Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પાકિસ્તાનમાં રાષ્ટ્રીય કટોકરી જાહેર કરવામાં આવી, આ છે કારણ

પાડોશી દેશ પાકિસ્તાન (Pakistan) હાલના દિવસોમાં પુરના સંકટનો સામનો કરી રહ્યું છે. સ્થિતિને જોતા પાકિસ્તાન સરકારે રાષ્ટ્રીય કટોકટી (National Emergency) જાહેર કરી દીધી છે અને પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં લોકોના પુનર્વસન માટે મદદ માંગી છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે વડાપ્રધાન શાહબાઝ શરીફે પોતાની યૂનાઈટેડ કિંગ્ડમનો (UK) પ્રવાસ રદ્દ કર્યો છે અને તેઓ કતારથી પરત આવીને પૂરગ્રસ્ત વિસ્તારોમાં રાહત કામગીરીની સàª
પાકિસ્તાનમાં રાષ્ટ્રીય કટોકરી જાહેર કરવામાં આવી  આ છે કારણ
પાડોશી દેશ પાકિસ્તાન (Pakistan) હાલના દિવસોમાં પુરના સંકટનો સામનો કરી રહ્યું છે. સ્થિતિને જોતા પાકિસ્તાન સરકારે રાષ્ટ્રીય કટોકટી (National Emergency) જાહેર કરી દીધી છે અને પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં લોકોના પુનર્વસન માટે મદદ માંગી છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે વડાપ્રધાન શાહબાઝ શરીફે પોતાની યૂનાઈટેડ કિંગ્ડમનો (UK) પ્રવાસ રદ્દ કર્યો છે અને તેઓ કતારથી પરત આવીને પૂરગ્રસ્ત વિસ્તારોમાં રાહત કામગીરીની સમિક્ષા કરવા માટે બેઠકની કરશે.
ગુરૂવારે જાહેર કરવામાં આવેલા એક નિવેદનમાં માહિતી અને પ્રસારણ મંત્રી મરિયમ ઔરંગઝેબે દેશમાં પૂરની સ્થિતિને રાષ્ટ્રીય કટોકટી (National Emergency) જાહેર કરી દીધી. મંત્રીએ કહ્યું કે, બલૂચિસ્તાન અને સિંધમાં પુરથી (Pakistan Flood) થયેલા જાનમાલના નુંકસાનને પહોંચીવળવા રાષ્ટ્રીય ભાવનાની જરૂર છે. પાકિસ્તાન સરકારે દેશમાં વરસાદના કારણે આવેલી પુરની સ્થિતિમાં અત્યાર સુધીમાં 343 બાળકો સહિત 937 લોકોના મોત અને ઓછામાં ઓછા ત્રણ કરોડ લોકો બેઘર થયાં છે.
મીડિયા રિપોર્ટ પ્રમાણે તેમણે વિદેશી પાકિસ્તાનીઓ સહિત દેશમાં પુરગ્રસ્તોના પુનર્વસન માટે દાન આપવા અપીલ કરી છે કારણ કે મોટા પાયે તબાહીને ધ્યાનમાં રાખીને મોટી રકમની જરૂર હશે. બે દિવસિય સત્તાવાર યાત્રા પર કતાર ગયેલા શાહબાઝ શરીફ દેશમાં પૂરની સ્થિતિને જોતા પરત  ફરી રહ્યાં છે.
વડાપ્રધાને બ્રિટનનો પોતાનો અંગત પ્રવાસ રદ્દ કરી દીધો છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે તેઓ પોતાની પૌત્રીની સારવાર કરાવવા માટે કતારથી લંડન જવાના હતા. જેની ત્યાં સારવાર ચાલી રહી છે. પરત આવી ગયા બાદ શરીફ એક બેઠકની અધ્યક્ષતા કરશે જ્યાં નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી સહિત તમામ સંબંધિત અધિકારીઓ તેમને પૂર પ્રભાવિતોના બચાવ અને રાહત માટે ઉઠાવવામાં આવેલા પગલાં વિશે જાણકારી આપશે.
Advertisement
Tags :
Advertisement

.