Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ઝનોરની ધર્મશાળા નજીક મામલતદારની ટીમે નદી ઉપર રેતી ખનન માફિયા ઉપર બોલાવ્યો સપાટો

ભરૂચ (Bharuch) જિલ્લાના પૂર્વ પટ્ટી વિસ્તારમાં ભુમાફીયાઓ સતત બેફામ બની રહ્યા છે અને હવે તો ભૂમધ્ય આવો ખાણ ખનીજ વિભાગની (Department of Minerals) અધિકારીની ઓફિસમાં આવી અધિકારીઓ સાથે લાફા વાળી પણ કરી જાય છે અને આ બાબતે ગુનો પણ દાખલ થયો છે મામલતદાર અને ખાણ ખનીજ વિભાગની ટીમના દરોડા (Raid) બાદ પણ ભૂમાફીયાઓએ પોતાના કાળનામા ફરી શરૂ કરી દેતા હોય છે અને ભરૂચના ઝનોર નજીકની ધર્મશાળા નર્મદા નદીના (Narmada River) કાંઠે રેતી ખà
04:36 PM Feb 08, 2023 IST | Vipul Pandya
ભરૂચ (Bharuch) જિલ્લાના પૂર્વ પટ્ટી વિસ્તારમાં ભુમાફીયાઓ સતત બેફામ બની રહ્યા છે અને હવે તો ભૂમધ્ય આવો ખાણ ખનીજ વિભાગની (Department of Minerals) અધિકારીની ઓફિસમાં આવી અધિકારીઓ સાથે લાફા વાળી પણ કરી જાય છે અને આ બાબતે ગુનો પણ દાખલ થયો છે મામલતદાર અને ખાણ ખનીજ વિભાગની ટીમના દરોડા (Raid) બાદ પણ ભૂમાફીયાઓએ પોતાના કાળનામા ફરી શરૂ કરી દેતા હોય છે અને ભરૂચના ઝનોર નજીકની ધર્મશાળા નર્મદા નદીના (Narmada River) કાંઠે રેતી ખનન (Sand Mining) ચાલી રહ્યું હોવાની ફરિયાદ જનોર ગ્રામ પંચાયત દ્વારા મામલતદારને કરાય હતી.
કરોડોનો મુદ્દામાલ જપ્ત કર્યો
જેના પગલે મામલતદાર ની ટીમએ સવારથી જ સ્થળ ઉપર સપાટો બોલાવ્યો હતો અને સ્થળ ઉપર નર્મદા નદીમાંથી રેતી કાઢવાનું કૌભાંડ ચાલી રહ્યું હોય અને નર્મદા નદીની અંદર 100 ફૂટ ઊંડા ખાડાખોદી રેતી ઉલચવામાં આવ્યું હોવાનું પ્રથમ દ્રષ્ટિએ ફલિત થયું હતું અને ભૂમાફિયાઓ નદીમાંથી ખેડૂતના ખેતર એટલે કે એક ખેડૂત દિપક જશુભાઈના ખેતરને ભાડેથી રાખી પોતાના વાહનો પસાર કરી રહ્યા હતા જેના પગલે સ્થળ ઉપરથી મામલતદારની ટીમે 10 મોટી યાંત્રિક બોટ 4 પોકલેન ૨ ડમ્પર મળી અંદાજિત કરોડો રૂપિયાનું મુદ્દામાલ જપ્ત કર્યો હતો
પ્રમાણમાં રેતી ખન્નનું કૌભાંડ
અત્રે ઉલ્લેખની બાબતએ પણ છે કે થોડા દિવસ અગાઉ જ મામલતદારની ટીમે પૂર્વપતિ વિસ્તારમાં ભુમાફીયાઓ ઉપર રેડ કરી હતી. છતાંય હવે અધિકારીઓનોમ કોઈ ડર ભૂમાફિયાઓને રહ્યો ન હોય તેમ પુનઃ પોતાનું કામ શરૂ કરી દીધું હતું જેના પગલે આજે મામલતદારની ટીમ એ તપાસ કરતા મોટા પ્રમાણમાં રેતી ખન્નનું કૌભાંડ ઝડપાઈ ગયું હતું મામલતદારની ટીમ સ્થળ ઉપર રહેલા માણસોની પૂછપરછ કરી પંચકેસ કર્યા હતા અને ત્રણ દિવસથી જ રેતી ઉલેચતા હોવાનું રટણ કર્યું હતું
મામલતદારની ટીમના દરોડા બાદ ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ બીમાર અને રજા પર હોવાનો વિસ્ફોટ..?
ભુ માફિયાઓ એટલા બેફામ બન્યા છે કે હવે ખાણ ખનીજ વિભાગની ઓફિસમાં આવીને પણ લાફા વાળી કરી જાય છે જેના કારણે તેઓમાં હવે ભય ઊભો થયો છે પરંતુ આજે મામલતદારની ટીમે ઝનોર ધર્મશાળા ખાતે ચેકિંગ હાથ ધર્યું હતું જેમાં મોટા પ્રમાણમાં રેતીખલનનું કૌભાંડ ઝડપાયુ હતું અને સ્થળ ઉપરથી કરોડો રૂપિયાનો મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો હતો પરંતુ ખાણ ખનીજ વિભાગને સ્થળ ઉપર બોલાવવા માટેના મામલતદાર ની ટીમે પ્રયાસ કરતા ટીમના મોટાભાગના અધિકારીઓ બીમાર હોય અને રજા પર હોવાનું સામે આવ્યું હતું પરંતુ મોડે મોડે પણ અધિકારીઓ સ્થળ ઉપર દોડી આવવા માટે મજબુર બન્યા હતા.
આ પણ વાંચો - ભરૂચ જિલ્લા ખેડૂત સમન્વય સમિતિ નેશનલ હાઈવે ઓથોરિટી સામે ઊતરી મેદાનમાં
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
ActionBharuchGujaratFirstMamlatdarRaidMiningMafiaZanor
Next Article