નાથન લિયોન અને અશ્વિન વચ્ચે 'નંબર-1ના તાજ માટે આકરી ટક્કર
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર ટેસ્ટ મેચની શ્રેણીની પ્રથમ મેચ 9 ફેબ્રુઆરીએ રમાશે. બંને ટીમો નાગપુરના વિદર્ભ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમશે. આ શ્રેણી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ભારતના ભાગ્યનો નિર્ણય કરશે. જો ટીમ ઈન્ડિયા બે-ત્રણ ટેસ્ટ જીતીને સિરીઝ જીતી લેશે તો ફાઈનલમાં પહોંચી જશે. આ દરમિયાન મેદાન પર વિશ્વના બે દિગ્ગજ બોલરો વચ્ચે જંગ પણ જોવા મળશે.અનિલ કુંબલેએ 20 મેચમાં 111 વિકેàª
06:01 AM Feb 06, 2023 IST
|
Vipul Pandya
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર ટેસ્ટ મેચની શ્રેણીની પ્રથમ મેચ 9 ફેબ્રુઆરીએ રમાશે. બંને ટીમો નાગપુરના વિદર્ભ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમશે. આ શ્રેણી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ભારતના ભાગ્યનો નિર્ણય કરશે. જો ટીમ ઈન્ડિયા બે-ત્રણ ટેસ્ટ જીતીને સિરીઝ જીતી લેશે તો ફાઈનલમાં પહોંચી જશે. આ દરમિયાન મેદાન પર વિશ્વના બે દિગ્ગજ બોલરો વચ્ચે જંગ પણ જોવા મળશે.
અનિલ કુંબલેએ 20 મેચમાં 111 વિકેટ લીધી હતી
ભારતના અનુભવી સ્પિનર રવિચંદ્રન અશ્વિન અને ઓસ્ટ્રેલિયાના ખતરનાક સ્પિનર નાથન લિયોન વચ્ચે ટક્કર જામી છે. બંને વચ્ચે ભારત-ઓસ્ટ્રેલિયા સિરીઝમાં સૌથી વધુ વિકેટ લેવાની સ્પર્ધા થશે. આ મામલે પૂર્વ ભારતીય કેપ્ટન અનિલ કુંબલે ટોચ પર છે. તેણે 20 મેચમાં 111 વિકેટ લીધી હતી. લિયોને 22 મેચમાં 94 અને અશ્વિને 18 મેચમાં 89 વિકેટ ઝડપી છે. આવી સ્થિતિમાં બંને પાસે કુંબલેનો રેકોર્ડ તોડવાની તક હશે. લિયોનને ભૂતપૂર્વ ભારતીય સુકાનીને પાછળ છોડવા માટે 18 વિકેટની જરૂર છે. આ સાથે જ અશ્વિને 23 વિકેટ લેવી પડશે.
લિયોન-અશ્વિન હરભજન કરતા આગળ જઈ શકે છે
અશ્વિન અને લિયોન પાસે ભૂતપૂર્વ ઓફ સ્પિનર હરભજન સિંહને પાછળ છોડવાની પણ તક હશે. હરભજને 18 મેચમાં 95 વિકેટ લીધી હતી. લિયોનને બે અને અશ્વિનને સાત વિકેટની જરૂર છે.
જાડેજા કપિલ દેવથી આગળ નીકળી શકે છે
ભારતનો સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા આ સીરીઝમાંથી વાપસી કરી રહ્યો છે. ગયા વર્ષે એશિયા કપ દરમિયાન તે ઈજાગ્રસ્ત થયો હતો. આ કારણે જાડેજા ટી-20 વર્લ્ડ કપમાં પણ રમી શક્યો નહોતો. તે ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણીમાંથી શાનદાર વાપસી કરવા ઈચ્છશે. તેણે ઓસ્ટ્રેલિયા સામે અત્યાર સુધી 12 ટેસ્ટમાં 63 વિકેટ ઝડપી છે. તેની પાસે પૂર્વ કેપ્ટન કપિલ દેવને પાછળ છોડવાની તક મળશે. કપિલ દેવે 20 ટેસ્ટમાં 79 વિકેટ લીધી હતી. જાડેજાને તેનાથી આગળ નીકળવા માટે 17 વિકેટ લેવી પડશે.
ભારત-ઓસ્ટ્રેલિયા શ્રેણીમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર
ખેલાડી - મેચ ઇનિંગ વિકેટ ઇનિંગમાં સર્વશ્રેષ્ઠ મેચમાં સર્વશ્રેષ્ઠ
અનિલ કુંબલે 20 38 111 8/141 13/181
હરભજન સિંહ 18 35 95 8/84 15/217
નાથન લ્યોન 22 41 94 8/50 12/286
રવિચંદ્રન અશ્વિન 18 34 89 7/103 12/198
કપિલ દેવ 20 38 79 8/106 8/109
રવિન્દ્ર જાડેજા 12 22 63 6/63 9/178
ઝહીર ખાન 19 34 61 5/91 8/137
ઈશાંત શર્મા 25 46 59 4/41 7/117
એરાપલ્લી પ્રસન્ના 13 24 57 6/74 10/174
બિશન સિંહ બેદી 12 23 56 7/98 10/194
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Next Article