મોદી સરકારનો મોટો નિર્ણય, રાજપથને હવે દુનિયા આ નામથી ઓળખશે
મોદી સરકારે દિલ્હીના રાજપથનું નામ બદલવાનો નિર્ણય કર્યો છે. હવેથી રાજપથ કર્તવ્યપથ (Kartavyapath) તરીકે ઓળખાશે. 7મી સપ્ટેમ્બરના NDMCની એક મહત્વની બેઠક મળશે તેમાં જ સરકાર આ નિર્ણયને મંજુરીની મહોર લગાવશે.દિલ્હીના રાજપથ (Rajpath) અને સેન્ટ્રલ વિસ્ટા લોનને (Central Vista Loans) એક નવું નામ આપવાની તૈયારી કરવામાં આવી રહી છે. રાજપથ અને સેન્ટ્રલ વિસ્ટા લૉનનું નામ બદલીને કર્તવ્ય પથ કરવામાં આવશે. જેના માટે 7મી સપ્ટેમ્બ
મોદી સરકારે દિલ્હીના રાજપથનું નામ બદલવાનો નિર્ણય કર્યો છે. હવેથી રાજપથ કર્તવ્યપથ (Kartavyapath) તરીકે ઓળખાશે. 7મી સપ્ટેમ્બરના NDMCની એક મહત્વની બેઠક મળશે તેમાં જ સરકાર આ નિર્ણયને મંજુરીની મહોર લગાવશે.
દિલ્હીના રાજપથ (Rajpath) અને સેન્ટ્રલ વિસ્ટા લોનને (Central Vista Loans) એક નવું નામ આપવાની તૈયારી કરવામાં આવી રહી છે. રાજપથ અને સેન્ટ્રલ વિસ્ટા લૉનનું નામ બદલીને કર્તવ્ય પથ કરવામાં આવશે. જેના માટે 7મી સપ્ટેમ્બરના રોજ નવી દિલ્હી મ્યુનિસિપલ કાઉન્સિલ (NDMC)ની એક વિશેષ બેઠક બોલાવવામાં આવી છે.
જણાવવામાં આવી રહ્યું છે કે, જ્યારથી વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ (Narendra Modi) લાલ કિલા પરથી ગુલામીની દરેક બાબતોથી મુક્ત થવાની વાત કરી છે ત્યારથી જ રાજપથનું નામ બદવા પર મંથન શરૂ થઈ ચુક્યું હતું. જે બાદ હવે સરકારે રાજપથને કર્તવ્ય પથ નામ આપવાની જાહેરાત કરી દીધી છે. નેતાજીની સ્ટેચ્યૂથી લઈને રાષ્ટ્રપતિ ભવન સુધી જે આખો રોડ જઈ રહ્યો છે તે હવે કર્તવ્ય પથ તરીકે ઓળખાશે. ઉલ્લેખનીય છે કે, બ્રિટિશકાળમાં રાજપથને કિગ્સવે (Kigsway) કહેવામાં આવતો હતો.
ઉલ્લેખનીય છે કે, આ અગાઉ પણ સરકારે આવા અનેક સ્થાનોના નામ બદલ્યા છે. મોદી સરકાર સત્તામાં આવતા જ રેડ ક્રોસ રોડનું નામ બદલીને લોક કલ્યાણ માર્ગ કરી દીધું હતું. રેલવે સ્ટેશનનોના નામ પણ આવી રીતે જ બદલ્યા. સરકારનો તર્ક છે કે આઝાદીના 75 વર્ષ બાદ ગુલામીનું કોઈ પ્રતિક રહેવું જોઈએ નહી. બધું જ ન્યૂ ઈન્ડિયા વિઝનને શક્તિશાળી સાબિત કરનારા હોવા જોઈએ.
Advertisement