આર્યન ખાન કેસની તપાસ કરી રહેલા NCBના મુખ્ય તપાસ અધિકારી અને ગુપ્તચર અધિકારીને સસ્પેન્ડ કરી દેવાયા
આર્યન ખાનના ડ્રગ
કેસની તપાસ કરનાર નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)ના અધિકારીઓ વિશ્વ વિજય સિંહ અને આશિષ રંજન પ્રસાદને વિજિલન્સ તપાસ
બાદ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે NCBની વિજિલન્સ ટીમ દ્વારા તપાસ ચાલી રહી છે. આર્યન ખાન ડ્રગ કેસની
તપાસ કરી રહેલા મુખ્ય તપાસ અધિકારી વિશ્વ વિજય સિંહ અને ગુપ્તચર અધિકારી આશિષ રંજન
પ્રસાદની ભૂમિકા શંકાસ્પદ હોવાનું જાણવા મળ્યું છે. જે બાદ તેમને તાત્કાલિક અસરથી
સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તપાસમાં કહેવામાં આવ્યું હતું કે બંને શંકાસ્પદ
પ્રવૃત્તિમાં સામેલ હતા અને આ જ તેમના સસ્પેન્શનનું કારણ હતું.
ઉલ્લેખનિય છે કે આર્યન ખાનની 3 ઓક્ટોબર, 2021 ના રોજ મુંબઈ કિનારે એક ક્રુઝ શિપ પર NCBના દરોડા દરમિયાન ધરપકડ કરવામાં આવી હતી. પ્રતિબંધિત દવાઓનો ઉપયોગ
અને વેચાણ કરવા બદલ નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ હેઠળ તેની
અને અન્ય 19 સામે કેસ કરવામાં આવ્યો હતો. આર્યન
અને અન્ય 17 લોકોને જામીન મળ્યા છે. જ્યારે માત્ર બે આરોપીઓ હાલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં છે.