Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રાજપથ હવેથી કર્તવ્યપથ તરીકે ઓળખાશે, NDMC બેઠકમાં પ્રસ્તાવ પાસ

ઈન્ડિયા ગેટથી રાષ્ટ્રપતિ ભવન સુધીના રાજપથ નામેથી વિખ્યાત રાજપથનું નામ હવે કર્તવ્યપથ હશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકારે રાજપથ સાથે જ નવનિર્મિત સેન્ટ્રલ વિસ્ટા લોનનું નામ પણ બદલવાનો નિર્ણય કર્યો છે.બુધવારે નવી દિલ્હી નગર પરિષદની (NDMC) બેઠકમાં રાજપથનું નામ બદલાવીને 'કર્તવ્યપથ' કરવાના પ્રસ્તાવને મંજુરી આપી દેવામાં આવી છે. લોકસભા સાંસદ અને NDMC સભ્ય મીનાક્ષી લેખીએ કહ
રાજપથ હવેથી કર્તવ્યપથ તરીકે ઓળખાશે  ndmc બેઠકમાં પ્રસ્તાવ પાસ
ઈન્ડિયા ગેટથી રાષ્ટ્રપતિ ભવન સુધીના રાજપથ નામેથી વિખ્યાત રાજપથનું નામ હવે કર્તવ્યપથ હશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકારે રાજપથ સાથે જ નવનિર્મિત સેન્ટ્રલ વિસ્ટા લોનનું નામ પણ બદલવાનો નિર્ણય કર્યો છે.
બુધવારે નવી દિલ્હી નગર પરિષદની (NDMC) બેઠકમાં રાજપથનું નામ બદલાવીને 'કર્તવ્યપથ' કરવાના પ્રસ્તાવને મંજુરી આપી દેવામાં આવી છે. લોકસભા સાંસદ અને NDMC સભ્ય મીનાક્ષી લેખીએ કહ્યું કે, NDMC પરિષદની વિશેષ બેઠકમાં પ્રસ્તાવને મંજુરી આપી દેવામાં આવી છે. તેમણએ તે પણ કહ્યું કે અમે આજે વિશેષ પરિષદની બેઠકમાં રાજપથનું નામ કર્તવ્યપથ કરવાના પ્રસ્તાવને મંજુરી આપી દીધી છે.
ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લા પરથી પંચ પ્રાણનું એલાન કર્યું હતું તેમાં એક પ્રણ ગુલામીના પ્રતીકોનો હટાવવાનો હતો. ઈન્ડિયા ગેટ પાસે નેતાજી સુભાષચંદ્ર બોઝની પ્રતિમાથી લઈને રાષ્ટ્રપતિ ભવન સુધીનો માર્ગ કર્તવ્ય પથ તરીકે ઓળખાશે.
સેન્ટ્રલ વિસ્ટા એવન્યૂનું ઉદ્ધાટન કરેશે PM
સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ હેઠળ વિજય ચોકથી ઈન્ડિયા ગેટ સુધીના સેન્ટ્રલ વિસ્ટા એવન્યૂ બનીને તૈયાર થઈ ગયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે 8 સપ્ટેમ્બરે તેનું ઉદ્ધાટન કરશે.
Advertisement


Tags :
Advertisement

.