએ વિરોધ તરીકે તમામ નવી ટ્રકોને ઊંટલારી પાછળ બાંધીને લઈ જવાનું ગોઠવ્યું અને તે પ્રમાણે ઊંટલારી પાછળ ટ્રકોને બાંધીને લઈ જવામાં આવી.

Advertisement

ઉત્સવ જેવા માહોલમાં વાહન ખરીદવા જતા હોય, પરંતુ જામનગરમાં તો એક ટ્રાન્સપોર્ટરે ઢોલ નગારા વગાડી, ઊંટગાડી પાછળ પોતે લીધેલ ટ્રકો બાંધી પરત આપવા શો રૂમ પર પહોંચ્યા હતા. જામનગરના એક ટ્રાન્સપોર્ટના ધંધાર્થી દ્વારા તાજેતરમાં એક ખાનગી કંપનીમાંથી 19 જેટલા ટ્રકની ખરીદી કરવામાં આવી હતી જે તમામ ટ્રકમાં ખામી હોવાની ટ્રાન્સપોર્ટર દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી.

મહત્વનું છે કે, આ તમામ ટ્રકોની કંપની પાસે સર્વિસ પણ કરાવવામાં આવી હતી જેના માટે રાજકોટ અને અમદાવાદથી પણ ઇજનેરોને બોલાવવામાં આવ્યા હતા. તે સિવાય બેથી ત્રણ વખત રીપેર કરવા છતાં ખામી દૂર થઈ ન હતી. તે બાદ ટ્રક માલિકે ખામીવાળા તમામ ટ્રકને લઈને અનોખુ વિરોધ પ્રદર્શન દર્શાવ્યું હતું.

Advertisement

કંપનીને જગાડવા માટે આજે સવારે તમામ પાંચ ટ્રકોને ઉંટગાડી સાથે બાંધીને હાપા સ્થિત કંપનીના શોરૂમના દ્વારે લઈ જવામાં આવ્યા હતા, અને સાથે સાથે ઢોલ નગારા વગાડીને અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો. જેને લઇને ભારે કુતુહલ પ્રસર્યું છે. કંપનીએ ટ્રકોને ઊંટલારી પાછળ બાંધીને લઈ જતી વખતે ઢોલ નગારાનો શોરબકોર પણ કરાવ્યો હતો જેથી કરીને લોકોને સમસ્યાની ખબર પડે.

Advertisement
Tags :
Advertisement

.