Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વડા પ્રધાન ભાઈ આવ્યા મદદે, નવાઝ શરીફ પાકિસ્તાન પરત ફરશે

ઈમરાન ખાનને સત્તામાં હટાવ્યા બાદ હવે પાકિસ્તાનના વડાપ્રધાનની ખુરશી પર બેઠેલા શાહબાઝ શરીફે સૌથી વધારે ઝડપ બતાવી છે તે છે તેના ભાઈ નવાઝ શરીફને વતન પરત લાવવાનો રસ્તો નક્કી કરવો. શાહબાઝ શરીફ સત્તામાં આવ્યા પછી જાહેરા કરી હતી કે હવે પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફના વતન પરત આવવાનો રસ્તો સરળ થઈ ગયો છે. પાકિસ્તાની સરકારે નવાઝ શરીફને બ્રિટનથી પરત આવવા માટે પાસપોર્ટ જારી કરી દીધો છે. મળતà«
વડા પ્રધાન ભાઈ આવ્યા મદદે  નવાઝ શરીફ પાકિસ્તાન પરત
ફરશે

ઈમરાન
ખાનને સત્તામાં હટાવ્યા બાદ હવે પાકિસ્તાનના વડાપ્રધાનની ખુરશી પર બેઠેલા શાહબાઝ
શરીફે સૌથી વધારે ઝડપ બતાવી છે તે છે તેના ભાઈ નવાઝ શરીફને વતન પરત લાવવાનો રસ્તો
નક્કી કરવો. શાહબાઝ શરીફ સત્તામાં આવ્યા પછી જાહેરા કરી હતી કે હવે પૂર્વ
વડાપ્રધાન નવાઝ શરીફના વતન પરત આવવાનો રસ્તો સરળ થઈ ગયો છે. પાકિસ્તાની સરકારે
નવાઝ શરીફને બ્રિટનથી પરત આવવા માટે પાસપોર્ટ જારી કરી દીધો છે.

Advertisement


મળતી
માહિતી મુજબ નવાઝ શરીફના પાસપોર્ટનો સમય ગયા વર્ષે પૂર્ણ થઈ ચૂક્યો છે. પરંતુ
ઈમરાન ખાન સરકાર તેને અપડેટ નહોતી કરી રહી. જેના પગલે નવાઝ શરીફને લંડનમાં જ
રહેવાની ફરજ પડી હતી. હવે જ્યારે તેના નાના ભાઈ શાહબાઝ શરીફ સત્તા પર આવ્યા છે
ત્યારે તેમણે સૌ પ્રથમ કામ કર્યું અને નવાઝ શરીફ માટે પાસપોર્ટ જારી કરી દીધો છે. આ
પાસપોર્ટને જાહેર કરવાની તારીખ 23 એપ્રિલ 2022 છે અને આ પાસપોર્ટ 10 વર્ષ સુધી
માન્ય ગણાશે.

Advertisement


પાકિસ્તાનના
3 વખત વડાપ્રધાન રહી ચૂકેલા 72 વર્ષના નવાઝ શરીફ ઉપર ઈમરાન ખાન સરકારે
ભ્રષ્ટાચારનો આરોપ લગાવતા તેના પર તપાસ શરૂ કરી હતી. તેના પછી 2019માં લાહોર
હાઈકોર્ટ પાસેથી મંજૂરી લઈને સારવાર કરવા માટે લંડન ચાલ્યા ગયા હતા. તેના પછી તેનો
પાસપોર્ટ રીન્યુ કરવામાં આવ્યો ન હતો અને તે લંડનમાં જ રહેવા માટે મજબૂર બન્યા
હતા. 

Advertisement

Tags :
Advertisement

.